Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બટાકાના પાકમાં આવતા રોગ અને તેને નિયંત્રિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ

ખેડૂતમિત્રો આજે આપણે એ જાણીશુ કે બટાકાના પાકમાં મુખ્યત્વે ક્યા પ્રકારના રોગો આવતા હોય છે અને આ રોગો પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે નિયંત્રણ લાવી શકાય છે. તો વધારે સમય ન વેડફતા આપણે જાણીયે કે, બટાકાના પાકમાં આવતા રોગો અને તેને નિયંત્રણમાં લાવવાની પદ્ધતિ.

Sukhadev Thakor
Sukhadev Thakor
potato Diseases
potato Diseases

ખેડૂતમિત્રો આજે આપણે એ જાણીશુ કે બટાકાના પાકમાં મુખ્યત્વે ક્યા પ્રકારના રોગો આવતા હોય છે અને આ રોગો પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે નિયંત્રણ લાવી શકાય છે. તો વધારે સમય ન વેડફતા આપણે જાણીયે કે, બટાકાના પાકમાં આવતા રોગો અને તેને નિયંત્રણમાં લાવવાની પદ્ધતિ.

બટાટાનો કોમન સ્કેબ

આ રોગમાં છોડ ઉપર કોઈ પણ પ્રકારનાં લક્ષણો જોવા મળતા નથી પરંતુ બટાટાના કદ ઉપર રતાશ પડતા પાછા ભુખરા રંગના ગોળાકાર કાટખુણા આકારના ઊપસી આવેલ અથવા દબાયેલ ભીંગડા જોવા મળે છે. જેથી બટાટાની ગુણવતા ખૂબ જ ઘટી જાય છે.

આ રીતે રોગ કાબૂમાં લઈ શકાય

  • ઉપદ્રવ લાગેલ પ્લોટમાં ચોમાસામાં લીલો પડવાસ કરવો તેમજ ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીન તપાસવી.
  • ઉપદ્રવ લાગેલ પ્લોટમાં પ્રતિ વર્ષે બટાટાનો પાક ન લેતા પાકની ફેરબદલી તરીકે રજકા બાજરીનો પાક લેવો.
  • રોગીષ્ટ પ્લોટમાં બટાટાને ટૂંકા ગાળે પિયત આપી જમીન ભેજવાળી રાખવી.
  • ખાત્રીવાળું રોગમુક્ત બિયારણ વાપરવું અથવા પોતાના ખેતરમાં તૈયાર કરેલ શુદ્ધ બીજનો ઉપયોગ કરવો.
  • શંકાસ્પદ બિયારણ વાવતાં પહેલાં અથવા આગળના વર્ષે ખેતરમાં આ રોગ આવેલ હોય તો બોરીક એસીડના ૩ ટકાના દ્રાવણમાં આખા કંદ ૩૦ મિનિટ બોળી છાંયે સુકવ્યા બાદ ટુકડા કરી વાવેતરમાં ઉપયોગમાં લેવા.
  • બોરીક એસીડ કોમર્શિયલ ખાત્રીવાળો ૨૦ કિ./હે. ખાતર સાથે વાવેતર પહેલાં જમીનમાં આપી શકાય.
potato Diseases
potato Diseases

બટાકાના પાકમાં આવતા રોગ અને તેને નિયંત્રીતમાં લાવવાની રીત

પાછોતરો સુકારો

રોગની શરૂઆતમાં ટોચના પાન, દાંડી, પ્રકાંડ ઉપર જાંબુડીયા કાળા રંગના ટપકાં જોવા મળે છે. ખૂબ ભેજવાળા હવામાનમાં રોગીષ્ટ પાનના ટપકાંની નીચેની સફેદ રંગની ફુગનો વિકાસ જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં રોગની ઉગ્રતા વધતા પાક દલાઈ ગયો તેમ દેખાય છે. પાકમાં તીવ્ર વાસ આવે છે.

  • મધ્ય ગુજરાત (ખેડા, વડોદરા) અને સૌરાષ્ટ્રમાં આ રોગ જોવા મળે છે.
  • જેના નિયંત્રણ માટે આગોતરા સુકારાના નિયંત્રણ મુજબ દવાનો છંટકાવ કરવો અથવા રોગની તીવ્રતા વધુ હોય તો મેટાલેક્ષીલ (૧ કિલો/હેક્ટર) અથવા (૧.૫ કિલો/ હેક્ટર) પ્રમાણે ૧૦૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  • આવા બે-ત્રણ છંટકાવ કરવાથી પણ પાછોતરા સુકારાનું ઘણું સારું નિયંત્રણ મળે છે. તદ્ઉપરાંત આ રોગ સામે પ્રતિકારશક્તિ ધરાવતી કુફરી બાદશાહ, જવાહર અને ટીપીએસ જાતોનું વાવેતર કરવું.

આગોતરો સુકારો

ફુગથી થતા આ રોગની શરૂઆતમાં છોડની નીચેના પાન ઉપર બદામી રંગના છૂટા છવાયા લંબગોળ અથવા કાટખૂણ આકારનાં ટપકાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં આ ટપકાં જ્યારે વિકાસ પામે ત્યારે ઘણી વાર તેમાં ચક્રની અંદર ચક્ર જોવા મળે છે. અને રોગ દરેક પાન ઉપર ફેલાઈ જાય છે.

  • આ રોગને કાબૂમાં લેવા માટે મેન્કોઝેબ નામની ફુગનાશક દવા ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી બટાટાના વાવેતર બાદ ૪૫ દિવસે પ્રથમ છંટકાવ કરવો ત્યારબાદ ૧૦ થી ૧૫ દિવસના અંતરે એક છંટકાવ કરવો.
  • હવામાન જયારે વાદળવાળું અથવા કમોસમી માવઠા જેવું હોય ત્યારે ખાસ છંટકાવ કરવો.

પાન ખાનાર ઇયળ (હેલીયોથીસ)

ઈયળ પાન પાન ખાઈને નુકસાન કરતી હોય છે, તે રંગે ભુખરા રંગની કે લીલા રંગની હોય છે.

  • નિયંત્રણ માટે ઇયળ જણાય કે તરત જ એન્ડોસલ્ફાન ૧૫ મી.લી. અથવા મોનોક્રોટોફોસ ૧૨.૫ મી.લી. અથવા ક્વિનાલફોસ ૨૦મી.લી. પ્રમાણે દવા ૧૦લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ચુસિયા પ્રકારની જીવાતો (મોલો, તડતડીયા, સફેદ મશી)

આ પ્રકારની જીવાતો પાન નીચે રહી રસ ચૂસી નુકસાન પહોંચાડે છે. વધુમાં મોલો જેવી જીવાત વિષાણુથી થતા રોગો જેમ કે, પંચરંગીયો, કોકડવા વિગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે.

  • નિયંત્રણ માટે ડાયામીથોએટ અથવા મીથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર પડે ૧૦- ૧૫ દિવસના અંતરે બીજો છંટકાવ કરવાથી ચુસિયા પ્રકારની જીવાતોને નિયંત્રણમાં રાખી શકાય છે.

સ્ટેમ નેક્રોસીસ

  • આ રોગને લીધે શરૂઆતમાં થડ ઉપર બદામી રંગના ડાઘા પડી જાય છે. જેની ઉગ્રતા વધતાં ચાઠા મોટા થઈને પાનની દાંડી, ટોચ સુધી પ્રસરી જાય છે અને થડ કાળું પડી જાય છે. કેટલીક વાર થડ ભાંગી જઈને છોડ સુકાવા લાગે છે.
  • આ રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત જણાય તે વખતે મોનોક્રોટોફોસ અથવા મથાઈલએ-ડિમેટોન દવાનો ૧ મી.લી. પ્રતિ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
  • જો રોગને અનુકૂળ વાતાવરણ હોય તો ૧૫ દિવસના ગાળે બીજા બે છંટકાવ કરવા હિતાવહ છે. સમયસર વાવેતર કરવાથી રોગનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.

થડ કાપી ખાનારી ઇયળ

 પાકની શરૂઆતની અવસ્થામાં છોડને જમીન સરખા કાપી નુકસાન કરે છે અને પાછલી અવસ્થામાં કંદ બેસે ત્યારે તેમાં દાખલ થઈ ગર્ભ ખાઈને ખોખાં બનાવી નુકસાન પહોંચાડે છે.

  • નિયંત્રણ માટે સાંજના સમયે પાળા અને થડ ઉપર એન્ડોસલ્ફાન ૧૨.૫ મી.લી. અથવા કાર્બોરિલ ૨૦ ગ્રામ અથવા ક્લોરપાયરીફોર્સ ૨૦મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More