Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

White Mango: આ છે આંબાની અવનવી જાત,જેનું સ્વાદ છે તદ્દન આલ્કોહોલ જેવું

આલ્કોહોલ શબ્દ સાંભળતાના સાથે જ સૌથી પહેલા આપણા બધાના મગજમાં જે વસ્તુઓ આવે છે તે છે દારૂ,બીયર,વાઈન વગેરે. પરંતુ શું તમને ખબર છે કે બજારમાં આલ્કોહોલ આંબા પણ આવી ગયું છે, જેની માંગણી બજારમાં બીજા આંબા કરતા સૌથી વધું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

આલ્કોહોલ શબ્દ સાંભળતાના સાથે જ સૌથી પહેલા આપણા બધાના મગજમાં જે વસ્તુઓ આવે છે તે છે દારૂ,બીયર,વાઈન વગેરે. પરંતુ શું તમને ખબર છે કે બજારમાં આલ્કોહોલ આંબા પણ આવી ગયું છે, જેની માંગણી બજારમાં બીજા આંબા કરતા સૌથી વધું છે.આ આંબાનું સ્વાદ તદ્દન આલ્કોહોલ જેવો છે, જેથી કરીને તેને આલ્કોહોલ આંબા નામ આપવામાં આવ્યું છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે ભારતથી વધુ તેની માંગણી વિદેશોમાં છે. તેથી કરીને જો કોઈ ખેડૂત તેની ખેતી કરે છે તેઓ તેને વિદેશમાં મોકલીને લાખોની કમાણી કરી શકે છે.

વિશ્વમાં પ્રખ્યાત આંબાની જાતો

એમ તો વિશ્વમાં આંબાની ઘણી જાતો પ્રખ્યાત છે, જો કે મોટા ભાગે ભારતમાં જોવા મળે છે, તેથી કરીને ભારતના રાષ્ટ્રીય ફળ તરીકે આંબાને જાહેર કરવામાં આવ્યું છે. જો આંબાની જાતોની વાત કરીએ તો તેના લંગડા, તોતાપુરી, હાફુસ, દશેરી, બદામી, આલ્ફોન્સો, જમાદાર જેવા કેરીઓનું સમાવેશ થાય છે. આ કેરીઓ આખી દુનિયામાં ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. તમે ઘણી અનોખી કેરીઓ વિશે સાંભળ્યું હશે અને ખાધું હશે. પરંતુ શું તમે ક્યારેય સફેદ કેરી વિશે સાંભળ્યું છે? જો નહીં, તો આજે અમે તમને કેરીની આ અનોખી જાત વિશે જણાવીશું.

ક્યાં જોવા મળે છે આંબાની આ જાત

સફેદ રંગની આંબાની આ દૂર્લભ જાત પણ દક્ષિણ પૂર્વ એશિયામાં જ જોવા મળે છે. સફેદ આંબાનું પલ્પ સફેદ હોય છે, જે મીઠો અને એકદમ રસદાર હોય છે. સફેદ આંબા અન્ય જાતો કરતાં તદ્દન અલગ છે અને તેના અનોખા સ્વાદ તેને ઘણું લોકપ્રિયા બનાવ્યું છે. તેના આલ્કોહોલ જેવા અનોખા સ્વાદ તેને ઘણું જાણીતું બનાવ્યું છે અને તેના કારણે જ તેનો માર્કેટમાં ઘણી માંગણી છે.

શું તેનો ભારતમાં વાવેતર થઈ શકે છે?

આલ્કોહોલના સ્વાદ વાળી આ આંબાને વિશ્વમાં ઘણા ભાગોમાં વાણી કહેવામાં આવે છે. અત્યારે તેનો વાવેતર ફક્ત ઇન્ડોનેશિયાના બાલી પ્રાંતમાં જ થાય છે. પરંતુ હાલમાં તેના વાવેતર ભારતમાં પણ કેવી રીતે કરી શકાય તેના ઉપર શોધ કરવામાં આવી રહ્યો છે. જો આ શોધ સફળ થાય છે અને સફેદ આંબાનું વાવેતર આપણા ખેડૂતો કરી લે છે તો આંબાના ખેડૂતોને ઘણા મોટો ફાયદો થશે. જણાવી દઈએ એમ તો આ કેરી અન્ય કેરી જેવી જ લાગે છે, પરંતુ જ્યારે અંદરથી તેને કાપવામાં આવે છે ત્યારે તે સંપૂણપણે સફેદ હોય છે.તેના અનન્ય રંગ અને સ્વાદને કારણે, સફેદ કેરી સામાન્ય રીતે વિદેશી બજારોમાં ઉંચી કિંમતે વેચાય છે. તે એક પ્રકારની અડધી કેરી છે અને તેનું વજન 150 ગ્રામથી 300 ગ્રામ જેટલું છે. તેની ખેતી માટે ગરમ હવામાન અને ઊંચા તાપમાનની જરૂર પડે છે. તેનું વૈજ્ઞાનિક નામ "મેન્ગીફેરા ઇન્ડિકા" છે.

સ્વાસ્થ માટે છે ખૂબ જ ફાયદાકારક

પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક લોકોને તેનો સ્વાદ થોડો દારૂ જેવો લાગે છે. જ્યારે કેટલાક લોકોના મતે તેનો સ્વાદ સ્મોકી ટૂથપેસ્ટ જેવો હોય છે. તેના અનોખા રંગ અને સ્વાદની સાથે તે સામાન્ય સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં સફેદ વિટામિન A, ફાઈ

બર અને પોટેશિયમ પણ હોય છે. આ પોષક તત્વોના કારણે કેરીને એક સ્વાસ્થ્યવર્ધક ફળ માનવામાં આવે છે, જેમાં સ્થૂળતા ઘટાડવા, આંતરડા સાફ કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાના ગુણો છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે જ્યુસ, શરબત, આઈસ્ક્રીમ, જ્યુસ અને અન્ય મીઠાઈઓમાં થાય છે.

 

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More