શિમલા મિર્ચ ભારતની એક લોકપ્રિય શાકભાજી છે. ભોજન ઉપરાંત ઉત્પાદનની દ્રષ્ટિએ પણ તે ખાસ છે. વિવિધ ભાષાઓમાં તેના અનેક નામ છે. કેટલાક લોકો તેને ગ્રીન પેપર કહે છે તો કોઈ તેને સ્વીટ પેપરના નામથી પણ ઓળખે છે. સામાન્ય મરચાની તુલનામાં તેનો આકાર અને તીખાપણું કંઈક અલગ હોય છે.
શિમલા મિર્ચમાં વિટામીન એ અને સી વિપુલ પ્રમાણમાં હોય છે. તે માટે તે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. ઓછી જમીન અને ઓછી પડતરમાં વધારે ઉપજ આપવા માટે તેની ખેતી ખેડૂતોની પ્રથમ પસંદગી છે. તો ચાલો તમને જણાવીએ કે તેની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે સારો નફો રળી આપી શકે છે.
ઉપયોગી જળવાયુ અને માટી
શિમલા મિર્ચની ખેતી ભેજ આર્દ જળવાયુમાં સૌથી વધારે લાભદાયક સાબિત થાય છે. તેના વધારે ઉત્પાદન માટે લગભગ 21થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન ઉપયુક્ત છે. ઠંડી અને ઠારથી તેને બચાવવા જરૂરી છે. ઠંડીના પ્રભાવમાં તેના આકારને અસર થાય છે. ફૂલ આવવાનું બંધ થવા લાગે છે. આ ઉપરાંત તેની ચિકણી દોમટ માટી સૌથી વધારે અનુકૂળ છે. માટીમાં પી.એચ. પ્રમાણ લગભગ 6 થી 6.5 હોવું જોઈએ અને ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ.
બિયારણનું વાવેતર
તેની ખેતી વર્ષમાં ત્રણ વખત કરી શકાય છે. તમે ઈચ્છો તો જૂનથી જુલાઈ સુધી તેની ખેતી કરી શકાય છે. આ રીતે ઓગસ્ટથી સપ્ટેમ્બર અને નવેમ્બરથી ડિસેમ્બર સુધી તેની ખેતી કરી શકાય છે.
નર્સરીની તૈયારી કરવી
શિમલા મર્ચિની ખેતી માટે નર્સરીનું નિર્માણ કરવું જરૂરી છે. જમીનમાંથી લગભગ 10થી 15 સેન્ટીમીટર ઉપરની ક્યારીયો બનાવવી દરેક ક્યારીઓમાં લગભગ 2થી 3 ટોકરી છાણીયુ ખાતર નાંખવું.
છોડની રોપણી અને સિંચાઈ
તેની ખેતી માટે આશરે 10 થી 15 સેન્ટીમીટર લાંબા અને 4થી 5 પાંદડાવાળા છોડનો ઉપયોગ કરવો. તે લગભદ 45થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે. પ્રથમ સિંચાઈ છોડ રોપણીના એક દિવસ અગાઉ ક્યારીઓમાં કરવી જોઈએ. ત્યારબાદ આવશ્યકતા પ્રમાણે સિંચાઈ કરવી જોઈએ. ગરમીમાં 1 સપ્તાહ અને ઠંડીમાં લગભગ 10થી 15 દિવસમાં સિંચાઈ કરી શકાય છે. વરસાદના દિવસોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે.
ફળોની લણણી
શિમલા મિર્ચની ખેતી કરવાના સમયે ફળોની લણણી છોડ રોપણીના 55 થી 70 દિવસ બાદ શરૂ કરવી જોઈએ. આ કામને સવારે 90થી 120 દિવસ સુધી કરી શકાય છે.
Share your comments