
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામની સીમમાં થતા કેળા સુરત, મુંબઇ સહિત રાજસ્થાનના ફ્રુટ માર્કેટમાં પહોંચે છે. આ વિસ્તારમાં 80 ટકા ખેડૂતો કેળાની ખેતી કરી રહ્યાં છે.
આ પણ વાંચો : આ મસાલાની ખેતી તમને બનાવી દેશે કરોડપતિ, બજારમાં એક કિલોની કિંમત છે ૩૦૦૦૦ રૂપિયા
કેળાની ખેતીમાં 1.40 લાખનાં ખર્ચ કર્યા બાદ 6 લાખ રૂપિયાની આવક થાય છે. શુકલતીર્થ ગામના ખેડૂત વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ જીઇબીની નોકરીથી નિવૃત્ત થયા બાદ કેળાની ખેતી કરી કરી રહ્યા છે. ત્યારે તેઓ તેમની 4 એકર જમીનમાં કેળાની ખેતી કરી મબલક આવક મેળવે છે. ખેતીમાં મબલક આવત થતાં તેમના પુત્રએ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યું છે
ખેતી માટે પુત્રએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નોકરી છોડી
વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ અને તેઓના પુત્ર ચરણદાસ વિઠ્ઠલભાઈ પટેલ G9 જાતના કેળાની ખેતી કરી રહ્યા છે. વિઠ્ઠલભાઈનો પુત્ર ચરણદાસ પટેલે અભ્યાસમાં બીકોમ કર્યું છે. ત્યારે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ભરૂચ જિલ્લામાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. જોકે ખેતીમાં પિતાનો સાથે આપી શકાય અને તેમાંથી સારી કમાણી પણ થઈ શકે તે માટે ચરણદાસ પોતાની નોકરી છોડી ખેતીના વ્યવસાયમાં આવી ગયા છે.
કેળાની ખેતીમાં જૈન કંપનીના ટીશ્યુ સૌથી ઉત્તમ
આમ તો ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલને બાપ દાદાની ખેતી હોવાથી તેઓ પહેલાંથી ખેતીને સમજતા અને ક્યારેક તેઓ તેમાં ધ્યાન પણ આપતા હતા. પરંતુ નિવૃત્ત થયા બાદથી જ વિઠ્ઠલભાઈ ખેતીમાં વધુ ધ્યાન આપી રહ્યા છે. તેઓ કેળાની ખેતીમાં GNFC સહિત જૈન કંપનીના ટીશ્યુ લાવે છે. જૈન કંપનીમાંથી આવતા ટિશ્યૂ સારા આવતા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. ગાંઠ રોપ્યા બાદ એક વર્ષે ઉત્પાદન થાય છે. ખેડૂતને એક છોડ 15 રૂપિયાનો પડે છે. એક લુમ 22થી 24 કિલોની હોય છે. ખેડૂત કેળાની માવજત માટે નિયમિત પાણી, ખાતર આપે છે. અને ખાતર માટે યુરિયા, પોટાશ, ડાય, સલ્ફેટનો ઉપયોગ કરે છે.
મૂળફેર માટે 1 વર્ષ બાદ દિવેલાની ખેતી કરે છે
ખેડૂતો મૂળફેર માટે 1 વર્ષ બાદ કેળા કાઢી નાંખ્યા બાદ દિવેલાનું વાવેતર કરે છે. ખેડૂત કેળાની ખેતીમાં રૂ.1.40 લાખનો ખર્ચ કરે છે. જેની સામે તેઓને પાંચથી છ લાખ રૂપિયા જેટલી આવક થાય છે. જોકે મજૂરી ખર્ચ સહિતનો ખર્ચ કાઢતા તેઓને ત્રણથી ચાર લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મળી રહે છે.
ખેડૂતના પકવેલા કેળા બિકાનેર માર્કેટમાં જાય છે
કેળાનો પાક થઈ ગયા બાદ ગામના દલાલોને આપી દેવામાં આવે છે. ખેડૂતના કેળા સ્થાનિક માર્કેટમાં તો જાય જ છે. પરંતુ આ સાથે ત્યાંથી સુરત, બોમ્બે તેમજ બિકાનેર સુધી પણ મોકલવામાં આવે છે. જોકે અહીંથી પકવેલા કેળા બિકાનેરમાં વધારે જતા હોવાનું જાણવા મળ્યું હતું.
20 કિલોના ભાવે રૂ.300 સુધી મળી રહે છે
વિઠ્ઠલભાઈ પટેલ જણાવે છે કે, હું જીઈબીમાં નોકરી કરતો હતો, અને 2004માં નિવૃત્ત થયો છું, ત્યારે મારી જમીન હોવાથી હું ત્યાં કેળાની ખેતી કરૂં છું, અમે G9 પ્રકારના કેળાનું ઉત્પાદન કરીએ છીએ. અને તે કેળાનું ઉત્પાદન અમને એક વર્ષમાં મળી રહે છે. કેળાના ભાવની વાત કરીએ તો 20 કિલોના ભાવે લગભગ અમને 150થી લઈને ક્યારેક ક્યારેક 300 રૂપિયા પણ મળી રહે છે. જોકે હાલ ખેતરમાં ભૂંડનો આતંક હોવાથી અમે ખેતરને બચાવવા, ચાર ફૂટની જાળી લગાવી છે. જેથી ખેતરની રક્ષા થઈ શકે અને અમારા કેળાનું ઉત્પાદન સારૂ થાય છે.
Share your comments