શિયાળામાં ઉગાડવામાં આવતા રવિ પાકમાં ઘઉંના સાથે સાથે મોટા પાયે શાકભાજીઓનું સમાવેશ થાય છે. રવિ સિઝનમાં ઉગાડવામાં આવતા શાક પોતાની એક ઓળખ ધરાવે છે તેમ જ કેટલાક એવા પાકો પણ છે જેમની અલગ અલગ જાતનું વાવેતર એક સાથે કરવામાં આવે છે. આવો જ એક શાકભાજી પાક છે જેનો નામ છે વટાણા, તેની ત્રણ એવી અદ્યતન ઉત્પાદન આપતી જાતો છે, જોકે ખેડૂતોને અઢળક ઉત્પાદન સાથે બમણી કમાણી પણ આપે છે. રવિ સિઝનમાં ખૂબ જ લોકપ્રિય ખેતી ગણાતી વટાણાની ખેતી ઓછી પિચત અને ઓછા ખર્ચે સરળતાની થાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ વટાણાની એવી સુધરેયલી જાતો વિશે જેમનું વાવેતર તમને ઓછા ખર્ચે વધુ ઉપજ આપશે.
વટાણાની સુધારેલી જાતે
અર્લી બેજરની જાત: વટાણાની આ જાતના નામથી જ તમને ખબર પડી ગઈ હશે કે તેઓ એક વિદેશી જાત છે, પરંતુ તેનું વાવેતર ખેડૂતોની આવક બમણી કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો વટાણાની આ વિદેશી જાતના વિશેમાં વાત કરીએ તો તેના બીજ છોડની શીંગોમાં કરચલીવાળા જોવા મળે છે. આ જાતનો છોડ વામન દેખાયે છે અને વાવણીના લગભગ 5 થી 60 દિવસ પછી પ્રથમ ઉતારો મેળવી શકાય છે. આ જાતના શીંગમાં સરેરાશ 5 થી 6 દાણ જોવા મળે છે. વધુમાં જણાવી દઈએ કે વટાણાની અર્લી બેજરની જાતના એક છોડમાંથી પ્રતિ હેક્ટર સરેરાશ લગભગ 10 ટન ઉત્પાદન મેળવી શકાય છે.
આર્કલની જાત: વટાણાની આર્કલની જાત પણ એક વિદેશી જાત છે, જેને નીદરલેન્ડ દ્વારા વિકસવવામાં આવ્યું છે, જો કે વટાણાની પ્રારંભિક પાકની જાતોમાંથી એક છે. તેની શીંગોની કાપણી વાવણી પછી લગભગ 60 થી 65 દિવસ પછી શરૂ થાય છે. તેની શીંગો આઠથી 10 સેમી લાંબી તલવારના આકારની હોય છે અને તેમાં પાંચથી છ દાણા હોય છે.
કાશી નંદિની જાત: કાશી નંદિની વટાણાની સ્વદેથી અને વિશેષ જાત છે. આ વિવિધતા પ્રારંભિક જાતોમાં મુખ્ય સ્થાન ધરાવે છે. તેની શીંગો વાવણી પછી લગભગ 60-65 દિવસમાં લણણીયોગ્ય બની જાય છે. એક શીંગમાં 7-9 દાણા બને છે. તેની સૌથી મોટી વાત એ છે કે છોડની બધી શીંગો એક જ સમયે તૈયાર છે, તેથી તેને વારંવાર તોડવાની જરૂર નથી. આ સાથે પ્રતિ હેક્ટર 110-120 ક્વિન્ટલ વટાણાનું ઉત્પાદન થઈ શકે છે.
વટાણાની ખેતી કરવાની સાચી રીત
જેઓ ખેડૂતોએ વટાણાની ખેતી કરવાનું ઇચ્છે છે તેઓના માટે આજનું આર્ટિકલ જાણકારીથી ભરાયેલું છે. ખેડૂત મિત્રો જો તમે બમ્પર આવક મેળવવા માંગો છો તો વટાણાની ખેતી તમારા માટે શ્રેષ્ઠ ગણાશે. કેમ કે તેની ખેતી કોઈ પણ પ્રકારની જમીન પર સરળતાથી કરી શકાય છે. જો કે ઊંડી લોમ જમીન તેના માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. તે જ સમય જમીનનું પીએચ મુલ્ય 6 થી 7.5 ની વચ્ચે હોવું જોઈએ. વટાણાને બીજ દ્વારા વાવવામાં આવે છે. આ માટે, ડ્રિલ પદ્ધતિનો ઉપયોગ સૌથી યોગ્ય છે. બીજ 5 થી 7 સેન્ટિમીટરના અંતરે હરોળમાં વાવવા જોઈએ. ધ્યાનમાં રાખો કે આ પાકને સમયાંતરે સિંચાઈ અને ખાતર મળવું જોઈએ.
આ પણ વાંચો:ઠંડી વધતાના સાથે જ વટાણામાં દેખાવા માંડે છે રોગ જીવાત, આમ કરો સારવાર
Share your comments