વિવિધ પાકોમાં આવતા રોગો પર જૈવિક નિયંત્રણ લાવવા માટે આજે આપણે વાત કરીશુ અને આ વિવિધ પાકોમાં જૈવિક પદ્ધતિથી નિયંત્રણ કેવી રીતે લાવી શકાશે તેના વિશે વાત કરીશુ તો ચાલો જાણીએ કે ક્યા પાકમાં કઈ રીતે જૈવિક પદ્ધતિથી નિયંત્રણ લાવી શકાય.
ડાંગર
- ડાંગરનાં દાહ/ કરમોડી રોગનું જૈવિક નિયંત્રણ માટે સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ અથવા આઈસોલેટ (૬ મિલી પ્રતિ ૧ લીટર)નાં બે છંટકાવ કરવા.
- ડાંગરમાં ફુટ અને જીવ પડવાની અવ્સ્થાએ ૧.૫% પોટેશીયમ સિલિકેટ છાંટવાથી ઢળવાનું પ્રમાણ ઘટે છે.
ચીકુ
- ૩૦ વર્ષથી વધુ ઉમરનાં ચીકુ કાલીપત્તીની જાત માટે ઝાડનાં ટોંચનાં ૧ મીટર ભાગને એક વખત ડીસેમ્બર મહિના દરમ્યાન ડાળીને દુર કરવા જોઈએ.
ટમેટા
- જી.ટી.૭ આ જાતનાં ફળ ખાનારી ઈયળ, સફેદ માખી તેમજ લીફમાઈનોરનું નુકશાન બીજા જાતોની સરખામણીએઓછું થાય છે.
- લીલી ઈયળ માટે ફેરરોપણીનાં ત્રીજા થી અઢારમાં અઠવાડીએસુધી લીલી ઈયળ નાં ઉપદ્રવ ની મોજણી કરતા રહેવું.
રીંગણી
- લાલ કથીરીનાં નિયંત્રણ માટે સ્પાયરોમેસિફોનનાં ફળ બેસવાની અવસ્થાએ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
કપાસ
- ટપક પદ્ધતિ દ્વારા કપાસમાં નાઈટ્રોજન યુક્ત ખાતરો આપવાથી ખાતરનો વ્યય ઘટે છે. અને નિંદામણ ઓછું થાય છે.
તમે જ ખાતરનું પ્રમાણ પણ ઓછું જોઈએ છે. તથા રોગ – જીવાત નું પ્રમાણ પણ ઘટે છે.
આંબો
- ૩૫ વર્ષથી વધુ ઉમરનાં હાફુસનાં ઝાડની આંબાવાડી ખેડૂતોએ હાફુસનાં ઝાડને ઓગષ્ટ મહિનામાં પહેલો બ્યુટ્રાઝોલ ૫ ગ્રામ સક્રિય તત્વ જમીનમાં આપવું તેમજ ઓકટોબર –નવેમ્બર માસમાં પોટેશીયમ નાઈટ્ટ રે ૨ % નાં બે છંટકાવ કરવાથી ઉત્પાદન સારું આવે છે.
કેળ
- રોપણી પછી ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને ફર્ટીગેશન દ્વારા નાઈટ્રોજન અને પોટાશ ખાતરનાં ત્રણ સરખા ભાગમાં આપવું અને ફોસ્ફરસ ખાતર રોપણીનાં ૧ મહિના પછી જમીનમાં આપવું.
- લૂમ પર ૨% સલ્ફેટ ઓફ પોટાશનાં બે છંટકાવ પ્રથમ છંટકાવ ફુલોનાં ક્ષેત્રે ૧૨ ફુલ તોડયા બાદ અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવનાં ૩૦ દિવસ પછી કરવો.
- ૨ % બનાનાશકિત સુક્ષ્મ પોષક તત્વોનાં રોપણી પછી ૩, ૪ અને ૫ મહિનેપાન પર છંટકાવ કરવો.
નાળિયેરી
- નાળિયેરી ડી xટી જાત ૭.૫ મીટર x૭.૫ મીટરના અંતરે વાવવી તેમાં કેળ, સુરણ, તાનીયા અને હળદર પાકોનું આંતર પાક તરીકે વાવેતર કરવું.
તલ
- ચોમાસુ તલમાં ફૂલ અને બૈઢા બેસવાનીકટોકટીનીઆબન્ને અવસ્થાએ વરસાદનીખેંચ જણાય તો એકાદ બેપિયત આપવા.
- પાન વાળનારી/ બૈઢા ખાનારી ઈયળ ઈયળ આછા લીલા રંગની શરૂઆતમાંકુમળા પાનને રેશમી તાંતણાથીજોડી તેમાં રહી ને ખાયછે તેથી તેને માંથા બાંધનારીઈયળ પણ કહે છે.
- બૈઢા અવસ્થાએ બૈઢા કોરી ખાય છેપ્રકાશપીંજરનો ઉપયોગ કરવો.
- બીવેરીયાબેઝીયાના૫ ગ્રામ અથવા લીંબોળીના મીંજનુંદ્રાવણ ૫ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા કિવનાલફોસ૨૦ મિ.લી. દવા ૧૦ લીટરપાણીમાં નાંખી છંટકાવ કરવો.
દિવેલા
- તડતડીયા(જેસીડ) અને થ્રીપ્સ આજીવાતનાનિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કેડાયમીથીએટ ૧૦ મિ.લી. દવા ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
તુવેર
- તુવેરમાં ઢગલાબંધ પાન ખરે છે.
- તેનાથી નિંદામણ થાય છે.
- જમીનનોભેજ જળવાય રહે છેઅને સડવાથી ખાતરનીગરજ સારે છે.
- હેકટરે ૧૦ થી૧૨ કિલો નાઈટ્રોજનખરેલાં પાનમાંથી મળે છે.
- જમીનની પ્રત સુધરે છે.
- પાનમાં ૧.૫% નાઈટ્રોજન હોય છે.
- તુવેર ઓછા પાણીનો પાકછે,જો વધારે પાણી આપશો તોછોડ ખોટી વધ પકડશે.
- ચોમાસા પછી ત્રણ પિયતમાં તુવેર પાકી જાય છે.
ફુલ
- ગુલછડી ફુલોને બોરીક એસીડનાં ૪ % દ્રાવણમાં (૪૦ ગ્રામ બોરીક એસીડ ૧ લીટર ગરમ પાણીમાં ઓગાળી તેને સામાન્ય તાપમાને ઠંડુ કરી) ૫ સેકન્ડ ની માવજત (ઝડપથી ફુલ ડુબાડી) આપવાથી ફુલ તોડયા બાદ ૨૪ કલાક સુધી તાજા સાચવી શકાય છે.
- ગુલછડી ને ૪ % લેમન પાકો ખાદ્ય રંગનાં દ્રાવણમાં ૧ કલાક માટે રાખવાથી મુલ્ય વૃદ્ધિ કરી શકાય છે.
- સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતોએ ચુસીયા પ્રકારની જીવાતનાં નિયંત્રણને ૨૦% લીંબોળીની તેલ, ૪% લીંબોળી અર્ક અને ૨% ગૌમૂત્રનો છંટકાવ કરવો.
Share your comments