વેરાવદરનાં નિરૂપાબહેન જાતે તો જૈવિક ખેતી કરે જ છે, સાથે-સાથે બીજા ઘણા ખેડૂતોને જોડે છે. તેમણે 10 મહિલાઓનું ગૃપ પણ બનાવ્યું છે અને ભેગા મળી સીધા ગ્રાહકો સુધી પહોંચાડે શુદ્ધ, સાત્વિક, જૈવિક પદ્ધતિથી કરલ ઉત્પાદન.
100 વીઘા જમીનમાં જૈવિક પદ્ધતિથી સજીવ ખેતી
આજે અમે તમેને એક ગુજરાતી મહિલા ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ નિરુપા બહેન છે જે વેરાવદર ગામમાં રહે છે. નિરુપા બહેન વર્ષ 2011 થી સજીવ ખેતી કરે છે. નિરૂપા બહેન કહે છે કે હું એકલી સજીવ ખેતી કરવા નથી માંગતી મારી ઈચ્છે છે કે મારી સાથે દરેક ખેડૂત આ ખેતી અપનાવે. નિરુપા બહેન 100 વીઘા જમીનમાં જૈવિક પદ્ધતિથી સજીવ ખેતી કરી રહ્યા છે. આજ કાલ સમગ્ર વિશ્વમાં રાસાયણીક પદાર્થોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવી રહી છે જેમાંથી ગુજરાત પણ બાકાત નથી.
આખા ગુજરાતમાં મોટા ભાગે રાસાયણિક ખેતી થાય છે અને તમને બધાને ખબર જ હશે કે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને જે ખેતપેદાશોનું સેવન કરવામાં આવે છે તે કેટલા હાનિકારક હોય છે ખેત પેદાશોમાં જો શાકભાજીની વાત કરીયે તો તેને પકવવા માટે ખેડૂતો ભરપૂર માત્રામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને પકવી રહ્યા છે જે શાકભાજી શરીર માટે ખુબજ હાનિકારક છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની મદદથી થતી ખેતીને કારણે ગુજરાતની સ્ત્રીઓમાં પણ કેન્સરનુ પ્રમાણ વધ્યુ છે. આમ લોકો બિમારીનો ભોગ મ બને તે હેતુથી આજે નિરૂપા બહેન જૈવિક પદ્ધતિથી સજીવ ખેતી તરફ વળ્યા છે. તેઓ માત્ર ખેતી જ નથી કરતા તે બીજા અન્ય ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે પ્રેરીત પણ કરી રહ્યા છે તેમણે મહિલાઓનું એક સમૂહ પણ બનાવ્યુ છે.
સારું વાવો અને સારું ખાઓ
સજીવ ખેતી કરવા પાછળનો નિરૂપા બહેનનો એક જ ધ્યેય છે કે સારું વાવો અને સારું ખાઓ. આ વાંચતા આપણને સૌને વિચાર થાય કે આપણે બધા તો સારું જ ઉગાડીએ છીએ અને બધું સારું સારું તો ખાઈએ છીએ. પણ નિરુપા બહેન માટે આ વાત સાવ અલગ છે. માત્ર દેખાવમાં સારા દેખાતા શાકભાજી અને ફળો આપણા શરીરને સારા નથી બનાવતા, પણ એ શાકભાજી ઉગાડતા સમયે તેમાં કેવા પ્રકારનું ખાતર વપરાયું છે તે આધારે નક્કી થાય છે કે આપણે તંદુરસ્ત છીએ કે નહિ.
"ગાંધી મિત્ર" એવોર્ડથી સન્માનિત
નિરુપા બહેન જણાવે છે કે 2011 થી લઇ આજની તારીખ સુધીમાં હું ઘણા બધા ગામડાઓમાં ફરી છું, ઘણા ખેડૂતોને મળું છું અને સજીવ ખેતી વિશે ઘણી બધી વાતો પણ કરું છું. એક ઘટના સમગ્ર દુનિયામાં એ પણ બની રહી છે કે અત્યારે દરેક લોકો ગ્લોબલ વોર્મિંગની વાતો કરી રહ્યા છે, પણ ખેતીનું પણ તેમાં ઘણું યોગદાન રહ્યું છે. જે વાતાવરણમાં બદલાવ આપણે સૌ જોઈ રહ્યા છીએ, તેમાં એક ફાળો જૈવિક કાર્બનનો પણ રહ્યો છે. આ વાત મને સમજતા મને થયું કે આપણી કુદરતની જે આ સાયકલમાં આપણે હાની પહોંચાડી રહ્યા છે તેને કઈ રીતે બરોબર કરી શકીએ? આ પ્રશ્ન ઘણો મોટો થઇ ગયો છે, એટલે ક્યાંક તો શરૂઆત થવી જોઈએ. જો આપણે કોઈ ટકાઉ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો જ આપણે તે દિશામાં કામ કરી શકીશું. એટલે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે થઇને આ ખેતી ઘણો મોટો ટેકો આપશે. વિચાર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતો "ગાંધી મિત્ર" એવોર્ડ પણ નિરૂપા બહેનને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલી મળેલ છે અને તેઓ અનુબંધ નામની એક સંસ્થા પણ સ્થાપી છે.
અનેર પ્રકારના સેવાકીય કાર્યો
નિરૂપાબહેને માસ્ટર ઈન સોશિઅલ વેલ્ફેરનો અભ્યાસ કર્યો છે અને એલએલબી કર્યું છે. ઉત્કર્ષ માટે તેઓ સતત કામ કરતાં રહ્યાં છે. જેઓ તેમના કામનોઈ નોંધ લઈએ તો અનેક બાળ મજૂરોને છોડાવ્યા છે અને તેમના આ કામની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે. સ્ત્રી જાગૃતિકરણ અને એચઆઈવી કાઉન્સલિંગ માટે પણ તેમણે પરિણામલક્ષી કામ કર્યું. તેમણે મીઠું પકવતા અગરિયાઓ માટે પણ વર્ષો સુધી તપ કરીને સફળ કામગીરી બજાવી છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ વગેરે ક્ષેત્રમાં તેઓ સતત કામ કરતાં જ રહ્યાં છે. બટાકાં, ચોરી, ગવાર, ભીંડો, દૂધી, તૂરિયાં, વાલોળ, કાકડી, ચીંભડાં, તરબૂચની સાથે સાથે મઠ, મગ, તલ, બાજરો પણ વાવ્યો છે.
રસાયણિક ખેતી આરોગ્ય સામે મોટુ જોખમ
તેઓ કહે છે કે આપણે હાલ સ્વસ્થ નથી, કોરોનાએ એ સાબિત કરી દીધું છે કે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. તેની પાછળનું કારણ શું? ડાયાબીટીસ અને અન્ય રોગની જેમ હવે કેન્સર પણ ઘરે ઘરે જોવા મળી રહ્યો છે. આપણે હવે સમજી જવું જોઈએ કે આપણે એક વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છીએ. હું માત્ર એટલું ઈચ્છું છું કે મારી જમીન સ્વસ્થ તો મારું રસોડું સ્વસ્થ. ગુજરાતે ખૂબ જ ઝડપથી ઓર્ગેનિક ખેતી તરફ વળવું જ પડશે. રસાયણિક ખેતીએ ગુજરાતના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કર્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કરી રહ્યા છે ખેતી
અખબારોમાં પેમ્ફલેટ નાખીને તેમણે અનુબંધના ઉમદા, જરૃરી અને ઉપયોગી પ્રયોજનની વાત લોકો સુધી પહોંચાડી છે. તેમણે પોતાના ગામમાં દસ મહિલાઓનું અને સુરેન્દ્રનગરમાં દસ મહિલાઓનું જૂથ ઊભું કર્યું છે. સજીવ ખેતીનાં ઉત્પાદનો કોઈ પણ પ્રકારના વચેટિયા વિના સીધાં ગ્રાહકો સુધી પહોંચે તેવો તેઓ પ્રયાસ કરી રહ્યાં છે. અને તેમના મોટા ભાગના સુરેન્દ્રનગરમાં ગ્રાહકો છે.
Share your comments