સરગવાની ખેતી કરીને બમણી આવક મેળવી શકાશે
કૃષિ વૈજ્ઞાનિક ડો.એસ.કે.સિંઘ જણાવે છે કે ઘણા એવા ખેડૂતો છે કે જે સરગવાની ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે. દિન-પ્રતિદિન બજારમાં કેમ સરગવાની માંગ વધતી જઈ રહી છે તેનું સેવન કરવાથી શરીરમાં કેવા ફાયદા થઈ શકે છે તેના વિષે પણ આપણે જાણવું જરૂરી છે
સરગવાનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે
સરગવાનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે. સરગવાનું ઝાડ મૂલ્યવર્ધક છે તેના ઝાડના તમામ ભાગોનો ઉપયોગ ખોરાક, દવા, ઔદ્યોગિક કાર્ય વગેરેમાં થાય છે. સરગવાનુ ઝાડ એ બારે માસ વાવી શકાય તેવું ઝાડ છે અને સરગવાની ઝાડમાંથી બારે માસ ઉત્પાદન મેળવી શકાય છે. સરગવાની ખેતી ફક્ત ભારતમાં જ નહીં પણ ફિલિપાઈન્સ, હવાઈ, મેક્સિકો, શ્રીલંકા, મલેશિયા વગેરે દેશોમાં થાય છે.
વર્ષમાં 2 વખત મેળવી શકાય છે ઉત્પાદન
કૃષિ વૈજ્ઞાનિક ડો.એસ.કે.સિંઘ કહે છે કે સરગવાની ખેતીથી ખેડૂતો સરળતાથી સારી આવક કરી રહ્યા છે. પરંતુ આપણે એ પણ જાણવાની જરૂર છે કે તેને ખાવાથી આપણને શું ફાયદો થઈ શકે છે. સરગવાનો પાક વર્ષમાં બે વાર મેળવી શકાય છે. દેશી સરગવાનો પાક વર્ષમાં એક વાર મેળવી શકાય છે
દક્ષિણ ભારતમાં સરગવાનું સૌથી વધુ વાવેતર
મોટા ભાગે શિયાળામાં સરગવાની સીંઘ બજારમાં વધારે જોવા મળે છે સગરવાની સીંઘશાકભાજીમાં ગણાય છે લોકો તેની સીંઘનુ શાક બનાવીને ખાય છે. સળગવાની ઘણી બધી પ્રજાતિ છે જેમાથી કેટલીક પ્રજાતીના ઝાડ બારે માસ સીંઘો આપે છે તો કેટલીક વર્ષમાં બે વાર સીંઘો આપે છે. સરગવાની ખેતી સૌથી વધુ દક્ષિણ ભારતમાં વઘારે થાય છે. દક્ષિણ ભારતના ખેડૂત દર વર્ષે સરગનાની ખેતી કરે છે અને સીઝન દરમિયાન સરગવાની સીંઘો વેચીને બમણી આવક મેળવી શકે છે. દક્ષિણ ભારતના લોકો સાંભરમાં પણ સરગવાની સીંઘો નાખે છે. અહીં સરગવાની સૌથી વધુ માંગ રહે છે
સરગવાની ખેતી કરવી એકદમ સરળ છે
- સરગવામાં વિવિધ ઔષધીય અને ઔદ્યોગિક ગુણધર્મો રહેલ છે જેના કારણે સરગવાની ખેતી કરી ખેડૂત લાંબા સમય સુધી આવક મેળવી શકે છે.
- સરગવો એક પાક છે જે કોઈ ખાસ કાળજી લીધા વિના અને શૂન્ય ખર્ચ પર આવક આપતો હોય છે.
- બિનઉપયોગી જમીન પર કેટલાક સરગવાના છોડ રોપવાથી ઘરના ભોજન માટે ઉપલબ્ધ થશે
- તે વેચીને પણ તેઓ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સરગવામાં અને પાંદડામાં વિપુલ પ્રમાણમાં પોષક તત્વો અને વિટામિન હોય છે
સરગવાનું સેવન કરવાથી આ રોગોથી છૂટકારો મેળવી શકાય છે
- કેન્સરના ડોક્ટર ચંદ્રદેવ પ્રસાદે કહ્યું કે આયુર્વેદ મુજબ સરગવામાં અને પાંદડામાં વિપુલ પ્રમાણમાં પોષક તત્વો અને વિટામિન હોય છે.
- એક અધ્યયન મુજબ તેમાં દૂધ કરતાં ચાર ગણા પોટેશિયમ અને નારંગી કરતા સાત ગણા વિટામિન સી હોય છે. જે શરીર માટે ખૂબ જ ખાસ છે.
- સરગવાની છાલ, પાંદડા, બીજ, ગમ, મૂળ વગેરેમાંથી આયુર્વેદની દવા તૈયાર કરી શકાય છે.
- સરગવાની છાલ પીસવાથી ઘૂંટણની પીડામાં મહત્તમ રાહત મળે છે.
-સરગવાના પાવડરને ગંધ કરવાથી માથાનો દુખાવોમાં ત્વરિત રાહત મળે છે.
- બજારમાં મોરિંગ્યાની ચાસણી પણ આવી છે, જે સરગવાના પાંદડામાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ 300થી વધુ રોગોની સારવારમાં થાય છે.
Share your comments