Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુ તમે જાણો છો કે, મગફળીના પાકમાં તેના પાન પીળા કેમ પડી જાય છે ? ભાગ – 2

મગફળી એ તેલીબીયા પાકોનો રાજા ગણાય છે. વિશ્વમાં ભારત મગફળીના વિસ્તારમાં પ્રથમ અને પેદાશમાં બીજા સ્થાને છે. દેશમાં મગફળીનાં કુલ વાવેતર વિસ્તારમાં 30% જેટલો ફાળો ગુજરાત રાજયનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો ૭0% વિસ્તાર ખરીફ મગફળીનો છે. આમ છતાં મગફળીની ઉત્પાદકતાની દ્રષ્‍ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન ઘણું પાછળ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
peanut crop
peanut crop

મગફળી એ તેલીબીયા પાકોનો રાજા ગણાય છે. વિશ્વમાં ભારત મગફળીના વિસ્તારમાં પ્રથમ અને પેદાશમાં બીજા સ્થાને છે. દેશમાં મગફળીનાં કુલ વાવેતર વિસ્તારમાં 30% જેટલો ફાળો ગુજરાત રાજયનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો ૭0% વિસ્તાર ખરીફ મગફળીનો છે. આમ છતાં મગફળીની ઉત્પાદકતાની દ્રષ્‍ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન ઘણું પાછળ છે.

મગફળીની ઓછી ઉત્પાદકતાના કારણો પૈકી તેમાં આવતી પીળાશ આમાનું એક મુખ્ય કારણ છે. મગફળીમાં આવતી પીળાશની સમસ્યાને લીધે મુખ્ય ડોડવાનું ઉત્પાદન તો ઘટે જ છે; સાથે સાથે ચારાનું ઉત્પાદન પણ ઘટે છે. જેથી આ સમસ્યાને ઘ્યાનમાં લેતા તેના ઉપાયો તાકીદે કરવા જરૂરી છે.

જમીનમાં રેચક પરિસ્‍થિતિને લીધે મગફળીમાં પીળાશ જોવા મળે છે. રેચક પરિસ્‍થિતિ થવાનું મુખ્ય કારણ જમીનમાં જો વધુ સમય પાણી ભરાઈ રહે તે છે. જમીનમાં પ્રાણવાયુ ની ઉણપ થાય છે. આથી મુળ દ્વારા મળતા પોષક તત્વોનું અવશોષણ થવાનું બંધ થાય છે. આવી પરિસ્‍થિતિ જયારે જમીનમાં નીચલા સ્તરમાં ગોરમટુ કે કાદી- ચુનાના પથ્થરનું સખત પડ હોય ત્યારે જોવા મળે છે. અને વરસાદનું પાણી જો વધુ સમય ભરાઈ રહેતુ હોય ત્યારે પણ આમ બને છે. તેની સારવાર માટે જમીનમાં યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ અથવા એમોનિયમ યુકત નાઈટ્રોજન ખાતર ઉમેરવું જોઈએ અથવા પાન ઉપર યુરિયાનું ૧% નું દ્રાવણ બનાવી તેને બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના ગાળે કરવા જોઈએ.

સૂયા બેસવાની અવસ્થાએ જરૂર જણાય ત્યારે પિયત પાણી આપ્યા બાદ જો વરસાદ થાય ત્યારે પણ મગફળી પીળી પડવાની શક્યતા રહેલી છે. 

peanut crop turn yellow
peanut crop turn yellow

1.લભ્ય પોષકતત્વની ખામીને કારણે આવતી પીળાશ. 

લભ્ય પોષકતત્વની ખામીને કારણે આવતી પીળાશ મુખ્યત્વે જયારે જમીનમાં રહેલ નાઈટ્રોજન, ગંધક કે લોહતત્વ જો છોડને પુરતા પ્રમાણમાં ન મળે ત્યારે બને છે. જયારે નાઈટ્રોજન તત્વની ખામી હોય તો જમીનમાં દેશી ખાતર ઉમેરવું જોઈએ અને અને શકય હોય તો મલ્ચનો ઉપયોગ કરવો. ઉપરાંત જમીનમાં એમોનીયમ સલ્ફેટ વિઘે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે પુર્તિ ખાતર તરીકે આપવું.

જો જમીનમાં ગંધક તત્વની ખામી હોય તો હેકટરે ૪૦૦ થી ૫૦૦ કિ.ગ્રા. જીપ્સમ પાવડરનો છંટકાવ કરવો જોઈએ અને ગંધક યુકત જંતુનાશક દવાનો છંટકાવ કરવો. વધુમાં જયારે લોહતત્વની ઉણપ જમીનમાં જણાય તો ઉભા પાકમાં ૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ હીરાકશી અને ૧૦ ગ્રામ લીંબુના ફુલ ઉમેરી ૧૦ દિવસ ના અંતરે ર થી 3 છંટકાવ કરવાથી મગફળીનાં પાકમાં આવતી પીળાશ દુર કરી શકાય છે.

મગફળી પીળી પડી જવાના અન્ય કારણો કયાં છે

  1. જમીનમાં ચૂનાનું પ્રમાણ વધારે હોવાથી.
  2. બાયકાર્બોનેટ ક્ષારોનું પ્રભુત્વ ધરાવતા પાણીનો સતત ઉપયોગ કરી મગફળીનું વાવેતર કરવામાં આવે તથા આગળની ઋતુમાં આ પાણીથી ઘઉં, રજકો જેવા પાક ઉગાડવાથી.
  3. વધુ પ્રમાણમાં ઢોળાવવાળી ધારોળ જમીન કે જેમાં ધોવાણ વધુ થતું હોય.
  4. જમીન ભાષ્મિક પ્રકારનો ગુણ ધરાવતી હોય.
  5. જમીનનું લેવલીંગ કરવાથી ઉપરનું પડ ખસેડી લેવાતાં તળ જમીનમાં વાવેતર કરવાથી.
  6. રોગ-જીવાતનાં વધુ ઉપદ્રવથી.
  7. ભેજનું પ્રમાણ ઓછું હોય.

માહિતી સ્ત્રોત - માલમ કે. વી., અદોદારીયા બી. એ., માવદીયા એસ. બી., માવદીયા વી. આર. અને પરમાર યુ. બી. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ. મો.નં. ૯૬૨૪૧૬૧૫૩૧

આ પણ વાંચો - શુ તમે જાણો છો કે, મગફળીના પાકમાં તેના પાન પીળા કેમ પડી જાય છે ?

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More