Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુ તમે બટાકાની ખેતી કરો છો ? માત્ર એક ફોટો પાડી લો પાકમાં ક્યો રોગ છે ? તરત જ ખબર પડી જશે

IIT મંડી દ્વારા વિકસિત કરવામાં આવેલા ઉપકરણ બટાકાના પાંદડાઓનો ફોટોમાં રોગનાશક ભાગને શોધી શકે છે. સંશોધનકારોએ આ ઉપકરણને વધુ વ્યવહારુ ઉપયોગ માટે એક સ્માર્ટફોન એપ્લીકેશનમાં ફેરવવાનું કામ કરી રહ્યા છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

IIT મંડી દ્વારા વિકસિત કરવામાં આવેલા ઉપકરણ બટાકાના પાંદડાઓનો ફોટોમાં રોગનાશક ભાગને શોધી શકે છે. સંશોધનકારોએ આ ઉપકરણને વધુ વ્યવહારુ ઉપયોગ માટે એક સ્માર્ટફોન એપ્લીકેશનમાં ફેરવવાનું કામ કરી રહ્યા છે.

ભારતીય ટેકનોલોજી સંસ્થા, મંડી (IIT Mandi)ના સંશોધકોએ બટાકાના પાકમાં રોગોને શોધવા માટે શાનદાર નવીનતા લાવી છે. સંશોધકોએ આર્ટિફિકલ ઇન્ટેલિજન્સ આધારિત એક ટેકનોલોજી વિકસાવી છે જેના દ્વારા બટાકાના છોડના પાંદડાઓનો ફોટાનો ઉપયોગ કરી રોગોને શોધી શકાશે. કેન્દ્રીય બટાકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલાના સહયોગથી કરવામાં આવેલા આ સંશોધનમાં પાંદડાઓમાં રોગ હોવાની જાણકારી મેળવવા માટે Artificial Intelligence નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

IIT Mandiની સ્કૂલ ઑફ કમ્યુટિંગ એન્ડ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર ડૉ. શ્રીકાંત શ્રીનિવાસની દેખરેખમાં સેન્ટ્રલ પોટેટો રિચર્સ ઈન્સ્ટિટ્યુટ (CPRI) શિમલની સાથે મળી આ રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) ટેક્નોલોજીથી રોગગ્રસ્ત ભાગના પાંદડાઓને શોધવામાં સફળતા મળી છે.

પાંદડાના રોગની જાણ થશે

સામાન્ય રીતે બટાકા (Potato) ની ખેતીમાં બ્લાઈટ નામનો રોગ હોય છે. આ રોગ (Disease) ને સમય પર ન રોકવામાં આવે તો થોડા દિવસોમાં જ પાક ખરાબ થઈ જાય છે. જેની તપાસ કરવા માટે એક્સપર્ટસ અથવા કૃષિ વૈજ્ઞાનિકો ખેતરમાં જાય છે. ખુબ જ બારીકાઈથી તપાસ કર્યા બાદ આ રોગ શોધી શકાય  છે.

બટાકાની ખેતીના પાકમાં રોગને શોધી કાઢશે આ ટેકનોલોજી

હવે આ નવી ટેક્નોલોજી (Technology) ને વિકસિત થયા બાદ માત્ર પાંદડાઓનો ફોટાથી ખબર પડશે કે, પાક કેટલો ખરાબ છે.  તેમજ ખેડૂતો (Farmer) ને પણ જાણકારી થશે કે પાક ખરાબ થઈ રહ્યો છે અને સમય રહેતા જ કીટનાશકોનો ઉપયોગ કરી પાકને બચાવશે.

મોબાઈલ એપના રુપમાં વિકસિત કરાશે

આઈઆઈટી મંડી (IIT Mandi) દ્વારા વિકસિત કરવામાં આવેલા ઉપકરણ બટાકાના પાંદડાઓનો ફોટોમાં રોગનાશક ભાગને શોધી શકે છે. સંશોધનકારોએ આ ઉપકરણને વધુ વ્યવહારુ ઉપયોગ માટે એક સ્માર્ટફોન એપ્લીકેશનમાં ફેરવવાનું કામ કરી રહ્યા છે.

આવી રીતે કામ કરશે મોબાઈલ એપ

આ મોબાઈલ એપ્લિકેશનથી બટાકાના છોડમાં જે પાંદડા પર રોગ આવ્યો હોય તે પાંદડાનો  આ એપ્લિકેશનામા  ફોટો પાડશો તો આ એપ્લિકેશન મારફતે તરતજ ખબર પડી જશે કે પાંદડાઓ ખરાબ થઈ રહ્યા છે કે નહિ, ખેડૂતોને સમયસર જાણ થશે કે, તેમના બટાકાની ખેતી ખરાબ થઈ શકે છે.

એક્સપર્ટ આ અંગે શુ કહેવા માંગે છે?

આઈઆઈટી મંડીના એસશિએટ પ્રોફેસર ડૉ. શ્રીકાંત શ્રીનિવાસનું કહેવુ છે કે, બટાકાના છોડમાં તેમના પાંદડાઓમાં એક સામાન્ય રોગ છે. આ રોગ એવો છે કે એક અઠવાડિયામાં જ આખા ખેતરમાં વાવેલ બટાકાનો નાશ કરી શકે છે

વધુમાં તેમણે જણાવ્યું કે, આ રોગની ઓળખ અનુભવિ અને એક્સપર્ટ કર્મચારીઓએ ખેડૂતના ખેતરની રૂબરૂ મુલાકાત લઈને  કરી હતી. પાકમાં ક્યા પ્રકારનો રોગ આવ્યો છે અને તેનો ઈલાજ શોધવા માટે ખેતી અંગેનું જ્ઞાન હોવુ જરૂરી છે.આઈઆઈટી મંડીમાં અનુસંધાનકર્તા જો જૉનસને જણાવ્યું કે, આ નવી શોધથી આ સમસ્યાને દુર કરવામાં મદદ મળી શકે છે. જેમાં સ્માર્ટફોન એક ઉપયોગી સાધન બની શકે છે. બધી જગ્યાએ એક્સપર્ટ પહોંચી શકતા નથી ત્યારે આ એપ્લીકેશન એ એક કાર્ગરરૂપ સાબિત થઈ છે. ખેડૂતોને આ એપની મદદથી સરળતાથી સંપૂર્ણ માહિતી મળી રહે છે.

ભારતમાં, મોટાભાગના વિકાસશીલ દેશોની જેમ, આ રોગને ક્ષેત્રની મુલાકાતોમાં પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા ઓળખવામાં આવે છે. આ કંટાળાજનક અને અવ્યવહારુ છે, ખાસ કરીને દૂરસ્થ વિસ્તારો માટે, કારણ કે તેમાં બાગાયતકારો ની જરૂર છે. જે ક્ષેત્રો સુધી પહોંચવામાં અસમર્થ છે તે આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે અને આ બાબતમાં સ્માર્ટફોન એક ઉપયોગી સાધન બની શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More