ભારત સરકાર ખેડૂતોની આવક વધારવાની દિશામાં સતત કામ કરી રહી છે. ઉત્પાદન વધારવા માટેની વિવિધ યોજનાઓથી માંડીને બિયારણની ઉત્તમ જાતનાં નિઃશુલ્ક વિતરણ સુધીના તમામ પ્રયત્નો ચાલુ છે.ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગી એવું અવનવીન વૈજ્ઞાનિક ટેકનોલોજી પણ પુરી પાડી રહી છે.સરકાર ખેડૂતોના લાભ અને હીત માટે અનેક પ્રકારની ખેડૂત લક્ષી યોજનાઓ ચલાવી રહી છે. જેમાંથી ખેડૂતો ખેતીના વિવિધ પાકો ,બિયારણો તેમજ નવી ટેકનિકો વિશે પણ માહિતી મેળવી રહ્યા છે. સરકાર ખેડૂતોને વધુ લાભ આપવા માટે તેમના ઉત્પાદનોની નિકાસ પણ કરી રહી છે. ભારતમાંથી અન્ય દેશોમાં મોટી સંખ્યામાં વિશેષ ફળોની નિકાસ કરવામાં આવી રહી છે. તેનો સીધો ફાયદો ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે
તાજેતરમાં જ ભારતે વિવિધ દેશોમાં કેરી, લીચી, ચીકુ અને જેકફ્રૂટની નિકાસ કરી છે.નિકાસની આ શૃંખલામાં જાંબુનું નામ પણ જોડવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશથી જાંબુના ઉચ્ચતમ માલને લંડન મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જાંબુએ ભારતનું એક લોકપ્રિય ફળ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં તેનું ઉત્પાદન મોટા પાયે થાય છે. તે ઉનાળાના મહિનામાં ફળો આપે છે અને એક કે બે સારા વરસાદ પછી પાકવાનું શરૂ કરે છે. બાગાયતી ખેડુતો જાંબુથી વધારાની આવક મેળવે છે.
ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડમાં જાંબુનું મબલખ ઉત્પાદન
આ સંદર્ભે માહિતી આપતી કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે (એપીડા) ટ્વિટ કરીને કહ્યુંહતું કે મીઠા અને સ્વાદિષ્ટ જાંબુ જે ભારતીય બ્લેકબેરી તરીકે પ્રખ્યાત છે, તે ઉત્તર પ્રદેશના કાનપુરના બિથોરના ખેડૂતો પાસેથી મેળવવામાં આવે છે. આ જાંબુની પહેલી નિકાસ હવાઈ માર્ગ મારફતે લંડન મોકલવામાં આવી રહી છે. તેને એપીડા રજિસ્ટર્ડ નિકાસ દ્વારા મોકલવામાં આવી રહ્યું છે.
જાંબુએ ભારતનું એક લોકપ્રિય ફળ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં તેનું ઉત્પાદન મોટા પાયે થાય છે. તે ઉનાળાના મહિનામાં ફળો આપે છે અને એક કે બે સારા વરસાદ પછી પાકવાનું શરૂ કરે છે. બાગાયતી ખેડુતો જાંબુથી વધારાની આવક મેળવે છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં 5000 એકરમાં ચીકુની ખેતી કરતા 5000 ખેડૂતો
તાજેતરમાં જ મહારાષ્ટ્રના પાલઘરથી ચીકુની નિકાસ કરવામાં આવી હતી. ભારતીય સપોટા વિશે કહેવામાં આવે છે કે આ ફળ તેની મીઠી અને અનોખા સ્વાદ માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે અહીંના ચીકુને તેનો અનોખો સ્વાદ ઘોલવડ ગામની કેલ્શિયમ યુક્ત માટીથીઅહીંના ચીકુને અદ્વિતીય સ્વાદ મળે છે. ભારતમાં સપોટાનું પ્રખ્યાત નામ ચીકુ છે.
તાજેતરમાં જ પાલઘર જિલ્લામાં 5000 એકર જમીનમાં ચીકુની ખેતી કરવામાં આવી રહી છે અને 5000 જેટલા ખેડુતો આ કામ સાથે સંકળાયેલા છે. ખેડૂતો પાસેથી મેળવેલા દહાણુ ધોળવડ ચીકૂને ગુજરાતના તાપી ખાતે સ્થિત એપીડાની મદદ લઇને એક પેક હાઉસમાં રાખવામાં આવે છે. અને ત્યારબાદ આ ચીકૂના નિકાસ કાર્ય અહીંથી આગળ વધારવામાં આવતું હોવાની જાણવા મળી રહ્યું છે.
ચીકૂ ઉપરાંત ભારતે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સહિતના ઘણા દેશોમાં કેરીની પણ મોટાપાયે નિકાસ કરી હતી. આ સિવાય જેફફ્રૂટનો પણ માલ બાંગ્લોરથી જર્મની મોકલવામાં આવ્યો હતો જ્યારે ત્રિપુરાની પ્રખ્યાત જેકફ્રૂટની લંડનમાં નિકાસ કરવામાં આવી હતી. ભારતીય ફળો વિદેશીઓની દાઢે લાગી રહ્યા છે.
Share your comments