કપાસમાં કાબરી, લીલી, ગુલાબી અને લશ્કોરી ઈયળ માટેનાં ફેરોમોન ટ્રે૫મળે છે. ફેરોમોન ટ્રે૫માં ઉ૫રોકત જીવાતનાં નર ફૂદાં આકર્ષાઈનેઆવે છે જેથી જીવાતના નિયંત્રણનાં ૫ગલા લેવામાં અનુકૂળતા રહે છે.
» લીલી, ગુલાબી, કાબરી અને લશ્કરી ઈયળોના નર ફૂદાના સામુહિક એકત્રીકરણ માટે વીઘા દીઠ 5 થી 6 ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને લ્યેુર દર 30 દિવસે બદલવી.
» ફેરોમોન ટ્રે૫ કપાસની ટોચથી 1-1.5 ફૂટ ઉંચાઈએ રાખવા.
» ગુલાબી ઈયળનાં ઢાળિયા કીટક દેખાય ત્યારે તેના નિયંત્રણ માટે હેકટરે 30 થી 35 ફેરોમેન ટ્રેપગોઠવવા.
» ચુસીયા પ્રકારની જીવાત નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડનો છંટકાવ કરવો. કપાસમાં મુળખાઈના રોગનાં નિયંત્રણ માટે કોપર ઓકઝીક્લોરાઈડ 40 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી ડ્નરે્ચીંગ કરવું.
» કપાસની સારી વૃધ્ધિ વધારવા માટે નેપ્થેલીન એસીટીક એસીડનો ૫૦ અને 70માં દિવસે છંટકાવ કરવો.
» કપાસના ખેતરની ફર તે ગલગોટાની વાવણી કરવાથી લીલી ઈયળનું ફૂદુ ગલગોટાના ફૂલ તરફ આકર્ષાય છે અને ફૂલ ૫ર પોતાના ઈંડા મૂકે છે. ગલગોટાનાં ફૂલને ઈંડા તથા ઈયળ સહિત તોડી લેવાથી ઈયળથી થતું નુકસાન કાબુમાં રાખી શકાય છે. ફૂલને બજારમાં વેચવાથી પુરક આવક ૫ણ મળી રહે છે.
મગફળી
સામાન્ય રીતે મગફળી જમીનમાં લોહ તત્વની ખામીના લીધે પીળી પડતી હોય છેજેના નિરાકરણ માટે 100 ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરા કસી) અને 10 ગ્રામ સાઈટ્રીક એસિડ (લીંબુના ફૂલ ( 10 લીટર પાણીમાં ઓગળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા બે છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવા.
તલ
તલનાં પાકમાં ઇન્ડોલ એસેટિક એસીડ(IAA) ૧ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ફૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરવો. પાન/ થડનો સુકારોનાં નિયંત્રણમાટે કોપરઓક્ઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.
સુર્યમુખી
સૂર્યમુખી પાકમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસિલસ થુરીન્ઝીનેસીસ ૨ લી./હેક્ટર અથવા લીલી ઈયળનું એન. પી.વી. ૨૫૦ એલઇ/હેકર અથવા કિવનાલફોસ અથવા ફેનવાલરેટ નો છંટકાવ કરવો.
દિવેલા
જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે વાવતા પહેલા બીજને ફૂગનાશક દવા (થાયરમ) કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઈબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવું.
ડાંગર
ડાંગરની સીરા પધ્ધતિથી પણ વાવેતર કરી શકાય. ખાતર નો જથ્થો ૪૦% નાઈટ્રોજન અને ૧૦૦% ફોસ્ફરસ રોપણી સમયે ૪૦ ટકા ફાલ આવે ત્યારે અને ૨૦% કંટી બેસે ત્યારે ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું .
બાગાયત
ધનીષ્ટ પદ્ધતિમાં વાવેતરનાં અંતરો ઘટાડતાથી નોંધ પાત્ર વધારો ઉત્પાદનો મળ્યા છે. ઉપરાંત જમીન, પાણી, સૂર્યપ્રકાશ, વિગેરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આર્થિક રીતે ફાયદો થાય છે. દરેક ફળઝાડને સમયસર સેન્દ્રીય અનેરાસાયણિક ખાતરો આપવા જોઈએ. ક્યા ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તે ફળપાકની જાત, ઝાડની ઉમર તથા જમીનના પ્રકાર ઉપર આધારરાખે છે. જે માટે ચોમાસામાં લીલો પડવાશ કરવો સલાહ ભરેલ છે. છાણિયું ખાતર ચોમાસા પહેલા એકજ હપ્તે આપી જમીનમાં ભેળવી દેવુ
Share your comments