Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

આ છે ટામેટાના ઉત્પાદન કરનાર ટોચના રાજ્ય, ગુજરાતનું પણ થાય છે સમાવેશ

માર્કેટમાં આજકાલ ટામેટાના ભાવ આસમાને છે. દરેક વાનગીનો સ્વાદ ટામેટા માર્કેટમાં 100 રૂપિયાના ભાવને વટાવી ગયા છે, જેના કારણે ગૃહણીઓના બજેટ તો ખોરવાઈ ગયું છે તેના સાથે જ વાનગીઓનું સ્વાદ પણ બગડી ગયું છે. ટામેટાની ચટણી અને સલાડ તો બધાના મનગમતુ છે પણ ભાવમાં વધારાના કારણે લોકોને માર્કેટમાં ટામેટા જોવા તો મળી રહ્યું છે પરંતુ તેઓ તેને લઈ શકતા નથીં તેમ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

માર્કેટમાં આજકાલ ટામેટાના ભાવ આસમાને છે. દરેક વાનગીનો સ્વાદ ટામેટા માર્કેટમાં 100 રૂપિયાના ભાવને વટાવી ગયા છે, જેના કારણે ગૃહણીઓના બજેટ તો ખોરવાઈ ગયું છે તેના સાથે જ વાનગીઓનું સ્વાદ પણ બગડી ગયું છે. ટામેટાની ચટણી અને સલાડ તો બધાના મનગમતુ છે પણ ભાવમાં વધારાના કારણે લોકોને માર્કેટમાં ટામેટા જોવા તો મળી રહ્યું છે પરંતુ તેઓ તેને લઈ શકતા નથીં તેમ છે. પરંતુ આજના આ આર્ટિકલમાં અમે તમને ટામેટાના ભાવ કેટલા છે તે જણાવા માટે નથી આવ્યા પણ અમે તો તમારા માટે લઈને આવ્યા છે દેશના 6 સૌથી વધુ ટામેટાની ખેતી કરનાર રાજ્યોની માહિતી વિશે, જેમાંથી એક આપણો ગરવી ગુજરાત પણ છે.

ટામેટાના સૌથી વધુ ઉત્પાદન કરનાર રાજ્યોની યાદી

મધ્ય પ્રદેશ: ભારતના દિલ તરીકે ઓળખાતું મધ્ય પ્રદેશ દેશમાં સૌથી વધુ ટામેટાના ઉત્પાદન કરનાર રાજ્ય છે. મધ્ય પ્રદેશના ખેડૂતોએ દર વર્ષે ટામેટાની બમ્પર ઉપજ મેળવે છે, જો કે દેશના કુલ ટામેટાના ઉત્પાદનનું 14.63 ટકા છે. વધુમાં જણાવી દઈએ કે અહીંની જમીન અને આબોહવા ટામેટાની ખેતી માટે વધુ સારી માનવમાં આવે છે.

આંધ્ર પ્રદેશ: આઈએનએસ વિક્રમ અને તિરુપતિ બાલાજીના સ્થાન આંઘ્ર પ્રદેશ ટામેટાના ઉત્પાદન કરનાર રાજ્યોની યાદીમાં બીજા ક્રમે આવે છે. આંધ્ર પ્રદેશના ટામેટાના ઉપયોગ લોકોના રસોડામાં સૌથી વધુ થાય છે, જો કે ત્યાંના ખેડૂતોએ ભારતના કુલ ટામેટાના ઉત્પાદનમાં 10.92 હિસ્સો આપે છે.

કર્ણાટક: આઈટીના હબ તરીકે ઓળખાતું બેંગલુરૂ ભારતના એજ રાજ્યનો પાટનગર છે જો કે ટામેટા ઉત્પાદન કરનારમાં ત્રીજા સ્થાને આવે છે.ભારતના દક્ષિણમાં વસાયેલા ખૂબરસુરત રાજ્ય કર્ણાટક 10.23 ટકા ટામેટાના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતના ટોય 3 માં ત્રીજા સ્થાન ધરાવે છે.

તમિલનાડું: મંદિરોના રાજ્ય તરીકે પ્રસિદ્ધ અને જ્યાં ભારતની સૌથી જૂની ભાષા એટલે કે તમિલ બોલવામાં આવે છે. એવા તમિલનાડું ટામેટાના ઉત્પાદનમાં 4 સ્થાન ઘરાવે છે. ત્યાં દર વર્ષે 7.34 ટકા ટામેટાનું ઉત્પાદન થાય છે..

ઓડિશા: સુપર ફૂડ તરીકે ગણાતા ટામેટાના ઉત્પાદનમાં ભગવાન જગ્રનાથની ધરતી ઓડિશા પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે. અહિનાં ખેડૂતોએ દર વર્ષે 7.6 ટકા ટામેટાનું ઉત્પાદન કરીને લોકોના રસોડા સુધી પહોંચાડે છે.

ગુજરાત: સરદાર પટેલ અને ગાંધી બાપુની ધરતી આપણા ગરવી ગુજરાત ટામેટાના ઉત્પાદનમાં છઠ્ઠા સ્થાને આવે છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના ડેટા મુજબ ગુજરાતના ખેડૂતો દ્વારા દર વર્ષે 6.87 ટકા ટામેટાનું ઉત્પાદન કરે છે. જણાવી દઈએ કે ગુજરાતના સહિત બીજા પાંચ રાજ્યોએ ભેગા મળીને ભારતના 60 ટકા ટામેટાનું ઉત્પાદન કરે છે અને તેને દેશ વિદેશ સુધી પહોંચાડે છે.

આ પણ વાંચો છે: બજારમાં વેચાઈ રહ્યું છે ભેળસેળયુક્ત ચાઈનીઝ લસણ, આમ કરો ઓળખ નહિંતર થઈ જશે કેન્સર

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More