Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુ તમે જાણો છો કે, મગફળીના પાકમાં તેના પાન પીળા કેમ પડી જાય છે ?

મગફળી એ તેલીબીયા પાકોનો રાજા ગણાય છે. વિશ્વમાં ભારત મગફળીના વિસ્તારમાં પ્રથમ અને પેદાશમાં બીજા સ્થાને છે. દેશમાં મગફળીનાં કુલ વાવેતર વિસ્તારમાં 30% જેટલો ફાળો ગુજરાત રાજયનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો ૭0% વિસ્તાર ખરીફ મગફળીનો છે. આમ છતાં મગફળીની ઉત્પાદકતાની દ્રષ્‍ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન ઘણું પાછળ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
peanut crop
peanut crop

મગફળીતેલીબીયા પાકોનો રાજા ગણાય છે. વિશ્વમાં ભારત મગફળીના વિસ્તારમાં પ્રથમ અને પેદાશમાં બીજા સ્થાને છે. દેશમાં મગફળીનાં કુલ વાવેતર વિસ્તારમાં 30% જેટલો ફાળો ગુજરાત રાજયનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો ૭0% વિસ્તાર ખરીફ મગફળીનો છે. આમ છતાં મગફળીની ઉત્પાદકતાની દ્રષ્‍ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન ઘણું પાછળ છે.

મગફળીની ઓછી ઉત્પાદકતાના કારણો પૈકી તેમાં આવતી પીળાશ આમાનું એક મુખ્ય કારણ છે. મગફળીમાં આવતી પીળાશની સમસ્યાને લીધે મુખ્ય ડોડવાનું ઉત્પાદન તો ઘટે જ છે; સાથે સાથે ચારાનું ઉત્પાદન પણ ઘટે છે. જેથી આ સમસ્યાને ઘ્યાનમાં લેતા તેના ઉપાયો તાકીદે કરવા જરૂરી છે.

મગફળી પીળી પડી જવાના મુખ્ય કારણો કયાં છે? 

મગફળી પીળી પડી જવાના મુખ્ય બે કારણો છે. જેમાં એક તો જમીનની ભૌગોલિક પરિસ્‍થિતિ આધારિત પીળાશ તથા બીજુ કારણ લભ્ય પોષકતત્વની ખામીને કારણે આવતી પીળાશ.

peanut crop
peanut crop

ભોગોલિક પરિસ્‍થિતિ આધારીત પીળાશ 

  • ભોગોલિક પરિસ્‍થિતિ આધારીત પીળાશને સાદી ભાષામાં ટાલરાની પીળાશ તરીકે ઓળખાય છે.
  • તેના ચિન્હોમાં પીળાશ આખા ખેતરમાં જોવા મળતી નથી, પરંતુ અમુક ભાગમાં જ હોય છે.
  • મગફળીના છોડના નીચેના પાન તેમજ કેટલાક ટોચના પાનમાં પીળાશ જોવા મળે છે.
  • તેનાં મુખ્ય કારણોમાં જયારે જમીન સમતળ કરતા હોઈએ ત્યારે ઉપરની ફળદ્રુપ જમીન ખેંચાય જાય છે અને તળની એટલે કે નીચેની જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે.
  • આમ અસમતુલીત ધોવાણની પ્રક્રિયાથી આ સમસ્યા ઉદભવે છે.

ભોગોલિક પરિસ્‍થિતિ આધારીત પીળાશને રોકવાના ઉપાયો

  • આ પ્રકારની પરિસ્‍થિતિમાં જમીનની સારવાર કરવા સૌપ્રથમ ઉભા પાકમાં પુર્તિ ખાતર તરીકે ડીએપી અથવા મ્યુરેટ ઓફ પોટાશનો એક હપ્તો આપવો જોઈએ અને જરૂર પડે તો ૧% દ્રાવણનો ૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ મુજબ જે તે તત્વનું ખાતર ઉમેરી પાક ઉપર બે થી ત્રણ છંટકાવ કરવા જોઈએ.
  • આઈ.બી.એ. નામનું એક હોર્મોન એટલે કે રસાયણ ૧૦ લીટર પાણીમાં અડધો ગ્રામ ભેળવીને તેના બે છંટકાવ કરવા જોઈએ.
  • આ પ્રકારની પીળાશનો જો કાયમી ધોરણે ઉપાય કરવો હોય તો જમીનમાં ઉંડા ચાસ કરી તેમાં છાણીયું કે ગળતીયું ખાતર ભરવું જોઈએ.
  • તળાવનો કાંપ કે અન્ય જમીન ભરવી જોઈએ અને બાજરી, જુવાર કે દિવેલાના પાક સાથે મગફળીના પાકની ફેરબદલી કરવી જોઈએ.

માહિતી સ્ત્રોત - માલમ કે. વી., અદોદારીયા બી.એ., માવદીયા એસ. બી., માવદીયા વી. આર. અને પરમાર યુ. બી. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ. મો.નં. 9624161531

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More