અમેરિકન તુલસી ખેડૂતો માટે કમાણીની એક સારી એવી તક છે, અમેરિકન તુલસીને કાળી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાળી તુલસીના પાકની ખાસિયત એ છે તેને જલ્દી ન તો કોઈ રોગ લાગે છે અને ન તો વધારે ખાતર પાણીની જરૂર પડે છે.
ભારતમાં તુલસીનું ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. મોટાભાગના હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીની પણ ખેતી થાય છે અને તેના અનેક લાભ છે. તુલસીના પાનનો ઉપયોગ દવા બનાવવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી થાય છે. આ ઉપરાંત તુલસી અસ્થમા, શરદી, ઉધરસ, ખાંસી, અલ્સર, માથાનો દુખાવો, અપચો જેવી બીમારીમાં પણ લાભદાયી છે. તે કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવામાં પણ ઉપયોગી છે. શિયાળાની મોસમમાં ઘણા લોકો તુલસી પાન મિશ્રિત ઉકાળો પીવે છે.ઉપરાંત તુલસીની વિવિધ જાત પણ હોય છે. તો આજે આપણે વાત કરીશુ અમેરિકન તુલસી એટલે કે કાળી તુલસીની ખેતી કેવી રીતે કરી શકાય.
રામ કપૂર તુલસી, લેમન તુલસી, વન તુલસી, મરવા તુલસી, કાળી તુલસી, શ્યામમીઠી તુલસી વગેરે અલગ અલગ તુલસીના પ્રકાર હોય છે. લખનૌના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ અને એરોમેટિક પ્લાન્ટ સંસ્થાએ તુલસીની નવી જાતની શોધ કરી છે. રોગો તેના પર બહું અસર કરતાં નથી. આરઆરએલઓપી -14 જાતનો તુલસીનો છોડ ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, પશ્ચિમ ભારતમાં સારા પરિણામો આપેલા છે. સિંચાઈ માત્ર ઓછી વખત કરવી પડે છે.
અમેરિકન તુલસીની ખેતી (Cultivation Of Tulsi)
તુલસીની ખેતીમાં નવી ટેક્નોલોજી અને નવી પદ્ધતિથી વિવિધ પ્રકારની ખેતી કરીને સારો એવો નફો મેળવી રહ્યા છે. જેમાં ન માત્ર સામાન્ય પાકો પરંતુ વિદેશોમાં થતાં પાકોની પણ ખેતી થઈ રહી છે. ત્યારે અમેરિકન તુલસી પણ ખેડૂતો માટે ખૂબ જ નફાકારક સાબિત થઈ રહી છે. અમેરિકન તુલસી એટલે કે કાળી તુલસીના પાકની ખાસિયત એ છે તેને ન તો કોઈ રોગ લાગે છે અને ન તો વધારે ખાતર પાણીની જરૂર પડે છે.
કાળી તુલસીના ઉપયોગ
કાળી તુલસીના તેલની સુગંધ વરિયાળી જેવી હોય છે. કાળી તુલસીના પાંદડા પણ લીલા હોય છે પરંતુ તેના બીજ કાળા અને ત્રિકોણ આકારના હોય છે. ત્યારે રામ અને શ્યામ તુલસી હોય છે. રામ તુલસીનો ઉપયોગ પૂજામાં થાય છે. તેના પાંદડા પણ લીલા રંગના હોય છે. પરંતુ બીજ ભૂરા રંગના હોય છે. રામ તુલસીના પાંદડા, બીજ અને ડાળખી પણ વેચાય છે. જેનો ઉપયોગ કફ સિરપમાં થાય છે. તુલસીના બીજના તેલમાંથી ફાલૂદા અને આઈસક્રીમ સહિત યૂરિન સંબંધિત દવાઓ પણ બને છે.
કાળી તુલસીની ખેતી થાય છે કેટલો ખર્ચ
અમેરિકન તુલસી એટલે કે કાળી તુલસીની ખેતીમાં રોકાણ ઓછુ અને નફો વધારે હોય છે. એક એકરમાં 40 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે પ્રતિ એકરમાં 80 કિલો નાઈટ્રોજન, ડીએપી 25 કિલોની જરૂર શરૂઆતમાં રહે છે. જ્યારે છાણનું સડેલું ખાતર 10 ટનની જરૂર પડે છે.
ક્યારે કરવું વાવેતર
જૂન મહિનામાં કાળી તુલસીની ખેતીની તૈયારી શરૂ કરવામાં આવે છે. જૂનમાં જ કાળી તુલસીની નર્સરી લગાવવામાં આવે છે. જેના એક મહિના બાદ છોડ રોપવામાં આવે છે. જેના પહેલા ખેતર તૈયાર કરવામાં આવે છે જેમાં 5-6 ટન પ્રતિ એકર છાણિયું ખાતર નાખીને ખેડ કરવી પડે છે. ત્યાર પછી ક્યારા બનાવવાના હોય છે. જેમાં લાઈનથી લાઈન 50 સેમીનું અંતર અને છોડથી છોડ 25 સેમીનું અંતર રાખવામાં આવે છે.
કેટલા દિવસનો લાગે છે સમય
તુલસીનો પાક 120 થી 150 દિવસમાં તૈયાર થઈ જાય છે. જો પાંદડાઓનો અર્ક બનાવવો છે તો 60 દિવસમાં તેની લણણી કરી લેવામાં આવે છે. સામાન્ય રીતે 150 દિવસમાં પાક તૈયાર થાય છે. એક એકરમાં લગભગ 8 ક્વિન્ટલ કાળી તુલસીના બીજ તૈયાર થાય છે. ત્યારે વધારાના ભાગનો ભૂકો બનાવી લેવામાં આવે છે. કટિંગ વગરની તુલસી 120 દિવસમાં તૈયાર થાય છે. જેમાં 10 ક્વિન્ટલ સુધી બીજનું ઉત્પાદન થાય છે.
કેટલું મળે છે ઉત્પાદન અને કિંમત
એક એકરમાં 8 થી 10 ક્વિન્ટલ કાળી તુલસીના બીજ મળે છે. એક કિલો બીજની માર્કેટમાં અંદાજે 80 થી 150 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. તુલસીના પાન, બી અને થડનો ઉપયોગ થાય છે. પાનમાંથી તેલ કાઢવામાં આવે છે. હેક્ટરે 170થી 200 કિલો તેલ નિકળે છે. કિલોનો ભાવ 700-800 મળી રહે છે. તેલનો ભાવ એક કિલોનો ઘણી વખત રૂ.1500 મળે છે.
આ પણ વાંચો : લીલીના ફૂલથી થશે સારી કમાણી
આ પણ વાંચો : બદામની ખેતીથી થઈ શકે છે લાખોની કમાણી
Share your comments