તમે કેરીનું નામ તો સાંભળ્યુ જ હશે. કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે.તમે દશેરી, લંગારા, આલ્ફોન્સો જેવી કેરીની બધી જાતો સાંભળી હશે. પરંતુ આજે અમે તમને કેરીની આવી પ્રજાતિઓ સાથે પરિચય કરાવી રહ્યા છીએ, જેનો એવો સ્વાદ છે કે લોકો તરત જ હજારો રૂપિયા ચુકવવા તૈયાર થઈ જાય છે. નૂરજહાં કેરી તેના વજન માટે પ્રખ્યાત છે.ગયા વર્ષે આ કેરી ઓછી પાકી હતી પરંતુ આ વખતે આ કેરીનું શારુ એવુ ઉત્પાદન થયુ છે. આ કેરીની બજારમાં એટલી બધી માંગ છે કે જે પાક્યા પહેલા જ વેચાઈ જાય છે.
આ જગ્યાએ પાકે છે નુરજહાં કેરી
જો આ કેરીનુ જન્મ સ્થાન હોય તો તે અફઘાનીસ્થાન છે આ કેરીની પ્રજાતી અફઘાનિસ્થાનમાં વઘારે જોવા મળે છે. ભારતમાં પણ કેટલાક વિસ્તારમાં આ કેરીની ખેતી કરવામાં આવે છે. આ પ્રજાતીની કેરી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં જે જગ્યા પર આ કેરીના બગીચા આવેલા છે તે ગુજરાતની બોર્ડરને પણ ટચ કેર છે. આ કરી પાક્યા પહેલા જ તેનુ એડવામન્સ બુકિંગ શરૂ થઈ જાય છે. જેમા ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકો એડવાન્. બુકિમગ વધારે કરતા હોય છે
કેરીની કિંમત
ઈંદોરથી આશરે ૨૫૦ કિમી દૂર કાઠિયાવાડામાં નૂરજહાં કેરી ઉગાડનારા શિવરાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા બગીચામાં ૩ નૂરજહાં કેરીના ઝાડ છે. ત્રણેય વૃક્ષો પર કુલ ૨૫૦ ફળો છે. આ બધા ઘણા લાંબા સમય પહેલા બુક કરાયા હતા. લોકોએ આ કેરીની કિંમત ૫૦૦ રૂપિયાથી ૧૦૦૦ રૂપિયા સુધી ચૂકવી દીધી છે.
આ કેરીનો વજન
- શિવરાજે વધુમાં કહ્યું કે કેરી બુક કરનારા મોટાભાગના લોકો મધ્યપ્રદેશ અને તેના પાડોશી ગુજરાતના છે.
- આ વખતે તેનું કારણ લગભગ ૨ થી સાડા ત્રણ કિલોગ્રામ જેટલું રહ્યું છે.
- બાગાયત નિષ્ણાત ઇશાક મન્સૂરીએ જણાવ્યું હતું કે આ વખતે નૂરજહાં કેરીનું ઉત્પાદન સારું રહ્યું છે પરંતુ કોરોના વાયરસના કારણે ધંધાને થોડી અસર થઈ છે.
- વર્ષ ૨૦૧૯ માં નૂરજહાંનું વજન આશરે ૨.૭૫ કિલો જેટલું હતું.
- લોકોએ ૧,૨૦૦ રૂપિયા સુધી ચુકવી દીધી હતી.
કેરીની લંબાઈ
- બાગાયત નિષ્ણાતો કહે છે કે નૂરજહાં વૃક્ષ સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીથી બોર આવના શરૂ કરે છે.
- તેના ફળો જૂનના પ્રારંભમાં વેચાણ માટે તૈયાર છે.
- નૂરજહાં કેરી એક વિશાળ કેરીનું ફળ છે.
- તે ૧ ફૂટ લાંબી સુધી વધે છે.
- તેની ગોટલીનું વજન ૧૫૦ થી ૨૦૦ ગ્રામ છે.
Share your comments