વર્તમાન પરિસ્થિતિને જોઇને ઇઝરાયલે ખેતી માટે ખાસ ટેકનિકને વિકસાવી છે. જેનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ. જેનો અર્થ થાય છે અનેક લેયરમાં ખેતી કરી, પરંતુ જમીન પર નહીં. જમીનની ઉપર
મહારાષ્ટ્રમાં શરૂ કરાઈ આ પદ્ધતિથી ખેતી
મહારાષ્ટ્રમાં આવો એક પ્રોજેક્ટ (વર્ટિકલ ફાર્મિંગ) ચાલી રહ્યો છે જેમાં હળદરની ખેતી કરવામાં આવી રહી છે. જાણીને હેરાન થઇ જશો કે વર્ટિકલ ફાર્મિંગ ટેકનિકથી એક એકરમાં 100 એકર જેટલો પાક મેળવી શકાય છે અને આ ટેકનિકથી હળદરની ખેતી કરવાથી આશરે 2.5 કરોડ રુપિયાના કમાણી કરી શકાય છે.
શું છે વર્ટિકલ ફાર્મિંગ?
- વર્ટિકલ ફાર્મિંગમાં જીઆઇ પાઇપ, 2-3 ફૂટ ઉંડા, 2 ફૂટ પહોળા અને લાંબા કન્ટેનર્સને વર્ટિકલ પદ્ધતિમા સેટ કરવામાં આવે છે.
જેની ઉપરનો ભાગ ખુલ્લો રાખી એમાં હળદરની ખેતી કરવામાં આવે છે. - સામાન્ય રીતે વર્ટિકલ ફાર્મિંગમાં ખેડૂતો હાઇડ્રોપોનિક કે એક્વાપોનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં માટીનો ઉપયોગ નથી થતો.પરંતુ આ પદ્ધતિમાં માટીનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ માટે એક મોટો શેડ બનાવાનો રહે છે જેમાં ખેતી કરી શકાય.
- તાપમાનને 12થી26 ડિગ્રીની વચ્ચે જાળવી રાખવામાં આવે છે, આ માટે ફોગર્સ લગાવામાં આવે છે. જે તાપમાન વધતાં જ પાણીના ફુઆરા ચાલુ કરી દે છે.
- વર્ટિકલ ફાર્મિંગનું સ્ટ્રક્ચર જીઆઇથી બનેલું હોય છે જેની આવરદા 24 વર્ષ સુધીની હોય છે. એટલે કે એકવાર મોટો ખર્ચ કર્યા પછી 24 વર્ષ સુધી ફાયદો ઉઠાવી શકાય છે.
આવી રીતે થાય છે વર્ટિકલ ફાર્મિંગ
- જો હળદરનું ઉદાહરણ લઇએ તો હળદરના બીજને 10-10 સેમીના અંરે ઝિગ-ઝેગ પોઝિશનમાં લગાવામાં આવે છે.
- માટી ભરેલા કન્ટેનર્સમાં બે લાઇનમાં હળદરના બીજ વાવવામાં આવે છે. જેમ-જેમ છોડ વધશે એના પાંદડા કિનારીથી બહાર નીકળતા જશે.
- હળદરને વધારે તડકાની જરુર નથી પડતી અને છાંયડામાં હળદરનો પાક સારો થાય છે.
- હળદરનો સારો પાક લેવા માટે વર્ટિકલ ફાર્મિંગની પદ્ધતિ સુયોગ્ય વિકલ્પ છે.
- હળદરનો પાક 9 મહિનામાં તૈયાર થાય છે, કારણ કે એની પર વાતાવરણની ખાસ અસર પડતી આથી હાર્વેસ્ટિંગ પછ તરત જ બીજો પાક લેવાની તૈયારી કરી શકો છો.
- 3 વર્ષમાં ચાર વખત પાક લઇ શકાય છે
- સામાન્ય ખેતી પદ્ધતિમાં એક વર્ષમાં એક જ વાર પાક લઇ શકાય કારણ કે વાતાવરણનું પણ ધ્યાન રાખવું પડે છે.
Share your comments