ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. નવેમ્બર માસમાં કેળા, દાડમ, નાળીયેરી અને જામફળના પાકમાં થવા વાળી ખેતકામની માહિતી આજે અમે તમને આ લેખમાં આપવા વાળા છીએ.

દાડમ (Pomegranate)
- દાડમમાં હસ્ત બહાર લેવી. પિયત ચોમાસું પૂરું થાય પછી બંધ કરવું.
- નિયમિત પિયત આપવાથી ફળ ફાટતા નથી.
આ પણ વાંચો. કપાસના ભાવમાં એક અઠવાડિયામાં 4 હજારનો વધારો, ખેડૂતોના ધરઆગંણે પહુંચી રહ્યા વેપારિયો
- દાડમના પાકમાં વરસાદ પૂર્ણ થયાના ૪૫ દિવસ બાદ ડાળીની ટોંચ પરથી ૩૦ સેમી સુધી છટણી કરવી.
નાળીયેરી (Coconut)
- ગેંડા કિટકના નિયંત્રણ માટે કાણા સાફ કરી ૨% મિથાઈલ પેરાથીઓન ભૂકી અને ઝીણી રેતી સરખા ભાગે મિક્સ કરી કાણામાં મૂકી કાણું માટીથી બંધ કરવું.
- નાળીયેરીના ફળ કાળા પડી અને ખરી જાય છે તે માટે આ પાનકથીરી નામની જીવાતની અસરને લીધે થાય છે.
- લીમડા આધારીત દવાનું મુળ શોષણ પદ્ધતિ દ્વારા ર માસ અંતરે ર કે ૩ વાર આપવાથી થઈ શકે છે.
જામફળ (Guava)
ફળ માખીના નિયંત્રણ માટે ૫૦ લીટર પાણીમાં મેલાથીઓન ૫૦% ઈસી ૧૦ મીલી અને ૪૦૦ ગ્રામ ગોળ ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
કેળા (Banana)
મધ્ય ગુજરાતનાં ખેડૂતોએ ગ્રાન્ડ નેઇન કેળનું ૧.૨ મી. × ૧.૨ મી. × ૨.૦ મી. અંતરે વાવેતર કરવું.
કેળની રોપણીના ખાડા દીઠ ૧૦ કિગ્રા છાણીયુ ખાતર આપવું.
રોપણી પછી ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને ફર્ટીગેશન દ્વારા નાઈટ્રોજન (યુરીયા) અને પોટાશ (મ્યુરેટ ઓફ પોટાશ) ખાતરના ત્રણ સરખા ભાગમાં આપવું અને ફોસ્ફરસ (સીંગલ સુપર ફોસ્ફેટ) ખાતર રોપણીના ૧ મહિના પછી જમીનમાં આપવું.
Share your comments