
વેનીલા આઈસ્ક્રીમના નામ સાંભળતાના સાથે જ બધાના મોડામાં પાણી આવી જાય છે. નાના બાળકથી લઈને વડીલ સુધી બધાની મનગમતી આઈસ્ક્રીમ વેનીલા છે. આજકાલ પરંપરાગત ખેતીની સરખામણિએ વેનીલાની ખેતી ખૂબ જ નફાકારક સાબિત થઈ રહી છે. જો તમે પણ તમારી કમાણી બમણી કરવા માંગો છો, તો તમે વેનીલાની ખેતી કરી શકો છો. આ પાકના વધતા બજાર, ઊંચા ભાવ અને ઔષધીય ગુણધર્મોના કારણે તેની માંગ ઝડપથી વધી રહી છે. આથી કરીને આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે લઈને આવ્યા છે વેનીલાની ખેતીની સપૂર્ણ માહિતી...
વેનીલાની વધતી માંગ અને ફાયદા
- વેનીલાની વૈશ્વિક માંગ સતત વધી રહી છે.
- તેના ફળો અને બીજની કિંમત ઘણી ઊંચી છે.
- તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો, સૌંદર્ય પ્રસાધનો અને દવાઓમાં વ્યાપકપણે થાય છે.
- તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, જેના કારણે તેની માંગ વધુ વધી રહી છે.
વેનીલા ક્યાં વપરાય છે?
ખાદ્ય ઉદ્યોગ: વેનીલાનો ઉપયોગ આઈસ્ક્રીમ, ચોકલેટ, બેકરી ઉત્પાદનો, મીઠાઈઓ અને અન્ય ઘણી ખાદ્ય વસ્તુઓમાં થાય છે. ભારતીય મસાલા બોર્ડ અનુસાર, વિશ્વમાં ઉત્પાદિત 40 ટકા આઈસ્ક્રીમમાં વેનીલા ફ્લેવરનો ઉપયોગ થાય છે.
કોસ્મેટિક અને પરફ્યુમ ઉદ્યોગ: વેનીલાનો ઉપયોગ પરફ્યુમરી ઉત્પાદનો, સાબુ, બોડી લોશન અને શેમ્પૂમાં પણ થાય છે.
ઔષધીય ગુણધર્મો: વેનીલામાં હાજર વેનીલીન તત્વ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તે કેન્સર સામે લડવામાં, પાચનતંત્રને મજબૂત બનાવવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે.
વેનીલાના છોડ ઉગાડવાની રીત
આબોહવા અને માટીની જરૂરિયાતો
- ગરમ અને ભેજવાળી આબોહવા વેનીલાની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે.
- તેને છૂટક જમીનમાં ઉગાડવું શ્રેષ્ઠ છે, જેનું pH સ્તર 5 થી 7.5 ની વચ્ચે હોવું જોઈએ.
- તેના વેલા ઝડપથી વધે છે.

છોડની સંભાળ અને પરિપક્વતાનો સમયગાળો
- વેનીલાના છોડને પરિપક્વ થવામાં 9 થી 10 મહિના લાગે છે.
- તેને તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવવા માટે છાંયડાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે.
- નિયમિત સિંચાઈ અને ખાતરનો યોગ્ય ઉપયોગ જરૂરી છે.
પરાગનયન પ્રક્રિયા
- વેનીલાના ફૂલો કુદરતી રીતે મધમાખીઓ અને પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે.
- પરંતુ ભારતમાં, કૃત્રિમ પરાગનયનની તકનીક અપનાવવામાં આવે છે, જેના કારણે ઉત્પાદન વધુ અને સારી ગુણવત્તાનું હોય છે.
વેનીલાની ખેતી થકી કમાણી
- બજારમાં વેનીલાના બીજની કિંમત પ્રતિ કિલોગ્રામ 40,000 થી 50,000 રૂપિયા સુધીની છે.
- પ્રતિ એકર લગભગ 200-300 કિલો વેનીલાનું ઉત્પાદન શક્ય છે.
- આ મુજબ, જો કોઈ ખેડૂત 2-3 એકરમાં વેનીલાની ખેતી કરે છે, તો તે વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે.
આ પણ વાંચો:ર્ચમાં જામફળના છોડ રોપવાથી મળે છે અઢળક ઉત્પાદન, કમાણી થઈ જાય છે બમણી
ભારતમાં વેનીલાની ખેતી ક્યાં થાય છે?
ભારતમાં, વેનીલાની ખેતી મુખ્યત્વે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં થાય છે. પરંતુ હવે ઘણા અન્ય રાજ્યોના ખેડૂતોએ પણ તેની ખેતી કરવામાં માંડ્યા, જેમાં ગુજરાતના પણ કેટલાક ખેડૂતોનો સમાવેશ થાય છે.
કેવી રીતે શરૂઆત કરવી?
- સરકારી યોજનાઓ અને સબસિડી વિશે માહિતી મેળવો.
- કૃષિ સંશોધન સંસ્થાઓમાંથી તાલીમ લો.
- બીજ અને અદ્યતન તકનીકો યોગ્ય રીતે પસંદ કરો.
- બજારમાં માંગનું અગાઉથી મૂલ્યાંકન કરો અને યોગ્ય ખરીદનારનો સંપર્ક કરો.
Share your comments