Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

પાણી વગર પાકતા ઘઉંમાં નિંદામણ અને પાકનું સંરક્ષણ કરવાની સરળ રીત

ભાલ અને દરિયાકાંઠા વિસ્તારમાં થતા બિનપિયત ઘઉં ‘ભાલીયા ઘઉં’ તરીકે પ્રખ્યાત છે. ભાલીયા ઘઉંના વિશિષ્ટ ગુણો અથવા પ્રતિષ્ઠા તેના ઉદ્ભવ સ્થાન એવા ભાલ પ્રદેશના કારણે હોવાથી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સને ૨૦૧૧ માં ભાલીયા ઘઉંનું જી.આઈ. (જીઓગ્રાફીકલ ઈન્ડીકેસન) કરાવવામાં આવેલ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
ભાલીયા ઘઉં
ભાલીયા ઘઉં

ભાલ અને દરિયાકાંઠા વિસ્તારમાં થતા બિનપિયત ઘઉં ‘ભાલીયા ઘઉં’ તરીકે પ્રખ્યાત છે. ભાલીયા ઘઉંના વિશિષ્ટ ગુણો અથવા પ્રતિષ્ઠા તેના ઉદ્ભવ સ્થાન એવા ભાલ પ્રદેશના કારણે હોવાથી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સને ૨૦૧૧ માં ભાલીયા ઘઉંનું જી.આઈ. (જીઓગ્રાફીકલ ઈન્ડીકેસન) કરાવવામાં આવેલ છે.

બીન પીયત ઘઉંના પાકમાં નિંદામણ કરવાની રીત

  • બિનપિયત ઘઉંની વાવણી અગાઉ કરવામાં આવતી બે ખેડ (વરાપની સ્થિતિએ કરવામાં આવતી ખેડ તથા વાવેતર અગાઉ બેસરવાના કારણે મોટા ભાગનું નિંદામણ નાશ પામે છે. પરંતુ સમય જતા જવાસીયા, લાણો તથા હાથીઘાસ ઉગી નીકળે છે.
  • લાણા તથા હાથીઘાસના નિયંત્રણ માટે વાવણી પછી ૧૫ થી ૨૦ દિવસ બાદ હાથથી નિંદામણ કરવું જોઈએ. જવાસીયા ખાસ કરીને ઘઉંના પાક સાથે વૃદ્ધિ પામે છે.
  • તેના મૂળ ૮ થી ૧૦ ફૂટ ઊંડે સુધી જાય છે. તેનો ફેલાવો મૂળગાંઠથી થાય છે. આથી ઉનાળામાં ઊંડી ખેડ કર્યાં બાદ ગાંઠો વીણીને નાશ કરવો જોઈએ.
બીન પિયત ઘઉં
બીન પિયત ઘઉં
  • રાસાયણિક પદ્ધતિ દ્વારા પણ જવાસીયનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ માટે નીંદણનાશક ગ્લાયફોસેટ (૪૧ એસ એલ) ૧૦૦ મિલિ દવા સાથે ૧૫૦ ગ્રામ અમોનિયમ સલ્ફેટ ૧૦ લીટર પાણીમાં ઓગળી ઘઉંની કાપણી બાદ જવાસીયાના તમામ લીલા છોડ ઉપર તેનો છંટકાવ કરવો જોઈએ.
  • આ દવાથી તમામ પ્રકારની લીલી વનસ્પતિ નાશ પામે છે, તેથી ઘઉંના ઉભા પાકમાં આ દવાનો છંટકાવ કરી શકાય નહિ.
  • ઘઉંની કાપણી બાદ લીલા જવાસીયા ઉપર આ દવાનો છંટકાવ કરવો.
  • આ દવાનો વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો ૯૦ ટકા જવાસીયાનો નાશ થાય છે અને બીજા વર્ષે જે જવાસીયા ફૂટે તેના ઉપર ફરીથી દવાનો છંટકાવ કરવો જેથી તેનો પણ નાશ થાય.

બીન પીયત ઘઉંના પાકમાં સંરક્ષણ કરવાની રીત

  • ભાલ વિસ્તારમાં સામાન્ય રીતે પિયત નહિવત્ હોવાથી મહદ અંશે રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.
  • કેટલાક વિસ્તારમાં ખપૈડીનો ખુબજ મોટા પાયે ઉપદ્રવ જોવા મળે છે. જે ઘઉંના ઉગતા છોડ ખાયને સંપૂર્ણ નાશ કરે છે.
  • આ જીવાતના નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકીનો હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ પ્રમાણે છંટકાવ (ડસ્ટીંગ) કરવો.
  • વધુમાં જે વિસ્તારમાં આ જીવાતનો નિયમિત ઉપદ્રવ જોવા મળતો હોય ત્યાં અટકાયતી પગલાં રૂપે ખેતરની ફરતે શેઢા પાળા સાફ રાખવા તથા આગળ જણાવેલ ભુકારૂપ કીટનાશક દવાનો શેઢા પાળા ઉપર છંટકાવ (ડસ્ટીંગ) કરવો.
  • જો ઘઉંની વાવણી પછી જીવાતનો ઉપદ્રવ જણાય તો તરત જ તેના નિયંત્રણ માટે ખેતરમાં ઉપર જણાવેલ ભુકારૂપ કીટનાશક દવાનો છંટકાવ (ડસ્ટીંગ) કરવો.
  • કેટલીક વખત પાક ઉગ્યા બાદ ગાભમારાની ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે વાવણી બાદ ૪૫ દિવસે મોનોક્રોટોફોસ ૩૬ એસ.સી. ૧૨ મિલિ અથવા કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રવાહી કીટનાશક ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • ઉપદ્રવ વાળા છોડ ખેંચી કાઢી તેનો નાશ કરવો.

આ પણ વાંચો

ઘઉં
ઘઉં

બીન પીયત ઘઉંના પાકની કાપણી કરવાની રીત

  • ઘઉંનો પાક ૧૧૦ થી ૧૧૫ દિવસે તૈયાર થાય છે. ઘઉંની કાપણી સમયસર કરવી જરૂરી છે.
  • જયારે ઘઉં પીળા પડી સુકાઈ જાય ત્યારે સવારે અથવા સાંજે કાપણી કરવી.
  • ઘઉં સુકાયા પછી થ્રેસીંગ કરવું. થ્રેસીંગ કરતા પહેલાં થ્રેસરને બરાબર સાફ કરી થ્રેસીંગની કામગીરી ચાલુ કરવી જેથી અન્ય જાતના દાણાનું મિશ્રણ થતું અટકાવી શકાય.

ઉત્પાદન

જમીનમાં પુરતો ભેજ અને હવામાનને અનુકૂળ પરિસ્થિતિમાં સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રામ પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે.

સંગ્રહ

  • ઘઉં (દાણા અથવા બિયારણ) ના સંગ્રહ દરમ્યાન જોવા મળતા આંધળા જીવડાં (લેસર ગ્રીન બોરર) થી થતું નુકશાન અટકાવવા થ્રેસીગ પછી ઘઉંને સાફ કરી સૂર્ય પ્રકાશમાં બરાબર તપવી, દીવેલથી મોઈ (૫૦૦ મિલિ દીવેલ/૧૦૦ કિલો ઘઉં) અથવા ૧૦૦ કિલો ઘઉંમાં ૨ કિ.ગ્રામ લીમડાના સુકા પાન મિક્ષ કરી ગેવેનાઈઝડ પીપમાં ચુસ્ત રીતે સંગ્રહ કરવાની ભલામણ છે.

માહિતી સ્ત્રોત

ડૉ. વી. વી. સોનાણ, સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત), આણંદ કૃષિ યુનિવર્સિટી, ડેરોલ (હાલનું સરનામું : ૧૦, અમી સ્ટેટ બેંક સોસાયટી, મધુમાલતી સોસાયટીની અંદર, વેજલપુર, અમદાવાદ-૩૮૦૦૫૧. 

ડૉ. શૈલેશ ડી. પટેલ, તાલીમ સહાયક (પા.સં), વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ફોન : (૦૨૬૯૨) ૨૬૪૮૨૨) 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More