Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

હિંગની ખેતીથી કરી શકો છો લાખોની કમાણી, એક કિલોની કિંમત છે હજારોમાં

ભારતમાં અત્યાર સુધી હિંગ વિદેશમાંથી મંગાવવામાં આવી હતી. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હકીકતમાં હવે ભારતમાં હિંગની ખેતીની શરૂઆત થઈ ગઈ છે. આ સંજોગોમાં તમે હિંગની ખેતી સાથે કારોબારની શરૂઆત કરી શકો છો અને સારો નફો પણ મેળવી શકો છો.

Sukhadev Thakor
Sukhadev Thakor
Asafoetida
Asafoetida

ભારતમાં અત્યાર સુધી હિંગ વિદેશમાંથી મંગાવવામાં આવી હતી. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હકીકતમાં હવે ભારતમાં હિંગની ખેતીની શરૂઆત થઈ ગઈ છે. આ સંજોગોમાં તમે હિંગની ખેતી સાથે કારોબારની શરૂઆત કરી શકો છો અને સારો નફો પણ મેળવી શકો છો.

જી હા, વર્તમાન સમયમાં હિંગની ખેતી મારફતે સારો નફો મેળવી શકો છો. વર્તમાન સમયમાં એક કિલો હિંગની કિંમત રૂપિયા 35000 છે. આ સંજોગોમાં તમે એક મહિનામાં 5 કિલો હિંગનું વેચાણ કરો છો તો પણ સારા પ્રમાણમાં નફો મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે હિંગની ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલ કારોબાર શું મહત્વ ધરાવે છે.

સંશોધન બાદ હિંગનું ઉત્પાદન

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌ પ્રથમ વખત હિંગની ખેતી લાહોલના ક્વારિંગ ગામમાં શરૂ થઈ હતી. ત્યારબાદ તેના બીજને અફઘાનિસ્તાનથી લાગવવામાં આવ્ા હતા. ત્યારબાદ પાલમપુર સ્થિત હિમાચલ જૈવસંપદા ટેકનોલોજી સંસ્થાની લેબમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી છોડ તૈયાર કરવામાં આવ્યો. આ સાથે જ આઈએચબીટી સંસ્થાએ ટ્રાયલ કર્યો.

હિંગના થેરાપીને લગતા ગુણધર્મો

હિંગ એક એવો છોડ છે કે જે વ્યાપક સુગંધ અને કડવો સ્વાદ ધરાવે છે. તેના અનેક ચિકિત્સીય ગુણધર્મો રહેલા છે. આ માટે તેનો ઉપયોગ અનેક ઉત્પાદનોમાં સુગંધ લાવવા માટે કરવામાં આવે છે.
આ સાથે જ તે ભોજનમાં પણ ઉપયોગી હોય છે. એટલે કે હિંગનો ઉપયોગ એક મુખ્ય પાક તરીકે કરવામાં આવે છે.

Asafoetida farming
Asafoetida farming

હિંગની ખેતી સાથે જોડાયેલી જાણકારી

તેની ખેતી માટે આશરે 20થી 30 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હોવું જરૂરી છે. એટલે કે આ પાકને વધારે ઠંડીની આવશ્યકતા રહેતી નથી. જેને લીધે તે પહાડી વિસ્તારોમાં સરળતાથી હોય છે.

હીંગની ખેતી કરવાની પ્રક્રિયા

  • સૌથી પહેલા હિંગના બીજને ગ્રીન હાઉસમાં 2-2 ફૂટના અંતરે વાવેતર કરો.
  • ત્યારબાદ છોડ નિકળવાના સંજોગોમાં 5-5 ફૂટનું અંતર રાખવું જોઈએ.
  • ત્યારબાદ હાથ લગાવી જમીનમાં ભેજનું પ્રમાણ તપાસી લેવું, અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણીનો છંટકાવ કરવો. ધ્યાન રાખો કે વધારે પાણીથી છોડને નુકસાન પહોંચે છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે ભેજ માટે લીલા ઘાસનો ઉપયોગ કરી શકો છો.
  • ખાસ વાત એ છે કે હિંગના છોડને તૈયાર કરવા માટે 5 વર્ષનો સમય લાગે છે. તેના મૂળ અને ડાળથી ગુંદ કાઢવામાં આવે છે.

હિંગના કારોબારમાં રોકાણ કરો

જો આ બિઝનેસમાં કેટલું રોકાણ કરવાની જરૂર પડે તે અંગે વાત કરવામાં આવે તો બિઝનેસને મોટા સ્તરે શરૂ કરવામાં આવે છે, તેમા આશરે 5 લાખ રૂપિયા સુધી રોકાણ કરવાનું રહેશે. આ ઉપરાંત બિઝનેસમાં ઉપયોગમાં લેવામાં આવતા મશીનોની ખરીદીમાં નાણાંનો ખર્ચ થશે.

હિંગના કારોબાર માટે જરૂરી દસ્તાવેજ

  • આઈડી પ્રૂફ
  • એડ્રેસ પ્રૂફ
  • જીએસટી નંબર
  • બિઝનેસ પેન કાર્ડ

હિંગના કારોબારનું માર્કેટીંગ

આ બિઝનેસમાંથી સારી કમાણી કરવા માટે મોટી-મોટી કંપની સાથે ટાઈઅપ કરી શકાય છે. આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રોડક્ટનું વેચાણ કરી શકાય છે.

હિંગના કારોબારથી નફો

જો હિંગના બિઝનેસથી નફાની વાત કરવામાં આવે તો બજારમાં એક કિલો હિંગની કિંમત આશરે રૂપિયા 35000 છે. જો તમે મહિને 5 કિલો હિંગનું પણ વેચાણ કરો છો તો તમે સારી આવક મેળવી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશોમાં હિંગની ખૂબ જ પ્રમાણમાં માગ રહેલી છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More