Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

દ્રાક્ષમાંથી કિસમિસ બનાવવાની સાચી રીત, કમાણી અધધ..

કોરોના મહામારીએ દરેક ક્ષેત્રમાં નુકસાન પહોંચાડ્યું છે. ખેતી પણ તેમાં બાકાત નથી. નિકાસ અને ફાયદાની આશા સાથે ખેતી કરનારને કોરોનાએ ઘણું નુકસાન કર્યું છે. જો કોરોનાએ કોઈપણ કૃષિને સૌથી વધુ બરબાદ કરી છે, તો તે દ્રાક્ષની ખેતી છે. દેશના ખેડુતો નિકાસ માટે કાળી દ્રાક્ષની ખેતી કરે છે. આ વખતે પણ કરી હતી, પરંતુ કોરોનાએ બધા દરવાજા બંધ કર્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કિસમિસ

દ્રાક્ષ ખેતરોમાંથી બહાર નીકળી પણ બજારમાં પહોંચી નહીં. જેટલી પહોંચી તેટલી ફેંકી દેવાના ભાવે વેચાઈ હતી. આ દરમિયાન પૂનાના એક ખેડૂતને આ આફતમાં અવસર જોવા મળ્યો અને દ્રાક્ષને કિસમિસમાં ફેરવીને પોતાનું તમામ નુકસાન ભરી દીધુ..

પુણેમાં રહેતા આ યુવાન ખેડૂતનું નામ રોહિત ચૌહાણ છે. રોહિતના જણાવ્યા મુજબ નિકાસ માટે યુરોપમાં કાળી દ્રાક્ષનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. યુરોપમાં મોકલેલા આ દ્રાક્ષની કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ આ સમયે કોરોનાએ બધુ બગાડ્યું છે.

આ પણ વાંચો, પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયાની ગ્રાન્ટ પર કેળાની ખેતી માટે કરો અરજી

દ્રાક્ષ અહીં જ પડી રહી છે. દેશના બજારોમાં પણ સારી માંગ નથી. જેથી 20 રૂપિયામાં વેચવાની ફરજ પડી હતી. આ ભાવે રોહિતે બધી દ્રાક્ષ વેચી નહીં. કારણ કે તેનાથી ખર્ચ નીકળે નહીં. તેમણે પુણેમાં દ્રાક્ષના રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની મદદ લીધી અને દ્રાક્ષને કિસમિસમાં કેવી રીતે રૂપાંતરિત કરવું તે શીખ્યા હતા.

રોહિત ચૌહાણે જણાવ્યા મુજબ, તેમને નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રેપ્સ પાસેથી ખબર પડી કે, જો હવામાન અનુકૂળ હોય તો દ્રાક્ષને 12-15 દિવસમાં કિસમિસમાં ફેરવી શકાય છે. જો તમને આ કરવામાં સફળતા મળે છે, તો પછી તમે દ્રાક્ષમાંથી બનેલા કિસમિસને 250 થી 300 રૂપિયા કિલો સુધી વેચીને કમાણી કરી શકો છો. જો કે, અનુકૂળ હવામાન સાથે, એક વિશેષ પદ્ધતિ અપનાવવામાં આવે છે. જેને ડ્રાય ઓન-વાઇન પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિથી કોઈપણ ખેડૂત તાજી દ્રાક્ષને કિસમિસમાં ફેરવી શકે છે.

આ પદ્ધતિથી દ્રાક્ષને કિસમિસમાં બદલો

દ્રાક્ષમાંથી કિસમિસ બનાવવા માટે એક લિટર પાણીમાં 15 મિલી. ઇથિલ ઓલિયાટ અને 25 ગ્રામ પોટેશિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે. આ પાણી દ્રાક્ષના ગુચ્છા પર છાંટવામાં આવે છે. જો એક એકર ક્ષેત્રમાં દ્રાક્ષની ખેતી કરવામાં આવે છે, તો પછી 150 લિટર પાણીમાં 2.25 લિટર ઇથિલ ઓલિયેટ અને 3.75 કિલો પોટેશિયમ કાર્બોનેટનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણની બે અથવા ત્રણ સ્પ્રે કરવું હોય છે.. પરંતુ બીજી વખત છંટકાવ કરતી વખતે પાણીમાં ઓછું કેમિકલ ઉમેરો. ઉદાહરણ તરીકે, 1.65 લિટર ઇથિલ ઓલિયેટ અને 2.70 કિલો પોટેશિયમ કાર્બોનેટને 150 લિટર પાણી સાથે મિશ્ર કરીને તેને પર સ્પ્રે કરો.

આ કેમિકલનો થાય છે ઉપયોગ

દ્રાક્ષ ઉપર 12થી 14 દિવસ ઇથિલ ઓલિયાટ અને પોટેશિયમ કાર્બોનેટ  છાંટવાથી દ્રાક્ષમાંથી 16 ટકા જેટલો ભેજ દૂર કરે છે જે તેને કિસમિસમાં ફેરવે છે. એટલે કે, 12-14 દિવસમાં તમે દ્રાક્ષને કાપીને તેને કિસમિસ તરીકે વેચી શકો છો. તેનો ભાવ પ્રતિ કિલો 250-300 રૂપિયા સુધીનો હોઈ શકે છે. જો તમે કિસમિસ બનાવ્યા વગર દ્રાક્ષ વેચશો તો તમારી આવક અડધી પણ રહેશે નહિ. સારી દ્રાક્ષ 100-150 રૂપિયા કિલોના છૂટકમાં બજારમાં ઉપલબ્ધ છે. આનો અર્થ એ થયો કે વેપારીઓએ ખૂબ ઓછા દરે બલ્કમાં માલ ઉપાડે છે. કિસમિસ સાથે આવું થતું નથી. કિંમતો ઘટે છે પરંતુ ઝડપથી નહિ.

મહારાષ્ટ્રમાં થાય છે સૌથી વધુ ઉત્પાદન

કોરોનાને કારણે જે ખેડૂતની દ્રાક્ષનું વેચાણ સારી રીતે થયું ન હતું, તેઓ હવે કિસમિસ વેચીને સારી કમાણી કરી રહ્યા છે. દ્રાક્ષમાંથી કિસમિસ બનાવવાનું કામ તેમના હાથમાં હોવાથી ખેડુતો તેનો પૂરો લાભ લઈ રહ્યા છે. આ વખતે મહારાષ્ટ્રમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી હતી. જેની અસર દ્રાક્ષ અને કિસમિસ માર્કેટમાં પણ પડી છે. દેશના 81 ટકા દ્રાક્ષ મહારાષ્ટ્રમાં ઉત્પન્ન થાય છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનના કારણે ખેડુતોને મોટુ નુકસાન થયું છે. હવે તેઓ આ નુકસાનને કિસમિસથી પૂરું કરવા માંગે છે. ખેડુતોએ પેકેજીંગનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. બજારો ધીરે ધીરે ખુલી રહી છે, જે કિસમિસના ધંધામાં તેમને લાભ આપી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More