Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડાંગરની પરાળ પર ઉગાડાય છે ચાઈનીઝ મશરૂમ, અત્યારે જ વાંચો તેની ખેતીની અનોખી રીત

ડાંગરની પરાળ ઉપર ઉગાડાતા મશરૂમને પેડીસ્ટ્રો મશરૂમ અથવા ચાઈનીઝ મશરૂમનાં નામે ઓળખવામાં આવે છે. વોલ્વેરીલા વોલ્વેશીયા અને વોલ્વેરીલા ડીપ્લેશીયા આ બંને ખાસ કરીને ડાંગરની પરાળ ઉપર ઉગાડવામાં આવતી મશરૂમની જાતો છે. જેથી, તેને ડાંગરની પરાળ ઉપરના મશરૂમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Profitable Mushroom Farming paddy straw
Profitable Mushroom Farming paddy straw

ડાંગરની પરાળ ઉપર ઉગાડાતા મશરૂમને પેડીસ્ટ્રો મશરૂમ અથવા ચાઈનીઝ મશરૂમનાં નામે ઓળખવામાં આવે છે. વોલ્વેરીલા વોલ્વેશીયા અને વોલ્વેરીલા ડીપ્લેશીયા આ બંને ખાસ કરીને ડાંગરની પરાળ ઉપર ઉગાડવામાં આવતી મશરૂમની જાતો છે. જેથી, તેને ડાંગરની પરાળ ઉપરના મશરૂમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મશરૂમ ગરમ મશરૂમનાં નામથી પણ ઓળખવામાં આવે છે.

ચીનથી કરવામાં આવી છે ખેતીની શરૂઆત

ડાંગરની પરાળ ઉપરના મશરૂમની ખેતીની શરૂઆત ચીનથી કરવામાં આવી છે. આ ઝડપથી ઉગતું મશરૂમ છે તથા અનુકૂળ ઉત્પાદન પરિસ્થિતિઓમાં તેનું જીવનચક્ર 3-4 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય છે. આ મશરૂમને ડાંગરનાં પરાળ, કપાસની સાંઠી તથા અન્ય સેલ્યુલોઝથી ભરપુર માધ્યમ ઉપર સહેલાઈથી ઉગાડી શકાય છે. આ મશરૂમ 33-37° સે તાપમાને ઉછેરી શકાય છે, આથી દક્ષિણ ગુજરાતમાં તેના ઉછેરની શકયતાઓ રહેલી છે પરંતુ આ મશરૂમનું ઉત્પાદન ખુબ જ ઓછું હોવાથી અને તેની સંગ્રહ શકિત ખુબ જ ઓછી હોવાથી આર્થિક વળતર મેળવી શકાતુ નથી.

ડાંગરની પરાળ પર મશરૂમ ઉગાડવાની પદ્ધતિ

  • ખુલ્લા વાતાવરણમાં છાંયડાવાળી જગ્યા ડાંગરની પરાળ ઉપરના મશરૂમ માટે ઉત્તમ જગ્યા છે.
  • ડાંગરની પરાળ ઉપરના મશરૂમની ખેતી માટે જેમાં ડાંગરના દાણા બિલકુલ રહેલા ન હોય તેવા અને વરસાદથી કે ભેજથી પલળ્યા ન હોય તેવા, લીલા ઘાસની સળીઓ વગરના સંપૂર્ણ સૂકાયેલ ડાંગરના પૂળીયાંને બે ફૂટ લંબાઈના કાપીને 24 કલાક ક્લોરીનરહિત પાણીમાં પલાળી રાખવા.
  • બીજા દિવસે આ પૂળીયાંને છૂટા કરી પાળી પર ત્રણ થી ચાર ઈંચના થરમાં પાથ૨વા અને તેના પર મશરૂમનું બીજ ચારે બાજુએ થોડીક જગ્યા છોડીને અંદરની ધારે પૂંખવા અને તેના પર ચણાનો લોટ ભભરાવવો.
  • ત્યારબાદ પહેલાની જેમ બીજા પૂળીયાંમાંથી એક આડો તો બીજો ઊભો એમ થ૨ પાથરવો અને આગળની જેમ જ મશરૂમનું બીજ વાવવું. આ રીતે ચાર થી પાંચ થર બનાવવા. આમ સૌથી ઉપરના થર સિવાય બાકીના થરમાં મશરૂમનું બીજ વચ્ચેના ભાગમાં પાથરવામાં આવતા નથી પરંતુ ચારે બાજુ ધાર પર જ પાથરવામાં આવે છે. જયારે સૌથી ઉપરના થરમાં મશરૂમનું બીજ વચ્ચેના ભાગમાં પ્રખવામાં આવે છે. ત્યારબાદ છેલ્લે તેની ઉપર એક પાતળો થર ઢાંકી ઉપર થોડુક પાણી છાંટી પૂળીયાંમાં રહેલ ભેજ જળવાય રહે તે માટે પ્લાસ્ટિકની સીટથી ઢાંકી દેવામાં આવે છે.
  • આરીતે મશરૂમના બીજ વાવ્યા પછી બહુ જ હળવેથી નાના સ્પ્રેયર વડે જરૂર મુજબ દિવસમાં એકાદ બે વખત પાણી છાટવું અને દિવસમાં બે કલાક પ્લાસ્ટિક ખુલ્લું રાખવું.
  • બીજ વાવ્યા પછી મશરૂમના બીજ 10 થી 12 દિવસે ઉગી નીકળે છે.

કાપણી

મશરૂમ પૂરતું તૈયાર થાય અને ખૂલી જાય તે પહેલા કાપી લેવામાં આવે છે. અન્ય ખાદ્ય મશરૂમની અપેક્ષાએ આ મશરૂમની કાપણી વખતે તેની દાંડીને ડાબી જમણે વાળીને હાથથી તોડવામાં આવે છે. મશરૂમની દાંડીને ચપ્પુ અથવા કાતરથી કાપવું ન જોઈએ કારણ કે દાંડી જો મધ્યમાં રહી જાય તો મધ્યમાં સડો ફેલાય છે, જેનાથી ફૂગજન્ય રોગો અને કિટકોનો ફેલાવો થઈ શકે છે. આ કાપેલા મશરૂમને થોડા જ કલાકમાં વેચી નાખવા જરૂરી છે, કારણ કે પાણી ઉડી જવાથી દર કલાકે તેનુ 5 થી 10% વજન ઓછું થાય છે અને ગુણવતા પણ ઓછી થાય છે.

આ રીતે મશરૂમની ખેતીમાં વાવણીથી કાપણી સુધીમાં એકાદ માસનો સમય લાગે છે. આ માટે ડાંગરના જે મૂળીયાંને પસંદ કરવામાં આવે છે તેમાં જો ડાંગરના દાણા રહી ગયેલ હોય તો દાણા ઉગતાં મશરૂમના ઉગવાની જાળીને તોડી નાંખે છે જેથી ધાર્યું ઉત્પાદન આવતું નથી. ડાંગરના પૂળીયામાં સળીઓ જેમ જાડી હોય તેમ મશરૂમનો ઉગાવો સારો થાય છે. આથી ખાસ કરીને મસુરી જેવી ઊંચી વધતી જાતના ડાંગરના પૂળીયાં પસંદ કરવા જોઈએ. એકવાર ઉપયોગમાં લીધા પછી ફરી તે પૂળીયાં મશરૂમ ઉગાડવા માટે વાપરી શકાતું નથી. તેના નિકાલ માટે ખાતરના ખાડામાં કંમ્પોસ્ટ ખાતર તરીકે દાબી કહોવડાવા દેવું જેથી ખાતરમાં તેનો સદ્ઉપયોગ થાય.

આ પણ વાંચો : સ્વાસ્થયને લાભકારી અને મીઠાશ આપતી ઔષધીય વનસ્પતિ -સ્ટીવીઆ (મીઠા પાન)

આ પણ વાંચો : ઓફ સિઝનમાં કરો શાકભાજીની ખેતી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More