આજના ટેક્નોલૉજીના યુગમાં ખેતી માં નવી નવી ટેક્નોલૉજી આવેછે. ખેતીમાં મુખ્યત્વે પિયત મહત્વનો ભાગ ભજવે છે જેમાં ડ્રીપ,ફુવારા અને મિનિ સ્પિંકલર જેવી પદ્ધતિ પ્રચલિત છે. જેમાં અત્યારે નવી પિયત પદ્ધતિ લેઝર પિયત પદ્ધતિ પ્રચલિત થતી જાય છે
લેઝર પિયત પદ્ધતિ અપનાવો અને પાણી બચાવો
આ પદ્ધતિથી મગફળી,ડુંગળી ,ધાણા,પાલક,મેથી જેવા પાકોમાં સારું પરિણામ આપેછે.આ પિયત પદ્ધતિ અપનાવવાથી જમીનનો પૂરે પૂરો ઉપયોગ થઈ શકેછે.ધોરિયા પળામાં જે જ્ગ્યા રોકાય છે તે રોકતી નથી અને ઓછા પાણીએ પણ વધુ વિસ્તારમાં વાવેતર કરી શકાય છે બીજુકે ઉનાળામાં ઓછું પાણી હોય ત્યારેપણ વધુ વિસ્તારમાંવાવેતર કરી શકાય છે.આ પદ્ધતિથી વાવેતર કરવાથી અંદાજે 25 થી 30 % પાણીની બચત થાય છે,તેમજ ક્ષાર વારી જમીનમાં આ પદ્ધતિ ઉપયોગી સાબિત થઈ શકે છે,અને વીજળીની બચત થાય છે.
રાજુલા અને તળાજામાં આ પદ્ધતિનો ઉપયોગ
રાજુલા અને તળાજા તાલુકાનાં ખેડૂત ભાઈઓ આ પદ્ધતિથી ખેતી કરતાં થયા છે. અંદાજિત એક એકર માં 11000 થી 12000 રૂપિયાનો ખર્ચ થાય છે અલગ અલગ કંપનીના મટિરિયલ ના ભાવ મુજબ ખર્ચ થાય છે
લેઝર પિયત પધ્ધતી ના ફાયદા
- ઢોળા વાળી જમીન પર પણ સારું કામ આપે છે.
- પાણી નો બચાવ થાય છે અને ઉત્પાદન વધે છે.
- વરસાદ ની જેમ પિયત ની પધ્ધતી હોવાથી થ્રીપ્સ નો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.
- જાંબલી ધાબા નો રોગ નિયંત્રણમાં રહે છે.
- ડુંગળી જેવા પાકોમાં ખુબ સારું પરિણામ આવે.
- પાણી નું વિતરણ સારું થાય છે.
- જમીન પોચી અને મુલાયમ રહે છે.
- ઉર્જાની બચત થાય છે.
- ફિલ્ટર ની જરૂરિયાત રહેતી નથી.
- કુદરતી વરસાદની જેમ ખેતર ભીંજાય જાય છે.
ઉપયોગ
ડુંગળી,મગફળી, કોબી, ધાણા,મેથી ,પાલક જેવા પાકોમાં ઉપયોગ કરી શકાય છે
Share your comments