હિન્દુ ધર્મમાં રૂદ્રાક્ષને પવિત્ર માનવામાં આવે છે. રૂદ્રાક્ષ એ 'રુદ્ર' અને 'અક્ષ' એમ બે શબ્દોના જોડાણથી બનેલો એક સંસ્કૃત શબ્દ છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દેવાધી દેવ માનવામાં આવે છે અને તેમનું બીજુ નામ રૂદ્ર પણ છે આમ રૂદ્ર અને અક્ષ અમે અક્ષનો અર્થ આંશુ થાય છે આમ બે શબ્દોના જોડાણથી રૂદ્રાક્ષ શબ્દ ઉપશી આવ્યો છે
સંત મહાત્મા,સાધુ વગેરેના ગળામાં કે હાથમા તમે રૂદ્રાક્ષની માળા પહેરેલા સાધુ સંતોને તો જોયા જ હશે પરંતુ આપ એ નહીં જાણતા હોય કે સાધુ - સંતો આ રૂદ્રાક્ષી માળા કેમ પહેરે છે. સાધુ સંતો શિવાય મનની શાંતિ માટે સામાન્ય લોકો પણ રૂદ્રાક્ષની માળાના જાપ કરતા હોય છે. તો આજે તમેને રૂદ્રાક્ષની માળાનું શુ મહત્વ છે અને રૂદ્રાક્ષની વિગતે જાણકારી આપીશુ જેના માટે તમારે આ આર્ટિકલને વિગતે વાંચવો પડશે
રુદ્રાક્ષ શું છે?
હિન્દુ પરંપરાઓમાં રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેને શિવ તરીકે જોવામાં આવે છે. તેને મણકો પણ કહેવામાં આવે છે. રુદ્રાક્ષ એક સંસ્કૃત શબ્દ છે, જે ‘રુદ્ર’ અને ‘અક્ષ’ થી બનેલો છે. ભગવાન શિવનું નામ છે ‘રુદ્ર’ અને ‘અક્ષ’ એટલે આંસુ.
આવી રીતે બને છે રુદ્રાક્ષનો એક મણકો
- રુદ્રાક્ષ એ એક ફળનું બીજ છે.
- રુદ્રાક્ષ પાકી ગયા બાદ વાદળી રંગનું દેખાય છે.
- રુદ્રાક્ષને બ્લુબેરી મણકા પણ કહેવામાં આવે છે.
- રુદ્રાક્ષના બીજ અનેક વૃક્ષની જાતોને ભેળવીને તૈયાર કરવામાં આવે છે.
- રુદ્રાક્ષ મોટા સદાબહાર અને પહોળા પાંદડાવાળા વૃક્ષો હોય છે.
રુદ્રાક્ષનું વૃક્ષના વૃક્ષનો દેખાવ
- રુદ્રાક્ષના વૃક્ષને ઇલિયોકાર્પસ ગેનીટ્રસ પણ કહેવામાં આવે છે.
- આ વૃક્ષોની ઉંચાઈ 50 ફુટથી 200 ફુટ સુધીની હોય છે.
- તે મુખ્યત્વે નેપાળ, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, હિમાલય અને ગંગાના મેદાનોમાં જોવા મળે છે.
- આપણા દેશમાં રુદ્રાક્ષની 300 થી વધુ જાતિઓ જોવા મળે છે.
- રુદ્રાક્ષ સદાબહાર વૃક્ષ છે, જે ઝડપથી વધે છે.
- આ વૃક્ષ પર ફળ આવવા માટે 3 થી 4 વર્ષ લાગે છે.
રુદ્રાક્ષ કેટલા પ્રકારના હોય છે
- પ્રાચીન સમયમાં રૂદ્રાક્ષમાં 108 મુખ હતા
- હાલના સમયમાં રુદ્રાક્ષની માળા લગભગ 1 થી 21 રેખાઓ ધરાવે છે.
- તેનું કદ મિલીમીટરમાં માપવામાં આવે છે.
-રુદ્રાક્ષ નેપાળમાં 20 થી 35 મીમી (0.79 અને 1.38 ઇંચ) અને ઇન્ડોનેશિયામાં 5 અને 25 મીમી (0.20 અને 0.98 ઈંચ) વચ્ચેના કદમાં જોવા મળે છે.
- રુદ્રાક્ષ લાલ, સફેદ, ભૂરા, પીળા અને કાળા રંગોમાં પણ ઉપલબ્ધ છે.
રુદ્રાક્ષના વૃક્ષને વાવવાની પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ
- એર લેયરિંગ પદ્ધતિ દ્વારા રુદ્રાક્ષનું વૃક્ષ વાવી શકાય છે.
- 3 થી 4 વર્ષ જૂના છોડની શાખામાં, પેપિનમાંથી રીંગ કાપીને તેના પર શેવાળ લગાવવી
- આ પછી, તે 250 માઇક્રોન પોલિથીનથી ઢંકાયેલા રાખવા
- બંને બાજુથી દોરી બાંધીને રાખવુ
- 45 દિવસ બાદ તેમા મીળ લાગશે ત્યારબાદ તેને કાપીને નવી બેગમાં મૂકવા
- આમ કરવાથી રૂદ્રાક્ષનો છોડ 15 થી 20 દિવસ પછી વધવા માંડેશે
- જો ઘરે રૂદ્રાક્ષનું ઝાડ વાવવા ન માંગતા હોય તો નર્સરીમાંથી પણ રુદ્રાક્ષનો છોડ ખરીદી શકો છો.
રુદ્રાક્ષમાં ઔષધિય ગુણો પણ સમાયેલા છે
- ગળામાં રુદ્રાક્ષની માળા પહેરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.
- રુદ્રાક્ષનું તેલ ખરજવું અને ખીલથી રાહત પૂરી પાડે છે.
- રુદ્રાક્ષ શ્વાસનળીના અસ્થમામાં પણ રાહત આપે છે.
- રુદ્રાક્ષ ધારણ કરવાથી હૃદયરોગ અને ગભરાટ વગેરેથી રાહત મળે છે.
Share your comments