Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મગફળીના પાકમાં મુંડો/સફેદ ઘૈણના આવતા રોગ પર જૈવિક પદ્ધતિથી નિયંત્રણ

સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં મગફળી, બાજરી, જુવાર, મકાઈ, મરચી, શેરડી વગેરે પાકોમાં જયાં ગોરાડુ કે રેતાળ જમીન હોય ત્યા સફેદ ઘૈણનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘૈણના પુખ્ત બદામી રંગના હોય છે. જેને ઢાલિયા કીટક તરીકે પણ ઓળખવામાં આવે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
groundnut
groundnut

સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં મગફળી, બાજરી, જુવાર, મકાઈ, મરચી, શેરડી વગેરે પાકોમાં જયાં ગોરાડુ કે રેતાળ જમીન હોય ત્યા સફેદ ઘૈણનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘૈણના પુખ્ત બદામી રંગના હોય છે. જેને ઢાલિયા કીટક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીવાતના પુખ્ત કીટકને ઢાલીયા અથવા કિંગા અથવા ભૂંગા તરીકે અને ઇયળ અવસ્થા એ મુંડા તરીકે ઓળખાય છે. ઢાલીયા /કિંગા બદામી અથવા કાળા રંગના ચળકતી ઢાલ જેવી પાંખવાળા હોયછે. ઈંડા સફેદ રંગના ગોળ સાબુદાણા જેવા દેખાય છે .જ્યારે ઇયળ સફેદ રંગની મજબૂત બાંધાની અને અંગરેજી ‘સી’ –‘C’ આકારની હોય છે જે મુંડા તરીકે ઓળખાય છે અને તે ત્રણ અવસ્થા માંથી પસાર થાય છે.

groundnut
groundnut

મગફળીના પાકમાં સફેદ ઘૈણનું જૈવિક અને રાસાયણિક નિયંત્રણ :

સફેદ ઘૈણના જીવનક્રમ અને નુકસાન કરવાની ચોક્કસ પ્રકારની ખાસિયતને કારણે તેનું સંપૂર્ણ નિયંત્રણ ફક્ત કીટનાશક દવાઓથી થશે નહિ એટ્લે તેના અસરકારક નિયંત્રણ માટે ઉપદ્વવવાળા વિસ્તારમાં નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓનું સંકલન કરી સામૂહિક ધોરણે પગલાં લેવા ખૂબ જરૂરી છે.

white spot disease
white spot disease
  • ઉનાળામાં ઉડી ખેડ કરવાથી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા પુખ્ત (ઢાલિયા) બહાર આવવાથી સૂર્યના તાપથી અથવા પરભક્ષીથી તેનો નાશ થશે.
  • મેટારાઝીયમ એનીસોપલી નામની પરજીવી ફૂગ ૨.૫ કિ.ગ્રા/ એકર મુજબ ૨૦૦ કિ.ગ્રા. છાણિયા ખાતર અથવા દિવેલીના ખોળમાં વાવણીના ૧૦-૧૫ દિવસ અગાઉ ભેળવીને છાયાવાળી જગ્યામાં રાખવું. તેમાં આંતરે દિવસે પાણી છાંટીને ભેજ આપવો અને બરાબર મિક્સકરવું. આ રીતે મેટારાઝીયમ એનીસોપલી વડે સમૃદ્ધ કરેલું છાણિયું ખાતર અથવા દિવેલીનો ખોળવાવણી વખતે ચાસમાં આપવો.
  • કાર્બોફ્યુરાન ૩% CG @ ૩૩ કિ.ગ્રા/ હેકટર પ્રમાણે વાવેતર પહેલા આપવું.
  • જ્યારે વાવણીલાયક વરસાદ થાય તે દિવસે સાંજે સાત વાગ્યા પછી ખેતરમાં સામૂહિક રીતે સાદુંપ્રકાશ પિંજર લગાવવું જેથી ઢાલિયા/કિંગા પ્રકાશ તરફ આકર્ષાઈને આડશ સાથે અથડાતાં નીચે રાખેલા ડોલ/ ટબમાં ભરેલા પાણીમાં પાડીને મરી જશે.અને નીચે તગરમાં પાણી અને એમાં થોડું કેરોસીન નાખી દેવું.
  • ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થાય ત્યારે જમીન માં રહેલા ઢાલિયા/કિંગા ખેતરના શેઢા પાળા ઉપરના ઝાડ જેવાકે લિંબડો, બાવળ, બોરડી, ખીજડો , ઊમરો ઉપર એકઠા થતાં હોય છે . આવા ઝાડ પર એગ્રિગેશન ફેરોમોન ડિસ્પેન્સર (મીથોક્ષી બેનઝીન) ૪-૫ પ્રતિ ઝાડ ઉપ્પર લાગાવાથી ત્યાં વધુ કિંગા એકઠા થશે ત્યારબાદ આ ઝાડો ઉપર ઇમિડકલોપ્રિડ ૧૭.૮% દવા ૧૫ મિ.લી. અથવા ક્વિનાલફોસ ૨૫% દવા ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણી માં નાખીને છટકાવ કરવો જેનાથી ઝાડ પર એકઠા થયેલા ઢાલિયા/કિંગા નાશ થશે અથવા સાંજના સમયે ખેતરના શેઢા પાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયા નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો.
  • મુંડા ના અટકાયત માટે જંતુનાશક ઇમિડાક્લોપ્રિડ ૧૭.% દવા અથવા કલોરપાયરીફોસ ૨૦ EC દવા ૬.૫-૧૨.૦ મિ.લી/ ૧ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.
  • ઉભા પાકમાં સફેદ ઘૈણનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ૨૦ EC દવા ૪ લિટર/હેક્ટર પ્રમાણે પિયતના પાણી સાથે આપવાથી સારું નિયંત્રણ મળે છે. જો પિયતની સગવડ ન હોય તો પંપની નોઝલ કાઢી કલોરપાયરીફોસ ૨૦ EC (૨૫ મિ.લિ/૧૦ લિટર પાણીમાં) દવાનું પ્રવાહી મિશ્રણ કરી મગફળીના મૂળ પાસે પડે એમ જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

માહિતી સ્ોત ગૌતમભાઈ સોલંકી, (M.Sc. Agri, Gold Medalist) જયેશ મારૂ (સામાજિક કાર્યકર) કોસ્ટલ સેલિનિટી પ્રિવેનશન સેલ, તળાજા મો:-૭૭૭૮૮૨૨૭૬૬

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More