આધુનિક સમયમાં કૃષિ ક્ષેત્રએ એટલી ઝડપ પકડી લીધી છે કે ખેડૂત માટે ખેતી કરવાનું હવે ખૂબ જ સરળ બની ગયું છે, હવે આપણે લીલા શાકભાજી શરીદવા માટે બજારોમાં જવાની જરૂર રહી નથી. હકીકતમાં કેન્દ્રીય ઉપોષ્ણ બાગાયતી સંસ્થા (આઈસીએઆર)એ એક ટેકનીક વિકસિત કરી છે. આ ટેકનીકને દિવાલ પર શાકભાજી ઉગાડવા (Vertical Gardening) કહે છે. તેની મદદથી ઘરોની દિવાલો પર જૈવિક શાકભાજી ઉગાડી શકાય છે. આ ટેકનિકને અપનાવી રસોઈની મજા માણી શકાય છે. આ સાથે કિચનના બજેટને પણ ઓછું કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ ટેકનિકથી માટી વગર શાકભાજી ઉગાડી શકાય છે.
શું છે આ ટેકનીક?
આ ટેકનીકમાં માટીની જગ્યાએ એક વિશેષ સામાન્ય મિશ્રણ અને કન્ટેનર તૈયાર કરવામાં આવે છે. તેમા પીવીસી પાઈપ કાપી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે. તેમા કોકોપીટ-વર્મિકુલાઈટ અને પરલાઈટનું મિશ્રણ મિલાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મિશ્રણ હાનિકારક હોતા નથી. તેનો વજન માટીથી ઓછો હોય છે. માટે તેને સરળતાથી છત કે ઘરની દિવાલ પર રાખી શકાય છે.
સીલનથી કોઈ જોખમ નથી
કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે વધારે લોકો ઘરોની દિવાલો પર સજાવટના છોડને ઉપયોગમાં લે છે. તેની પાછળ અનેક રેડીમેડ પ્લાસ્ટરના કન્ટેનર મારફતે લગાવવામાં આવે છે. શાકભાજીને દિવાલો પર ઉગાડવા માટે એક કન્ટેનર તૈયાર કરવામાં આવે છે. તે દિવાલની મદદથી ઉભા કરવામાં આવે છે. આ કન્ટેનરને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી તેમા ભરેલી માટી કે વિશેષ મિશ્રણ દિવાલને ટચ કરતી નથી. ખાસ વાત એ છે કે આ સીલન આવવાથી કોઈ જ નુકસાન થતુ નથી. તેના ઉપયોગથી માટી વગર અનેક પ્રકારા શાકભાજી ઉગાડી શકાય છે. આ ટેકનિકથી ડુંગળી, પાલક, મેથી સહિત અનેક શાકભાજી ઉગાડી શકાય છે. આ કેતીમાં કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
વરસાદથી બચાવવામાં આવે છે શાકભાજી
વરસાદની સિઝનમાં દિવાલ પર શાકભાજીને ઉગાડવી તે વધારે ઉપયુક્ત માનવામાં આવે છે. આ ટેકનીકથી અનેક પાકની જગ્યા અને વાતાવરણ પ્રમાણે ઉગાડી શકાય છે. તેનાથી સડો થવાનું કોઈ જોખમ રહેતુ નથી.
Share your comments