આંતર પાક પધ્ધતિ સામાન્ય રીતે મર્યાદિત સંસાધનો સાથે નાના ખેતરો પર કરવામાં આવે છે અને વિવિધ પાક સંયોજનોમાં વધુ સ્થિરતા સાથે ઉપજ વધારવા માટે આંતર પાક ફાયદાકારક જોવા મળેલ છે. તદુપરાંત, આંતર પાક ખેતી પ્રણાલી ઇનપુટ્સના ઓછા ઉપયોગથી ઓળખાય છે
આંતર પાક પધ્ધતિના ફાયદા
- જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
- રોગો અને જીવાતોનો ફેલાવો નિયંત્રિત છે.
- જમીનમાં રહેલા પોષક તત્વોનો મહત્તમ ઉપયોગ થાય છે.
- ઘટક પાકમાંની કોઈપણ એકની નિષ્ફળતા થાય ત્યારે નુકસાન ઘટાડી સકે છે.
- ખેડૂત એકમ વિસ્તારમાંથી વધારાની ઉપજ મેળવી શકે છે.
- આપણે આંતર પાક ઉગાડીને વધુ સારી રીતે નીંદણ નિયંત્રણ મેળવી શકીએ છીએ
- આંતર પાક ખેડૂતોને વધારાની આવક પૂરી પાડે છે.
- આંતર પાક ખેડૂતો માટે દૈનિક જરૂરિયાતો પૂરી પાડે છે.
- આંતર પાક ખેતીથી કૃષિ લોકો માટે વધારાની રોજગારી પણ ઊભી કરી સકાઈ છે.
આંતરપાક પધ્ધતિની મર્યાદાઓ
- કેટલીકવાર આંતર પાક વિવિધ જીવાતો અને રોગો માટે વૈકલ્પિક યજમાન તરીકે કામ કરે છે.
- વિભેદક પરિપક્વતા, એટલે કે અલગ અલગ સમયે પાક ની પરિપક્વતા માટે ક્યારેક લણણી એક સમસ્યા બની શકે છે.
- વિવિધ જીવાતો અને રોગોનું નિયંત્રણ કરવું મુશ્કેલ બની જાય છે.
- ઘટક પાક વચ્ચે સ્પર્ધા ઊભી થઈ શકે છે.
આંતરપાકની પસંદગી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ
આપણે જયારે આંતરપાક પધ્ધતિ માટે જુદા જુદા આંતરપાકોની પસંદગી કરીએ ત્યારે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જેનાથી જમીન, ભેજ અને પોષક તત્વોનો પૂરેપુરો ઉપયોગ થઈ શકે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.
- આંતરપાકનો જીવનકાળ મુખ્ય પાકના આયુષ્ય કરતાં વધારે અથવા ઓછો હોવો જોઈએ. એટલે કે પસંદ કરેલ પાકો પૈકી અમુક પાકો લાંબા ગાળાના અને અમુક પાકો ટુંકા ગાળાના હોવા જોઈએ
- સામાન્ય અને છીછરા મૂળ કરતાં ઉંડા મૂળવાળા પાકો પસંદ કરવા જોઈએ.
- આંતરપાકની સ્કૂરણ શકિત અને શરૂઆતનો વૃધ્ધિ દર ઝડપી હોવો જોઈએ જેથી નિંદામણને અવરોધી શકે.
- આંતરપાક મુખ્ય પાકની વૃધ્ધિને અવરોધ કરતો ન હોવો જોઈએ.
- આંતર પાક તરીકે મોટાભાગે ઓછી ડાળીઓ અને ઓછો ઘેરાવો ધરાવતી જાતો પસંદ કરવી જોઈએ.
- ધાન્ય વર્ગ સાથે કઠોળ વર્ગના પાકો લેવા જોઈએ.
- આંતરપાકની પાણી તથા પોષક તત્વોની જરૂરીયાત ઓછી હોય તેવા પાકો પસંદ કરવા જોઈએ.
- ટુંકા ગાળાના પાકોની કાપણી સરળતાથી કરી શકાય તેવા હોવા જોઈએ.
સંશોધન આધારીત ભલામણો
મકાઈ વિશાળ હરોળમાં પહોળા અંતરે વવાતો હોય તેમાં આંતરપાક લેવો ધણો ફાયદાકારક છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર
મકાઈ ની ૧૨૦ સે.મી. ના અંતરે વાવેલી બે હાર વચે ચણા ની એક હાર વાવવાની ભલામણ છે. મકાઈ + ચણાના પાકનું વાવેતર ૨:૧ પંક્તિના પ્રમાણમાં કરવું જોઈએ. બંને પાકોમાં ખાતરની 100 ટકા ભલામણ કરેલ માત્રાનો ઉપયોગ કરવાથી, અન્ય આંતર પાકની સરખામણીમાં તે વધુ ચોખ્ખુ વળતર આપે છે.
ઉત્તર ગુજરાત વિસ્તાર
ઉત્તર ગુજરાત એગ્રો ક્લાઇમેટિક ઝોન (AES-1) ના ખેડૂતો મકાઇ (GM 2) મધ્યમ કાળી જમીન પર વરસાદી પરિસ્થિતિઓમાં ઉગાડે છે માટે એકમાત્ર એરંડા અથવા મકાઈ + એરંડા (૧:૧ પંક્તિ ગુણોત્તર) ની આંતર પાક પદ્ધતિ ની ભલામણ કરેલ છે જેનાથી ઉચ્ચ ઉપજ અને ચોખ્ખું વળતર મળે છે.
જુવાર અથવા મકાઈ સાથે ચણા (૧:૨) જીવાત ઘટાડવા માટે ઉપયોગી આંતર પાક પદ્ધતિ છે. મોનોક્રોટોફોસ 36 WAC @ 11 મિલી અથવા મિથાઈલ-ઓ-ડેમેટોન નો 25 EC @ 10 ml/10 lit સ્પ્રે કરવો. પાણી અથવા લીમડાનું તેલ @ 0.5 + સાબુ સોલ્યુશન @ 0.1% જંતુઓ સામે ચણા ના પાક ને રક્ષણ આપે છે.
મધ્ય ગુજરાત વિસ્તાર
મધ્ય ગુજરાત એગ્રો ક્લાઇમેટીક ઝોનના ખેડૂતો માટે તુવેર + મકાઇ આંતર પાક પદ્ધતિ (૨:૧) ની પંક્તિ પદ્ધતિ (60: 120: 60) માં ખાતરની ભલામણ કરેલ માત્રા (100 કિલો નાઇટ્રોજન + 50 કિલો ફૉસ્ફરસ/ હેક્ટર) આપવાની સલાહ આપવામાં આવે છે.
પંચમહાલ અને દાહોદ ના ખેડૂતો માટે મકાઈ (ફાર્મ સમરી) + તુવેર અથવા વટાણા (BDN2) (૧:૧) ની હરોળ માં વાવવાની ભલામણ કરવામાં આવેલ છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર
ખરીફ મગફળી ઉગાડતા દક્ષિણ સૌરાષ્ટ્ર એગ્રો-ક્લાઇમેટિક ઝોનના ખેડૂતોને જોડી પંક્તિ (45-75-45 સેમી) મગફળી + મકાઈ (૨:૧) અથવા મગફળી + મકાઈ (૩:૧) પ્રાપ્ત કરવા માટે વધારાની આંતર પાક પદ્ધતિ અપનાવવાની ભલામણ કરવામાં આવે છે. એકમાત્ર મગફળી ના પાક ની સરખામણીમાં આ પદ્ધતિ થી ચોખ્ખું વળતર મળે છે.
માહિતી સ્ત્રોત - આર. પી. વાજા અને એમ. આર. ફળદુ નવસારી કૃષિ મહાવિધ્યાલય, નવસારી-૩૯૬ ૪૫૦ મો: ૭૬૨૩૯ ૩૨૨૪૨ા
Share your comments