![પ્રગતિશીલ દંપતી અશોક ભાઈ અને અસ્મિતા બેન](https://gujarati.krishijagran.com/media/eakpao33/add-a-subheading.png)
આ સમયગાળામાં સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીની વેગ પૂર્ણ ઝડપે ફુંકાઈ રહી છે. તેના સાથે જ પશુપાલન પર પણ દેશના દરેક ખૂણાના ખેડૂતોએ ધ્યાન આપી રહ્યા છે અને મોટા પાયે કમાણી કરી રહ્યા છે, જેનો મોટો કારણ ગુજરાતના ખેડૂતો છે, કેમ કે ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી હોય કે પછી પશુપાલન બંનેમાં પોતાના આથાક પ્રયાસ થકી સફળતા મેળવી છે અને દેશના બીજા ભાગના ખેડૂતો માટે પ્રરેણા તરીકે ઉભરી આવ્યા છે. એજ સંદર્ભમાં હવે ગુજરાતના કેટલાક ખેડૂતોએ મધમાખી ઉછેરમાં પણ સફળતાની નવીનતમ કહાણી લખી રહ્યા છે. એજ ખેડૂતોમાંથી એક છે નવસારી જિલ્લાના ચિકલી તાલુકા ખાતે આવેલ છોંદરા ગામના વતની એવા પ્રગતિશીલ ખેડૂત પતિ-પત્ની અશોક ભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ. અશોક ભાઈ પટેલ અને તેમની પત્ની અસ્મિતાબેન પટેલની સફળતાની વાર્તા દરેક ખેડૂત અને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચે અને તેઓએ પણ અશોક ભાઈ અને અસ્મિતાબેનની કહાણીથી પ્રેરણા મેળવીને સફળતા મેળવે એજ ઇચ્છા કરીને આજે અમે આ પ્રગતિશીલ દંપતીની વાર્તા તમને કહેવા જઈ રહ્યા છે.
પરંપરાગત ખેતીથી મધમાખી ઉછેરની યાત્રા
કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા પ્રગતિશીલ ખેડૂત પતિ-પત્ની અશોક ભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલે જણાવ્યું કે અમે અમારા કારકિર્દીની શરૂઆત એક ખેડૂત તરીકે કરી છે. અમે પરંપરાગત રીતે ખેતી કરતા આવ્યા છે. તેઓ જણાવ્યું કે અમે મધમાખી ઉછેરથી પહેલા શેરડી અને બીજા પાકોની ખેતી કરતા હતા, જ્યાંથી અમને ઘણો લાભ થતો હતો, પરંતુ 2008 ની આજુ બાજુ ગુજરાતમાં મધમાખી ઉછેરની ઘણી ચર્ચા ચાલી હતી, તેથી અમે પણ વિચાર્યો કે અમારે પણ મધમાખી ઉછેર કરીને મધનું ધંધો કરવું જોઈએ અને પોતાની આવકમાં વધારો કરવો જોઈએ. ત્યાર પછી વર્ષ 2009 માં અમે લોકોએ મધમાખી ઉછેરની ટ્રેનિંગ લીઘી અને અમારા ખેતરમાં 50 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી. તેઓ કહે છે કે શરૂઆતમાં અમે અમારા વિસ્તારની લોકલ માખીઓ પર કામ કરવાનું શરૂ કર્યો, જેના માટે ખાદી ગ્રામીણ ઉદ્યોગે અમને મદદ આપી.
![](https://gujarati.krishijagran.com/media/tdhpropz/whatsapp-image-2025-02-13-at-11-47-29-am.jpeg)
સમસ્યાઓને મહેનત થકી પછાડ્યો
એમ તો અશોક ભાઈ અને અસ્મિતાબેન પટેલ મધમાખી ઉછેરની શરૂઆત ઘણી સારી રીતે કરી હતી, પરંતુ તેઓ કહેવાયે છે ને કે જ્યારે તમે કોઈ કાર્યની શરૂઆત કરો છો, ત્યારે ઈશ્વર પણ તમારી પરીક્ષા લે છે કે, શું તમે આથાક પ્રયાસ કરવા માટે તૈયાર છો કે નહીં કે પછી તમે ફક્ત કહેવાના સિંહ છો? એજ કઈંક અશોકભાઈ અને અસ્મિતાબેન સાથે પણ બન્યો. ઈશ્વર તેમની પણ પરીક્ષા લીઘી અને શરૂઆતમાં જ્યારે તેઓ મધમાખી ઉછેરની શરૂઆત કરી ત્યારે તેઓને ઘણી સમસ્યઓનો સામનો કરવો પડ્યો અને તેઓને ઇચ્છા મુજબ ઉત્પાદન નથી મળ્યો. તેમ છતાં તેઓ હાર માન્યો નહીં અને મધમાખી ઉછેર થકી લોકો સુધી ઓર્ગેનિક મધ પહોંચાડવાના પોતાના જુસ્સાને ઓછા થવા દીધું નહી.
![પ્રગતિશીલ ખેડૂત અશોક ભાઈ પટેલ](https://gujarati.krishijagran.com/media/fvspmkaf/ashoke-bhai-3.jpg)
50 બોક્સથી 6000 હજાર બોક્સનું સફર
મધમાખી ઉછેર દરમિયાન આવેલ સમસ્યા વિશે વાત કરતા અશોકભાઈ અને અસ્મિતા બેન જણાવ્યું કે ઉત્તર ભારત અને અમારા વિસ્તાર એટલે કે નવસારીમાં ખુબ જ તફાવત છે. એટલે જ્યારે અમે મધમાખી ઉછેરની શરૂઆત કરી ત્યારે ઘણી મધમાખીઓએ વાતાવરણના કારણે મૃત્યુ પામી અને બીજી બાબત એવું પણ છે કે આજુ બાજુના લોકોએ પણ આટલી મોટો પાયે મધમાખી જોઈને ડરી જતા હતા અને અમને પણ કેવી રીતે તેને હેંડલ કરવાનું છે તેના આઈડિયા નહોતા. તો પણ અમે હાર માન્યો નહીં અને સમસ્યાઓના સામે ઉભા થઈને મધમાખી ઉછેરની પૂરી પૂરી માહિતી મેળવી અને પોતાની યાત્રાને એમ જ ચાલૂ રાખ્યો. અશોકભાઈ અને અસ્મિતાબેનના એજ આથાક પ્રયાસનો પરિણામ છે કે ક્યારે 50 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત તેઓએ કરી હતી અને આજે એજ બોક્સની સંખ્યા વધીને 6000 જેટલી થઈ ગઈ છે.
![પ્રગતિશીલ ખેડૂત અશોક ભાઈ](https://gujarati.krishijagran.com/media/js0lyozv/gift.jpg)
મધ મેળવાનું ઘડ્યો નવો આઈડિયા
પ્રગતિશીલ ખેડૂત દંપતિએ જણાવ્યું કે અમે બીજા ખેડૂતોની જેમ અમારા બોક્સીઝ ને એક જ જગ્યા મુકતા નથી. તેની જગ્યાએ અમારા નવો કોન્સેપ્ટ છે “મધમાખી લઈને ફરો અને મધ મેળવો”. એટલે કે જ્યાં મધમાખી માટે સારા ફૂલો હોય છે ત્યાં અમે અમારા બોક્સ મુકીએ છે. જેમ કે કાઠિયાવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હવે તો હિમાચલ પ્રદેશ સુધી બોક્સ પહોંચી ગયા છે. તેઓ કહે છે કે અમે મધનું વેચાણ કરવા માટે જાતે જ માર્કેટિંગ કર્યો. તેના માટે અમે કૃષિ મેળા,એક્સપો, માર્કેટ અને કેવીકે સાથે ટાયક કર્યો, તેના સાથે જ અમે તેઓ પણ જણાવ્યું કે અલગ અલગ મધમાખી કેવા કેવા મધ આપે છે અને તેના ફાયદા શું છે. તેઓ કહે છે આમ કરતા કરતા અમે હવે 1.50 થી 2 લાખ ટન મધ ભેગા કરીએ છે.
![પ્રગતિશીલ ખેડૂત દંપતી અશોક ભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ](https://gujarati.krishijagran.com/media/lwrf5tao/whatsapp-image-2025-02-13-at-7-19-58-am.jpeg)
મારો મધ ભારતીયો માટે
અશોકભાઈ અને અસ્મિતાબેન સાચા ભારતીયો છે. તેઓ કહે છે અમારા મધ ફક્ત ભારતીયો માટે છે, જેથી ભારતના લોકોનું સ્વાસ્થમાં સુધારો થાય અને તેઓને ઓર્ગેનિક પ્રોડક્ટ ખાવાનું મળે. તેઓ કહે છે કે હું મારા મધ વિદેશમાં મોકલતો પણ નથી. જો કોઈને તમારા મધ જોઈતો હોય તો તેઓને કેવી રીતે મળી શકે છે? આ પ્રશ્નો ઉત્તર આપતા પ્રગતિશીલ દંપતીએ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ જેને ઓર્ગેનિક મધ જોઈતું હોય તો તેઓ સીધું અમને સંપર્ક કરી શકે છે, કેમ કે અમને બીજા કોઈ પર વિશ્વાસ નથી, શું ખબર તેઓ અમારા પાસેથી ઓર્ગેનિક પ્રોડક્ટ લઈને ગ્રાહક સુધી શું પહોંચાડી આપે. એજ સાવચેતીના કારણે અમે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન શોપિંગ બ્રાંડને પણ પોતાના મધ આપતા નથી.
![અશોક ભાઈ મધમાખી ઉછેરને લઈને ટ્રેનિંગ આપતા](https://gujarati.krishijagran.com/media/uaul5f0c/traning-session.jpg)
મધમાખી ઉછેરના સાથે કરે છે કોકોની પણ ખેતી
મધમાખી ઉછેર થકી મોટી આવક મેળવનાર અશોકભાઈ અને અસ્મિતાબેન પટેલે જણાવ્યું કે અમારા માટે મધમાખી ઉછેર એટલે કે “બંજારા”, જેવી રીતે બંજારા લોકોનું પોતાનું કોઈ એક સ્થાન હોતું નથી અને તેઓ એક જગ્યાથી બીજી જગ્યા ફર્યા કરે છે. તેવી જ રીતે મધમાખી ઉછેર માટે અમે પણ બંજારા કોંસેપ્ટ અપનાવ્યું છે. અમે પણ અમારા ખેતરમાં બોક્સ મુકીને મધમાખીની ઉછેર નથી કરતા. તેની જગ્યાએ અમે મધમાખીને રસ મેળવવા માટે જ્યાં સારો એવો ફૂલ મળે ત્યાં મોકલી દઈએ છીએ. તેઓ કહે છે કે ગ્લોબલ વાર્મિંગના કારણે ફૂલોમાં રસ ઓછા થવા માંડ્યો છે, તેથી કરીને અમે આ કોંસેપ્ટ અપનાવ્યો છે. વધુમાં જણાવતા તેઓ કહે છે કે મધમાખીની આમ ઉછેર કરવાના સાથે અમે અમારા ખેતરમાં બીજા પાકોની ખેતી પણ કરીએ છે, જેમાં પ્રમુખ છે ચૉકલેટ માટે કોકોની ખેતી. તેના સાથે અમે કેટલાક પ્રકારના વાંસની પણ ખેતી કરીએ છે અને તેથી અમે અમારા ઘરને પર્યટક સ્થળ બનાવી દીધું છે. જેથી લોકો ત્યાં આવે અને પ્રાકૃતિના ખોળામાં મજા માંણી શકે.
Share your comments