Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ પધ્ધતિ અપનાવવાથી આપના ખેત પેદાશની કિંમત આપોઆપ વધશે

આપ જાણો છો કે ખેડૂત દિવસે ને દિવસે કંગાળ બનતો જઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂત પોતાની ખેત પેદાશને બજારણા વેચવા જાય છે ત્યારે તેને તેના પાકનું જોઈએ એટલા પ્રમાણમાં વળતર મળતુ નથી આજે અમને કૃષિ જાગરણના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવવા માગીએ છીએ કે ખેડૂત મિત્રો પોતાના પાકના કેવી રીતે યોગ્ય ભાવ મેળવી શકે છે ?

Sukhadev Thakor
Sukhadev Thakor
Farmer
Farmer

આપ જાણો છો કે ખેડૂત દિવસે ને દિવસે કંગાળ બનતો જઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂત પોતાની ખેત પેદાશને બજારણા વેચવા જાય છે ત્યારે તેને તેના પાકનું જોઈએ એટલા પ્રમાણમાં વળતર મળતુ નથી આજે અમને કૃષિ જાગરણના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવવા માગીએ છીએ કે ખેડૂત મિત્રો પોતાના પાકના કેવી રીતે યોગ્ય ભાવ મેળવી શકે છે ?

ભૌતિક સ્તરે મુલ્ય વૃદ્ધિ :

સામાન્ય રીતે ખેત પેદાશોના ભૌતિક બંધારણમાં ફેરફાર કરી તેને વધારે કિમંત આપી શકે તેવી સ્થિતિમાં તબદીલ કરી શકાય છે જેમ કે, સુકવણી, ક્લીનીંગ, ગ્રેડિંગ, ક્યોરીંગ, છડતું, મસળતું, ભરડવું, ખાંડવું, દળવું, શેકવું, મીકસીંગ, ફર્ટીફીકેશન, પેકેજીંગ, સંગ્રહ, પરિવહન, વહેંચણી વગેરે. આ પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રોસેસીંગ પણ કહે છે.

સુકવણી :

પાકની તૈયારી કરવાની સાંકળમાં સુકવણીની પ્રક્રિયા એન અગત્યની ક્રિયા છે. પાકની યોગ્ય સુકવણી તેને ઉગતી તેના ઉપર થતા ફુગ અને બેકટેરીયાના વિકાસમાં અટકાવે છે. તેમજ દાણા પરના જીવજંતુના આક્રમણને ઘટાડે છે. પાકની કાપણી સમયે જો ભેજનું પ્રમાણ યોગ્ય પ્રમાણ કરતા વધુ અને જો યોગ્ય સુકવણી ન થાય તો ફુગ તેમજ જીજંતુથી પાક બગડે છે. અને જો ભેજનું પ્રમાણ ઓછું હોય તો ઉભા પાકમાંથી દાણા ખરી પડે છે. અને ઉત્પાદનમાં નુકસાન થાય છે. આજ રીતે મસળવાની પ્રક્રિયા સમયે વધુ ભેજ યોગ્ય પ્રક્રિયા થવા દેતો નથી. તેમજ ઓછા ભેજ તીરાડ પાડવાની શક્યતા ઉભી કરે છે. જેને પરિણામે તૂટી જાય છે. ધાન્ય પાકોની સુકવણી, ખુલ્લા તડકામાં ગરમ હવા દ્વારા કે કુદરતી હવા દ્વારા કરી શકાય છે.

તડકામાં પાકની સુકવણી :

મોટાભાગની ખેડૂતો ધાન્યપાકોની સુકવણી તડકામાં ખુલ્લા ખેતરોમાં પાથરીને કરતા હોય છે. આમ પાકને સૂકવવા માટે મોટી જગ્યાની જરૂર પડે છે. અને મજુરીનો ખર્ચ વધુ ઉંચો આવે છે. આ ઉપરાંત ખુલ્લામાં સૂકવવાથી પાકની સુકવણીના દર પર નિયંત્રણ ન રહેવાથી દાણાઓમાં તિરાડ પડે છે. તેમજ વરસાદ આવે તો પાક બગડવાનો સંભવ રહે છે. ઘૂળ કે કચરો પડવાથી પાકની ગુણવતામાં પણ ઘટાડો થાય છે. પાકને પશુ – પક્ષીઓની નુકશાન થાય છે. આ પદ્ધતિમાં લગભગ ૫ થી ૧૨ ટકા સુધી નુકશાન વેઠવું પડે છે.

ગરમ હવા દ્વારા સુકવણી :

આ પ્રકારની સુકવણીમાં હવાને ગરમ કરવામાં આવે છે. ગરમ કરેલ હવા ધાન્યપાકોના સંપર્કમાં લાવવામાં આવે છે. જેથી પાકનો ભેજ ઉડી જવાય છે. આ ગરમ હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર દ્વારા દબાણે સુકવણી કરવાના પાકના થરમાં દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે હવાને ગરમ કરવા માટે ખનીજતેલ, ખેત ઉપપેદાશો અથવા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ હવાના ઉષ્ણતામાનનો આધાર પેદાશોના પ્રકાર તથા તેના છેવટણા ઉપયોગ પર આધાર રાખે છે.

કુદરતી હવા દ્વારા સુકવણી :

આ પદ્ધતિમાં સુકવણીનો દર ઓછો હોય છે. આ પદ્ધતિમાં કુદરતી હવા (૨૫ થી ૪૦ સે. તાપમાન) ને સંગ્રહિત ધાન્યપાકોમાંથી પસાર કરી સુકવણી કરવામાં આવે છે. હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર દ્વારા વધુ દબાણે દાખલ કરવામાં આવે છે. આ પદ્ધતિના ફાયદાઓમાં સુકવણી દરમ્યાન બગાડ થવાની શક્યતા ઓછી હોય, ધાન્યપાકોની ઉચ્ચ ગુણવતાની જાળવણી સાધનોની ખરીદ કિમંત ઓછી તેમજ ઉર્જા અને મજુરી ખર્ચ ઓછું આવવા વગેરે ગણી શકાય. પરંતુ કેટલાક ગેરફાયદાઓ પણ છે. જેમાં સુકવણી હવામાન પર આધારિત હોવાથી અનિયમિતતા તથા સુકવણીનો દર ઓછો હોવાથી સમયનો બગાડ વગેરે મુખ્ય છે. આ પદ્ધતિ દ્વારા અનુકુળ પરીસ્થીતીમાં લગભગ એક કલાકમાં ૧૦ ટન અનાજમાંથી ૪ ટકા ભેજ દુર કરી શકાય છે.

સુકવણી માટેની પદ્ધતિઓ :

પાતળા પડમાં સુકવણી ૨૦ સે.મી. થી ઓછી જાડાઈના પડમાં પાથરી સુકવણી કરવામાં આવે છે. પેદાશની સમગ્ર સપાટી સુકવણીના માધ્યમના સંપર્કમાં આવે છે. અને એક સરખી સુકવણી થાય છે.

આ અંગે વધારે માહિતિ જોઈતી હોય તો ડો. જી.આર.ગોહિલ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ મો.  9275708342

માહિતિ સ્ત્રોત - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More