Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સૌથી વધુ નફો રળી આપતા પાક

મોંઘવારીના આ સમયમાં હવે ખેતીવાડીને નવી પદ્ધતિથી કરવી તે ખૂબ જરૂરી બની ગઈ છે. સામાન્ય પાકોને ઉગાડવા કરતા વિશેષ પાકોને ખાસ પદ્ધતિથી વાવેતર કરો. આ સંજોગોમાં ખેડૂતો એવા પાકોની ખેતી કરી શકે છે કે જેના મારફતે ખેડૂતભાઈઓ સારા પ્રમાણમાં નફો મેળવી શકે છે. કૃષિક્ષેત્રમાં સારી કમાણી થતી નથી તે વાત કહેવી કંઈક હસ્તક ખોટી હશે કારણ કે આજે અનેક એવા ખેડૂતભાઈ છે જે સારી તકનીકનો ઉપયોગ કરી, સારા ખાતર તથા પોષક તત્વો તથા મશીનોનો ઉપયોગ કરી ઉન્નત ખેતી કરી બજારમાંથી સારા મૂલ્ય પ્રાપ્ત કરી શકે છે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

મોંઘવારીના આ સમયમાં હવે ખેતીવાડીને નવી પદ્ધતિથી કરવી તે ખૂબ જરૂરી બની ગઈ છે. સામાન્ય પાકોને ઉગાડવા કરતા વિશેષ પાકોને ખાસ પદ્ધતિથી વાવેતર કરો. આ સંજોગોમાં ખેડૂતો એવા પાકોની ખેતી કરી શકે છે કે જેના મારફતે ખેડૂતભાઈઓ સારા પ્રમાણમાં નફો મેળવી શકે છે. કૃષિક્ષેત્રમાં સારી કમાણી થતી નથી તે વાત કહેવી કંઈક હસ્તક ખોટી હશે કારણ કે આજે અનેક એવા ખેડૂતભાઈ છે જે સારી તકનીકનો ઉપયોગ કરી, સારા ખાતર તથા પોષક તત્વો તથા મશીનોનો ઉપયોગ કરી ઉન્નત ખેતી કરી બજારમાંથી સારા મૂલ્ય પ્રાપ્ત કરી શકે છે.

સૌથી વધુ નફો રળી આપતા પાક
સૌથી વધુ નફો રળી આપતા પાક

ઔષધીય છોડની ખેતી (Medicinal Plants)

કૃષિના ક્ષેત્રમાં ઔષધીય છોડનો વ્યાપાર કરવું તે આજના સમયમાં ખૂબ જ લાભદાયક કારોબાર સાબિત થયો છે. તમે જે જડીબૂટીઓની ખેતી કરવા ઈચ્છતા હોય તે વિશે સૌથી પહેલા સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી લો. ઔષધીય છોડોના પાક ઉગાડવા માટે પૂરતા પ્રમાણમાં માહિતી હોવી જરૂરી છે, જેથી કોઈ પણ પ્રકારના નુકસાનને ટાળી શકાય. તમે ઓછા પ્રમાણમાં મૂડી રોકાણ કરીને પણ ઔષધી અથવા જડી-બૂટીવાળા છોડો લગાવી શકો છો, જેની આજના સમયમાં ઘણી માંગ રહેલી છે.

બાગાયતી છોડની ખેતી (Horticulture Plants)

ફળ અને શાકભાજી જેવી બાગાયતી ખેતી વ્યવસાયિક રીતે ખૂબ જ લાભદાયક હોવાની સાથે રોકડીયા સ્વરૂપના પણ પાક છે. સારો પાક મેળવવા માટે એ જાણવું જરૂરી છે કે વિશેષ ક્ષેત્રમાં ખેતી માટે કઈ જાતો સર્વશ્રેષ્ઠ છે.બાગાયતી ખેતીને ભારતમાં સૌથી લાભદાયક માનવામાં આવે છે, કારણ કે તેમા મોટાભાગે એવા છોડો અથવા વૃક્ષો હોય છે, જેને એક વખત લગાવ્યા બાદ લાંબા સમય સુધી પાક મેળવી શકાય છે. આ ઉપરાંત શાકભાજીની ખેતી પણ ખૂબ જ લાભદાયક છે કારણ કે તે ઉચ્ચ નફો મેળવવા સાથે રોકડીયા પાક છે.

શેરડીની ખેતી (Sugarcane Farming)

શેરડીનો પાક સૌથી વધારે ઉપજ આપનાર પાકો પૈકીનો એક છે અને તે રોકડીયો પાક છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે શેરડીની એક વખત રોપણી બાદ તેમાંથી 3 પાક સરળતાથી મેળવી શકાય છે. આ એક લાંબી અવધિના પાક છે અને તે તમારા જીવન ચક્ર સમયે વરસાદ, ઠંડી અને ગરમી જેવી તમામ મૌસમોનો સામનો કરી શકે છે.

મસાલાની ખેતી(Spices Farming)

ભારતીય મસાલા વિશ્વભરમાં ખૂબ જ જાણિતા છે. ભારતમાંથી વિશ્વના અનેક દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે. આ પૈકી કેટલાક મસાલા તો ખૂબ જ મોંઘા હોય છે તેમ જ તેની માંગ પણ ખૂબ જ હોય છે. કેસર, ઈલાયચી, શુદ્ધ વેનિલા ફાળો વગેરે ખૂબ જ મોંઘા મસાલા હોય છે. જો આ પાકોની ખેતી માટે અનુકૂળ વાતાવરણ મળતુ હોય તો તેની ખેતી ખૂબ જ લાભદાયક હોય છે. આ પૈકી કેટલાક પાકની ખેતી માટે સરકાર તરફથી સહાયતા પણ મળે છે. આ મસાલાની ખેતી વ્યવસાયિક રીતે ખૂબ જ લાભદાયક છે.

લવેંડરની ખેતી(Lavender Farming)

લવેંડર વિશ્વભરમાં ઉત્પાદન કરવા માટે લાભદાયક રોકડીયા પાક (commercial cash crop plants) તરીકે માનવામાં આવે છે. જળવાયુ અને માટીની સ્થિતિ લવેંડરની ખેતીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. લવેંડરને વધારે ભેજ સાથે તડકા તથા ઠંડીની સિઝનની પણ આવશ્યકતા રહે છે.

કપાસની ખેતી(Cotton Farming)

કપાસ સૌથી મહત્વનો ફાઈબર્સ પૈકીનો એક છે અને કપાસની ખેતી એક લાભદાયક રોકડીયો પાક છે. તે ઔદ્યોગિક તથા અર્થતંત્રમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કપાસ એક માલવેસી કૂળનો સભ્ય છે. તેની બે જાત જોવા મળે છે, જે પૈકી પહેલી દેશી કપાસ અને બીજી અમેરિકન કપાસ છે. તેના તારમાંથી કપડા તૈયાર થાય છે. કપાસિયાનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે કરવામાં આવે છે અને વધુ સારા દૂધ ઉત્પાદન માટે દૂધાળુ પશુઓના ઘાસચારામાં પણ કપાસ એક ખરીફ પાક છે. તે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટીબંધીય ક્ષેત્રોમાં વધારે થાય છે. જો ખેડૂત તેની ખેતી કરે છે તો ખૂબ જ પ્રમાણમાં લાભ થાય છે અને દેશના અર્થતંત્રને ઉત્તેજન આપવામાં પણ મદદ મળે છે.

આ પણ વાંચો: ખેડૂતો ઓછા ખર્ચે મબલખ નફો મેળવી શકે છે, આ રીતે કરો તરબૂચની ખેતી

Related Topics

#crops #profit

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More