નીમ લેપિત યુરિયા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુંઓથી એમોનિકલ નાઇટ્રોજનનું નાઇટ્રેટ નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં નાઇટ્રીફિકેશન કહેવાય છે. નીમ લેપિત યુરિયા આ પ્રક્રિયાને ધીમી કરે છે. આને કારણે પાકને નાઇટ્રોજન તત્વ ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે. જમીનમાં નાઇટ્રોજન તત્વનો વ્યય થતો અટકાવે છે, જે યુરીયા ખાતરની કાર્યક્ષમતા વધારે છે.
નીમ લેપિત યુરિયાની કાર્યક્ષમતા સામાન્ય યુરિયા કરતા ૨૦ થી ૨૫ ટકા વધારે જોવા મળે છે. નીમ લેપિત યુરિયા ખાતરની વધુ કાર્યક્ષમતા ને કારણે પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન. મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં ૨૫૦ જેટલા ખેડુતોના ખેતર ઉપર ગોઠવેલ નિદર્ષનોમાં નીમ લેપિત યુરિયાથી ૬ થી ૧૧ ટકા જેટલું વધારે ઉત્પાદન મળેલ છે. યુરિયાના 10% નુકસાનની બચત 2 મિલિયન ટન જેટલી હશે અથવા સબસિડી ઘટકમાં ઘટાડો 1,700 વાર્ષિક કરોડ (યુરિયા પરની સબસિડી ધ્યાનમાં લેતા 18,000 વાર્ષિક કરોડ થાય છે). ખાતર આપવાના ખર્ચમાં પણ ધટાડો થાય છે. લીંબોળીના તેલમાં રહેલ એઝાડિરેકટીન નામના રસાયણને લીધે પાકને રોગ અને જીવાતથી રક્ષણ મળે છે. ખેડુતની આવકમાં વધારો થાય છે. સાદા યુરિયાની સરખામણીમાં ઓછો ભેજ ધારણ કરે છે, જેથી યુરિયાની થેલીમાં યુરિયા ખાતર જામી જવાની (ગાંગડા બનવાની) શક્યતા ઓછી રહે છે.
નેપ્થા અથવા કુદરતી ગેસના વપરાશમાં પ્રમાણસર બચત, સારા નાઇટ્રોજનના ઉપયોગને કારણે પાકની ઉપજમાં વધારો, નાઇટ્રેટ્સ અને વાયુયુક્ત ઉત્સર્જનનું લીચિંગ કારણે ભૂગર્ભ જળના પર્યાવરણીય પ્રદૂષણમાં ઘટાડો થાય છે. દેશમાં ૨૦.૨૫% ટકા જેટલું યુરિયા નીમ લેપિત છે જેના લીધે ખેડૂતોના ઉત્પાદનમાં ૧૦% જેટલો વધારો અને મજૂરી ખર્ચમાં પણ ઘટાડો જોવા મળે છે. જેથી ખેડુતોની આવક માં વધારો થાય છે. જો યુરિયાના વપરાશમાં ૧૦ ટકા જેટલો પણ ધટાડો થાય તો યુરીયાને આયાત ની જરૂરિયાત ઓછી થઇ જશે. જેથી કરોડો રુપિયાનું વિદેશી હુંડિયામણની બચત થશે.
માહિતી સ્ત્રોત - ખુશ્બુ કે. પટેલ, ડૉ. એસ. કે. શાહ અને જી. આઇ. ચૌધરી Mo. No.:- 9879067841 દિવેલા રાઈ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર
આ પણ વાંચો - નીમ લેપિત યુરિયા અને સાદા યુરિયા ખાતરમાંથી સારુ ખાતર ક્યુ છે ? જાણો આ લેખમાં
Share your comments