Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું ડ્રેગ્રન ફ્રુટનું જ્યૂસ, જૈકફ્રુટનું રેડી-ટૂ-ઈટ કોન્સેપ્ટ પણ મોખરે

દેશમાં સૌપ્રથમ વખત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચરલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ રેડી-ટુ-સર્વ ડ્રેગન ફ્રૂટ બેવરેજ વિકસાવ્યું છે.IIHR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક પુષ્પા ચેતન કુમારના જણાવ્યા અનુસાર નાના બીજ અને તેના પલ્પની પ્રકૃતિને કારણે ડ્રેગન ફ્રુટ પીણું તૈયાર કરવું મુશ્કેલ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
જેકફ્રુટને મળ્યો રેડી ટૂ ઈટનું કોન્સેપ્ટ
જેકફ્રુટને મળ્યો રેડી ટૂ ઈટનું કોન્સેપ્ટ

આ પણ વાંચો: તરબૂચની ખેતી છે ખૂબ જ સરળ, આવી રીતે કરશો તો થશે લાખો રૂપિયાનો નફો

દેશમાં સૌપ્રથમ વખત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચરલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ રેડી-ટુ-સર્વ ડ્રેગન ફ્રૂટ બેવરેજ વિકસાવ્યું છે.IIHR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક પુષ્પા ચેતન કુમારના જણાવ્યા અનુસાર નાના બીજ અને તેના પલ્પની પ્રકૃતિને કારણે ડ્રેગન ફ્રુટ પીણું તૈયાર કરવું મુશ્કેલ છે. તેથી, IIHR એ એક પદ્ધતિનો ઉપયોગ કરીને ડ્રેગન ફ્રુટના પીણું વિકસાવ્યું છે. તેના વિચિત્ર રંગ અને સ્વાદને જાળવી રાખીને તેના બીજ અને મ્યુસિલેજને દૂર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગ્રાહકોને હળવા સ્વાદ અને તેજસ્વી ગુલાબી રંગનું ડ્રેગન ફ્રુટના પીણું દેશના બજારમાં જોવા મળશે.

તેની શેલ્ફ લાઇફ છ મહિના હશે

તેમણે જણાવ્યું કે, ડેગ્રન ફ્રુટના આ પીણાની શેલ્ફ લાઇફ છ મહિના હશે અને તેમાં કોઈ કૃત્રિમ સ્વાદ અથવા રંગ મેળવવામાં નહીં આવે. જણાવી દઈએ વૈજ્ઞાનિકો ડ્રેગન ફ્રૂટ પલ્પ પાઉડર અને અલગ-અલગ ફ્લેવર્ડ ડ્રેગન ફ્રૂટ વિકસાવવા પર પણ કામ કરી રહ્યા છે

જૈકફ્રુટને આપ્યું નવો સ્વરૂપ

વૈજ્ઞાનિકોએ લોકપ્રિય જેકફ્રૂટને ખાવા માટે તૈયાર કરી તેને નવું સ્વરૂપ આપ્યું છે. વૈજ્ઞાનિકોએ રેસીપી સ્ટાન્ડર્ડાઇઝેશન અને સ્ટોરેજ સ્ટેબિલાઈઝેશન માટે રીટોર્ટ પ્રોસેસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ઓરડાના તાપમાને તેની શેલ્ફ લાઈફ 18 મહિનાની હશે.અન્ય કોઈપણ ખાવા માટે તૈયાર ઉત્પાદનોની જેમ તેને પણ વપરાશ પહેલાં પાંચથી આઠ મિનિટ સુધી હુંફાળું પાણીમાં રાખવું પડશે. વૈજ્ઞાનિકો મુજબ "રેડી-ટુ-ઈટ સ્વરૂપમાં ટેન્ડર જેકફ્રૂટ કરી તેની પહોંચમાં વધારો કરે છે તેમજ ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, ઉપરાંત પ્રોસેસિંગ ઉદ્યોગના તૈયાર-થી-ખાવા સેગમેન્ટના વિકાસમાં મદદ કરે છે.

વિશ્વના ઘણા દેશોમાં માંસના વિકલ્પ તરીકે જેકફ્રૂટની માંગ

વિશ્વના ઘણા દેશોમાં જેકફ્રુટની માંગ માસન વિકલ્પ તરીકે થઈ રહી છે. જેમાં બાંગ્લાદેશ અને થાઈલેંડ મોખરે છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને, વૈજ્ઞાનિકો તકનીકી રીતે નવીન રેડી-ટુ-કુક પ્રોડક્ટ પણ લઈને આવ્યા છે, જો કે ટેન્ડર જેકફ્રૂટના બલ્બને 18 મહિનાની શેલ્ફ લાઈફ પ્રદાન કરે છે. તે બલ્બના બ્રાઉનિંગને પણ અટકાવે છે અને ટેક્સચરને સાચવે છે.

આ ટેક્નોલોજી સમગ્ર વર્ષ દરમિયાન ટેન્ડર જેકફ્રૂટની ઉપલબ્ધતાની બાંયધરી આપીને ખેડૂતો અને વેપારીઓ બંનેને લાભ કરશે તેવી અપેક્ષા છે. આ પ્રોડક્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા માન્ય વર્ગ I અને II પ્રિઝર્વેટિવ્સ અને રિટૉર્ટ પેકેજિંગ ધરાવતા સોલ્યુશનના સંયોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More