તમે બધા જાણતા જ હશો કે ચણા કેવા હોય અને ચણા ખાધેલા પણ હશે. પરંતુ તમને એ નહી ખબર હોય કે ચણાના કેટલા પ્રકાર હોય છે તો આજે તમને ચણાની કેટલી જાતી છે તેના વિશે વિસ્તારથી જાણકારી આપીશુ.
ભારતમાં ચણાની મુખ્ય બે જાતો
ભારતમાં ચણાના મુખ્ય બે પ્રકારો છે કાબુલી અને દેશી. કાબુલી જાતો મોટા દાણાવાળી અને સફેદ હોય છે જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડતી હોવાથી ગુજરાતમાં તેનુ ધાર્યુ ઉત્પાદન મળતુ નથી. ઉત્તર ભારતમાં ચણા પકવતા રાજયોમાં તે વધુ અનુકૂળ આવે છે. આપણા રાજયમાં ટૂકો અને હળવો શિયાળો હોવાથી દેશી ચણાની જાતો વધુ અનુકૂળ આવે છે.
દેશી ચણા
- દેશી ચણા પીળા હોય છે જેનો દાણો કાબુલીની સરખામણીએ નાનો હોય છે.
- દેશી ચણાની ગુજરાત માટે બે જાતો બહાર પાડવામાં આવી છે.
- ગુજરાત ચણા-૧ જાત, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે છે. આ જાત પિયત અને બિનપિયત બન્ને વિસ્તારો માટે છે.
- જૂની જાતો દાહોદ પીળા અને આઇ.સી.સી.સી. ૪ કરતાં તેનો ઉતારો ૨૫ ટકા વધુ આવે છે. પિયતમાં આ જાતનો ઉતારો ૨૦૦૦ થી ૨૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટરે મળે છે
- બિનપિયતમાં હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કિલોગ્રામ ઉતારો મળે છે.
ગુજરાત ચણા-૨
- ગુજરાત ચણા-૨ બિન પિયત જાત હોવાથી ભાલ અને ઘેડ વિસ્તાર માટે અનુકૂળ છે.
- લગભગ ૯૦ થી ૯૫ દિવસમાં પાકતી આ જાતનો ચણા ચાફા જાતના ચણા કરતા અઢીથી ત્રણ ગણા મોટા હોવાથી બજારભાવ વધારે મળે છે.
- આ જાતનો ઉતારો બિન પિયતમાં હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કિલોગ્રામ આવે છે.
- આ જાત સુકારાના રોગ સામે સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે.
- આ જાત ભાલમાં ખૂબ જ લોકપ્રિય થયેલ છે.
- ભાલ અને ઘેડ ઉપરાંત ગોધરા, દાહોદ, ભરૂચ, નવસારી, ખેડા, વડોદરામાં પત તેનુ વાવેતર કરવામાં આવે છે.
- ખેડામાં ગુજરાત ચણા-૨ જાત ડોલરચણા અને ભાલમાં બુટ ભવાની તરીકે જાણીતી થયેલ છે.
- આ જાતના દાણા મોટા હોવાથી કાચા જીજરા માટે વધારે અનુકૂળ માલૂમ પડેલ છે.
- પંચમહાલ જીલ્લામાં પણ તાજેતરમાં આ જાતના બીજની માંગ ઉભી થયેલ છે.
Share your comments