 
            ફળોમાં પપૈયા એક એવું ફળ છે જો કે આખા વર્ષ બજારમાં તમને જોવા મળશે. પાચન શક્તિમાં વધારો કરવા અને કોન્સ્ટિપેશનને દૂર કરવા માટે ડોક્ટર પપૈયાનું સેવન કરવાની સલાહ આપે છે. તેના સાથે જ પપૈયાના મીઠા રસ અને સ્વાદિષ્ઠ પલ્પના હજારો લોકો દિવાના છે.તદુપરાંત, તેનો ઔષધીય ઉપયોગ તેને વધુ વિશિષ્ટ બનાવે છે. આ ફળનો ઉપયોગ કાચા અને રાંધેલા બંને રીતે થાય છે. ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં તેની ખેતી થાય છે. પપૈયાની ખેતીમાંથી ખેડૂતો સારી એવી આવક મેળવી શકાય છે. પરંતુ ઘણી વખત ખેડૂતો પપૈયાની ખેતી કરતા પહેલા વેરાયટી પસંદ કરવા અંગે ચિંતિત હોય છે, આવી સ્થિતિમાં આજે અમે તે ખેડૂતોને પપૈયાની વિવિધ જાતો વિશે જણાવીશું જે પ્રતિ ઝાડ 80 થી 100 કિલો ઉત્પાદન આપે છે. તે ફળ આપતી વિવિધતા છે.ચાલો જાણીએ કે આપણે તે અદ્યતન છોડના બીજ ક્યાંથી મેળવી શકીએ અને તેની વિશેષતા શું છે
પપૈયાની સુધરાયેલી જાત
જો આપણે પપૈયાની સુધરાયેલી જાતની વાત કરીએ તો નેશનલ સીડ્સ કોર્પોરેશન ખેડૂતોની સુવિધા માટે પૈપયાની સુધારેલી જાત રેડ ગ્લો વિકસાવી છે. જેનું બિચારણ તમે ઓનલાઈન ખરીદી શકો છો. તમે આ બિચારણ ONDC ના ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકો છો. અહીં ખેડૂતોને અન્ય ઘણા પ્રકારના પાકના બિચારણ પણ સરળતાથી મળી જશે. ખેડૂતો તેને ઓનલાઈન ઓર્ડર કરી શકે છે અને તેને તેમના ઘરે પહોંચાડી શકે છે.
પપૈયાની રેડ ગ્લો જાતની શું છે ખાસિયત
રેડ ગ્લો વેરાયટીની ખાત વાત એ છે કે તેને વધુ જાળવણીની જરૂર નથી. આ ઉપરાંત આ જાત પણ સારું ઉત્પાદન આપે છે. આ જાતનું એક ઝાડ 80 થી 100 કિલો જેટલું ઉત્પાદન આપે છે. આ જાતને કાપવામાં આવે ત્યારે ઘેરા લાલ ગુદા જોવા મળે છે. એક ફળનું વજન એક થી દોઢ કિલો હોય અને તેના ઝાડની ઊંચાઈ લભગભ 7 ફૂટ હોય છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે તેનું છોડ સાત મહિનામાં ફળ આપવાનું શરૂ કરે છે, તેના ફળોની ગુણવત્તા ઘણી સારી હોય છે.
42 ટકા ડિસ્કાઉન્ટ સાથે મેળવો બિચારણ
જો તમે પપૈયાની ખેતી કરવા માંગો છો,તો તમે 42 ટકા ડિસ્કાઉન્ટ સાથે નેશનલ સીડ કોર્પોરેશનની વેબસાઈટ પરછી રેડ ગ્લો વેરાયટીની 1 કિલો પકેટની બીજ 274 રૂપિયામાં ખરીદી શકો છો. આ ખરીદી કરીને, તમે સરળતાથી પપૈયાની ખેતી કરીને વધુ સારો નફો મેળવી શકો છો. જો તમને ખબર નથી કે મારે પપૈયાની ખેતી કેવી રીતે કરવાની છે તો તમે તમારા જિલ્લાના હોર્ટિકલ્ચર વિભાગ ક તો પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જઈને તાલીમ મેળવી શકો છો.
ગરમ ભેજવાળા વાતાવરણમાં પૈપયાની થાય છે સારી ખેતી
જો આપણે પપૈયાની ખેતીની વાત કરીએ તો તેની ખેતી ગરમ ભેજવાળા વાતાવરણમાં સરળતાથી થાય છે. જો કે ગુજરાત માટે અનુકુલ છે. તેને મહત્તમ 38 ડિગ્રી સેલ્સિયસથી 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉગાડી શકાય છે. આ ઞાડમાં સામાન્ય માટી, થોડી ગરમી અને સારો સૂર્યપ્રકાશ હોય તો તે સારી રીતે વધે છે. પપૈયાની ખેતી માટે હલકી ચીકણી અથવા ચીકણી માટી કે જેમાં પાણીનો નિકાલ હોય તે યોગ્ય ગણવામાં આવે છે. છોડ રોપતા પહેલા, ખેતરને યોગ્ય રીતે તૈયાર કરવું જોઈએ અને ખેતરમાં બીજ વાવવા જોઈએ.
 
                                     
                                     
                                     
                                     
                                     
 
                         
                         
                         
                         
                        
Share your comments