Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આધુનિક ખેતી તરફ પ્રયાસ ; ખેતી માં નોન વુવન ક્રોપ કવર નો ઉપયોગ

આજ ની ૨૧મી સદી માં દિવસે દિવસે વધતા જતા બેફામ રાસાયણિક ખાતરો અને દવાઓ ના ઉપયોગ ના લીધે આજે જમીન ની ફળદ્રુપતા માં ઘટાડો અને તાપમાન માં વધારો ઘટાડો અને ઋતુ પરિવર્તન જોવા મળે છે . જેથી ખેડૂત ના ખેતર પર ઉભેલા પાકો ની ઉત્પાદન ક્ષમતા ધીરે ધીરે ઘટી રહી છે તો આ વૈશ્વિક સમસ્યા ને પહોંચી વળવા માટે કૃષિ ક્ષેત્રે ઘણા શંશોધનો થયા છે અને ખેડૂતો રક્ષણાત્મક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે .તેમાંનું એક પાસું એટલે ખેતી માં ક્રોપ કવર નો ઉપયોગ .તો ખેડૂત મિત્રો આ લેખ માં આપણે ક્રોપ કવર વિષે માહિતી મેળવીશું .

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
non woven crop cover in agriculture
non woven crop cover in agriculture

ક્રોપ કવર શું છે ??

  • ક્રોપ કવર એ નોન વુવન પ્લાસ્ટિક કવર છે, જેનો ઉપયોગ છોડને ઢાંકવા માટે થાય છે.
  • પાક ની હરોળ ઉપર ક્રોપ કવરની નીચી ટનલ બનાવીને છોડને આવરી લેવામાં આવે છે.
  • ક્રોપ કવર છોડની આસપાસ માઇક્રોક્લાઇમેટ બનાવીને છોડને સીધું રક્ષણ આપે છે.
  • પાકનું આવરણ પાકને જંતુઓ, પવન, વરસાદ અને સનબર્નથી બચાવવામાં મદદ કરે છે.
  • તે તડકાના દિવસોમાં ગરમી પકડવામાં મદદ કરે છે અને તે રાત્રે જમીનમાંથી નીકળતી ગરમી જાળવી રાખે છે; તેથી પાકને ઠંડા તાપમાનથી રક્ષણ આપે છે.
  • આ કવર યાંત્રિક ઇજાઓ જેવી કે ડાઘ ,કીટકો અને રોગો સામે શારીરિક સુરક્ષા પૂરી પાડે છે અને માદા માખીઓને પાક પર ઇંડા મૂકતા અટકાવે છે.

 

ક્રોપ કવર ક્યા ક્યા પાકો માં ઉપયોગ કરી શકાય ?

  • તરબૂચ,
  • શક્કર ટેટી,
  • મરચી ,
  • કેપ્સિકમ,
  • ટામેટાં

 

ક્રોપ કવર લગાવવા માટે ઉપયોગી વસ્તુઓ

  • ફાઇબર સ્ટિક
  • પ્લાસ્ટિક દોરો (એગ્રી થ્રેડ)
  • ક્રોપ કવર
  • પ્લાસ્ટિક કલીપ

આ પણ વાંચો:ઓછી જમીનની સ્થિતિમાં દીવાલો બાંધીને ખેતીની ઇઝરાયેલી ટેક્નોલોજીથી મોટો નફો મેળવી શકાય છે

ક્રોપ કવર લગાવવાની પધ્ધતિ :

૧. સૌપ્રથમ, શાકભાજી જેવા પાકો નું ગાદી ક્યારા ઉપર પ્લાસ્ટિક મલ્ચીંગ પાથરવું અને ત્યાર બાદ શાકભાજી ના ધરું નું સ્થળાંતર કરવું  સ્થળાંતર કર્યા બાદ લો ટનલ સ્ટ્રક્ચર બનાવવા માટે ગાદી ક્યારા પર  પ્લાસ્ટિક મલ્ચીંગ પાથરવું ત્યાર બાદ ઊંધી U આકારમાં ફાઇબરની સ્ટિક  સ્થાપિત કરો. બે ફાઇબર સ્ટીક વચ્ચેનું અંતર જરૂરિયાત પર આધાર રાખે છે. બે ફાઇબર સ્ટીક વચ્ચેનું સરેરાશ અંતર ૧૦ - ૧૨ ફૂટ રાખવામાં  આવે છે.

૨. લો ટનલ માટે વધુ મજબૂત  માળખું આપવા માટે પ્લાસ્ટિક મલ્ચીંગ ની દોરી (એગ્રી થ્રેડ) નો ઉપયોગ ફાયબર સ્ટિકને બાંધવા માટે કરવો જોઈએ. જેથી ફાઇબર સ્ટિક મજબૂત રીતે બંધાઈ રહે અને જરૂરી અંતર જળવાઈ રહે.

૩. ફાઇબર સ્ટીક પર ક્રોપ કવર એ રીતે પાથરવું કે બંને તરફ સપ્રમાણ માળખું બને . અને ત્યાર બાદ પ્લાસ્ટિક કલીપ લગાવવી જેથી ક્રોપ કવર મજબૂતી થી ફાયબર સ્ટિક સાથે જોડાય રહે ૪. પવન અને જીવાતો ની અવરજવર અટકાવવાં માટે ક્રોપ કવર ના  બંને બાજુ ના છેડાઓ ને  માટી થી દબાવો .

ક્રોપ કવર ક્યારે ખોલવું ??

જયારે પાકની ફૂલ અવસ્થા શરુ થાય એટલે તુરંત ક્રોપ કવર ને ખોલી નાખવું જેથી પરાગનયન સારી રીતે થઇ શકે.  ત્યારબાદ  ક્રોપ કવર ને વ્યવસ્થિત રીતે ઘડી કરી સુરક્ષિત જગ્યા એ મૂકવું .

ક્રોપ કવર ની તકનીકી માહિતી:

૧૭ જીએસએમ - સીઝન

૨૩ જીએસએમ - થી વધુ

 ક્રોપ કવર થી થતા ફાયદાઓ:

  • બીજ ના અંકુરણ ક્ષમતા માં વધારો કરી બીજ ઉગવાના સમય માં ઘટાડો કરે છે .
  • દવા, ખાતર અને મજૂરી ખર્ચ માં ઘટાડો થાય છે.
  • પાક ને વહેલા પાકવા માં મદદરૂપ થાય છે .
  • મીની ગ્રીન હાઉસ અસર પુરી પાડે છે
  • વૃદ્ધિ અને વિકાસ માટે યોગ્ય માઇક્રોક્લાઇમેટ બનાવે છે.
  • પાકો ને અનિયમિત વાતાવરણ થી થતા તણાવ સામે રક્ષણ પૂરું પાડે છે
  • બિન સીઝન પાકો નું વાવેતર લઈ અને બજાર માં સારા ભાવો મેળવી શકાય છે
  • પાક ને રોગો અને જીવાતો થી સીધું રક્ષણ મેળવી શકાય છે
  • પાક ની ગુણવત્તા માં વધારો કરે છે જેથી નિકાસ કરવા યોગ્ય બને છે.

આ પણ વાંચો:ખેડૂતો માટે ફાયદાકારક છે આ ટેક્નોલોજી, વર્ષ દરમિયાન થશે મોટી કમાણી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More