સતત એકનો એક પાક વાવવાથી જમીનમાંથી પોષક તત્વો ઘટી જતા હોય છે અને ધીરે – ધીરે પાકનું ઉત્પાતન ઓછુ થતુ જાય છે. જો આપ આપની જમીનમાં ફળદ્રુપતાને જાળવી રાખવા માંગો છો તો આ રીતે ફોલો કરો અને જમીની ફળદ્રુપતા જાળવી રાખો.
1.યોગ્ય પાકની ફેરબદલી કરીને
જ્યારે દર વર્ષે એક જ જગ્યાએ એક જ પાકનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે જમીનની રચના ધીમે ધીમે બગડે છે કારણ કે એક જ પોષક તત્ત્વોનો વારંવાર અને સમયસર ઉપયોગ કરવામાં આવે છે. થોડા વર્ષો પછી, માટી બિનઆરોગ્યપ્રદ બની જાય છે, જેમાં પોષક તત્વો ની ઉણપ જોવા મળે છે. પાક ની ફેરબદલી નાઇટ્રોજનનેક જમીન માં સ્થાપિત કરે છે, જેમ કે વટાણા અને અન્ય કઠોળ. આ નાઇટ્રોજન ભવિષ્યમાં વાવેલા શાકભાજી ને પોષણ પૂરું પડે છે અને જમીનની ગુણવત્તાસુધારે છે.
2.યોગ્ય પિયત વ્યવસ્થા
પિયત વ્યવસ્થા જમીન ની ગુણવતા જાળવવા મહત્વ ની છે. જમીન માં પાણી ની નિતાર વ્યવસ્થા પર પૂરું ધ્યાન આપવું જોઈએ. પાણી ના ભરવા થી પાક ના મૂળ ને હવા ના અવર જવર ના હોવાથી નુકસાન પોહચે છે અને મૂળ નો વિકાસ અટકે છે. વધારે પડતાં પાણી ના લીધે ક્ષારીયતા અને અમ્લિયતા જેવી સમસ્યાઓ વધે છે.
3.યોગ્ય પી.એચ. આંક ની જાળવણી
પી.એચ. આંક ૭ થી ૮ હોય તેવી જમીન માં પોષક તત્વો ની માત્ર સારા પ્રમાણ માં હોય છે. તેના થી ઓછી કે વધારે પી.એચ. માં પોષક તત્વો નું પ્રમાણ ઓછું થઈ જાય છે. વધારે પી.એચ. વળી જમીન ને સુધારવા માટે જમીન માં જીપ્સમ ઉમેરવું જોઈએ અને ઓછી પી.એચ. વળી જમીન ને સુધારવા માટે ચુના નો ઉપયોગ કરવો જોઈએ.
4.નીંદણ નિયંત્રણ
નીંદણ ઊભા પાક સાથે પાણી, પ્રકાશ અને પોષક તત્વો જેવા જરૂરી પરિબળો માટે પાક સાથે હરીફાઈ કરે છે જેના કારણે પાક ની વૃદ્ધી ઘટે છે. તેથી જમીન ની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે જમીન નીંદણ મુકત રાખવી અનિવાર્ય છે.
માહિતી સ્ત્રોત - આર. પી. વાજા અને કે. વી. હીરપરા નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી-૩૯૬ ૪૫૦
Share your comments