ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં વિવિધ પ્રકારના પાકોની ખેતી કરવામાં આવે છે. કોઈ પણ પાકની વાવણી કર્યા બાદ તેમાં રોગ આવવો એ સામાન્ય બાબત છે આજે આપણે વાત કરીશુ કે ખરીફ પાકોમાં ઈયળો પડતી હોય છે તે ઈયળોને કઈ રીતે નિયંત્રીત કરી શકાય છે તો ચાલો જાણીએ અમુક પાકોમાં ઈયળો પર નિયંત્રણ કઈ રીતે કરી શકાય.
મગફળી:
- મગફળીમાં લીલી ઈયળના નિયંત્રણ માટે ઇન્ડોક્ઝાકાર્બ૧૪.૫ એસ.સી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
- મગફળીના પાન ખાનાર ઈયળનાં નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા મીથોમાઈલ ૪૦ એસસી ૧૦ ગ્રામ ૧૦ લિટર અથવા રાયાનાક્ષિપાયર ૨-૩ મિ.લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો
કપાસ
- ગુલાબી ઇયળની મોજણી માટે લગાવેલ ટ્રેપમાં ૮ થી ૧૦ ની સંખ્યામાં ફુદા જોવા મળે ત્યારે નીચે દર્શાવેલ દવામાંથી કોઇ પણ એક દવાનો છંટકાવ ૧૦ લિટર પાણીમાં ભેળવીને કરવો.
- કપાસ પાકમાં બ્લુ કોપર કોપર હેક્ઝીક્લોરાઇડ ૧૦ લીટરમાં ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ૨૬ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી મૂળમાં દ્રેન્ચીંગ કરવું.
દિવેલા:
દીવેલામાં લશ્કરી ઈયળનાં નિયંત્રણ માટે નાની ઈયળો માટે કવીનાલફોસ જયારે મોટી ઈયળો માટે કલોપાયરીફોસ નો છંટકાવ કરવો
સોયાબીન :
- મોલોમશીના નિયંત્રણ માટે ડાયમીથોએટ , ફોસ્ફામીડોન , મીથાઈલ ઓડીમેટોનછંટકાવ કરવો.
- લશ્કરી ઇયળ નાં નિયંત્રણ માટે એન.પી.વી. નો છંટકાવ કરો તેમજ બેસિલસ થુરેન્જીન્સીસ જીવાણુંનાં પાવડર ૧૫ ગ્રામ અથવા બ્યુવેરીયા બાસિયાના ૬૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરો.
તલ:
- ગુચ્છપર્ણનોરોગ ચૂસિયાં પ્રકારની જીવાતથી ફેલાય છે તેથી આ રોગના નિયંત્રણ માટે ડાયામીથોએટ ૧૦મિલી અથવા ફોસ્ફામીડોન૧૦ મિલી કીટક્નાશક દવા ૧૦ લીટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
- તલપાકમાં બ્લુ કોપર કોપર હેક્ઝીક્લોરાઇડ ૧૦ લીટરમાં ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી મૂળમાં દ્રેન્ચીંગ કરવું.
જુવાર:
- જુવારમાં તીતીઘોડાનાં નિયંત્રણ માટે કવીનાલફોસ ૧.૫% ભૂકી ૨૫ કિ.લો. પ્રતિ હેક્ટર પ્રમાણે શેઢા પાળ ઉપર છાંટવી અથવા ક્લોરપાયરીફોસ દવા ૧.૨૫ લિટર ૨૫૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી એક હેક્ટર વિસ્તારમાં ઉભા પાકમાં પુન્કી દેવી.
મકાઇ :
- લશ્કરી ઈયળ ના નિયંત્રણ માટે ક્લોરાપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇન્દોકઝાકાર્બ ૫-૭ મિલી ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
રાજમાં
- રાજમાં માટે રાજ્વાના વાવેતર માટે ગુજરાત રાજમાં એક નું વાવેતર કરવું.
શેરડી:
- શેરડીમાં ભીંગડાવાળી ઇયળનાં નિયંત્રણ માટે કાર્બાફયુરાન ૩ ટકા દાણાદાર હેકટરે ૮-૧૦ કિલો મુજબ આપવું પાનકથીરી નાં નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૦ મીલી અથવા દ્રાવ્ય ગંધક (સલ્ફર) ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
બાગાયત:
- લીંબુમાં ગુંદરીયાનાં નિયંત્રણ માટે બોર્ડો પેસ્ટ લગાવી અને ફોઝોટાઇલ ૦.૨% નો અસગ્રસ્ત ઝાડમાં છંટકાવ કરવો
- દેશી નાળીયેરીમાં ખારા ખેતીમાં ઝાડ દિઠ ૬૦ કિલો છાણીયું ખાતર આપવું.
શાકભાજી:
- શાકભાજીમાં ભૂકી છારાના નિયંત્રણ માટે થયોફેનેટ મિથાઇલ ૭૦ ટકા વે.પા. ૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
- વેલાવાળા શાકભાજી : લાલ અને કાળા મરીયા, ફળમાખી
લાલ અને કાળા મરીયા :
- વેલાના થડની ફરતે જમીનમાં ૩૦ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧૭ કિ.ગ્રા./ હે પ્રમાણે આપવી.
- લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિલી (૫ ઈસી) થી ૫૦ મિલી (૦.૦૩ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
Share your comments