હવે આ અભિનેત્રી ખેતી કરી રહી છે એ પણ ઓર્ગેનિક ખેતી.. જી હા, જુહીના મુંબઈની બહાર માંડવા અને વાડા વિસ્તારમાં બે ફાર્મહાઉસ છે. જુહી ફાર્મહાઉસની તે જમીનનો ઉપયોગ ઓર્ગેનિક ખેતી માટે કરે છે. તેના પિતાએ લગભગ 20 વર્ષ પહેલા આ ખેતરો ખરીદ્યા હતા. જેની કેર હવે જુહી કરી રહી છે.
કોરોનાકાળના કપરા સમયમાં જુહીએ તેમનો સૌથી વધુ સમય ખેતી સાથે જ વિતાવ્યો છે. આ દરમિયાન ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી હતી. જુહીએ ખેતરમાં બટાટા, ટામેટા, મેથી, કોથમીર જેવા ઓર્ગેનિક વેરાયટી શાકભાજીનું વાવેતર કર્યું હતું.
જુહી ચાવલા આજકાલ જિંદગીનો ઘણો આનંદ માણી રહી છે. જુહી ચાવલા અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેની ખેતીની તસવીરો શેર કરતી રહે છે. જુહી ક્યારેક જમીનમાં મેથીના દાણા રોપતી અને ક્યારેક ટામેટાંની ખેતી કરતી જોવા મળે છે. તેના ચાહકોને જૂહીની દેશી સ્ટાઈલ પણ પસંદ છે.
આ પણ વાંચોઃધોનીનો વાયરલ વીડિયોઃ ધોની બન્યો ખેડૂત, ટ્રેક્ટર ચલાવીને ખેતર ખેડ્યો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Share your comments