Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

આંબાનો મધિયો અને તેનું સંકલિત નિયંત્રણ

વિશ્વના કેરીના ઉત્પાદનની ૮૦ ટકા કેરી ભારતમાં પેદા થાય છે. જેમાંથી ગણનાપાત્ર નિકાસ પણ કરવામાં આવે છે. ગુજરાતમાં ફળપાકોના વાવેતર પૈકી આંબા પાકનું વાવેતર ખુબજ મોટા વિસ્તારમાં કરવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

 વિશ્વના કેરીના ઉત્પાદનની ૮૦ ટકા કેરી ભારતમાં પેદા થાય છે. જેમાંથી ગણનાપાત્ર નિકાસ પણ કરવામાં આવે છે. ગુજરાતમાં ફળપાકોના વાવેતર પૈકી આંબા પાકનું વાવેતર ખુબજ મોટા વિસ્તારમાં કરવામાં આવે છે. આંબામાં જીવાત-રોગના ઉપદ્રવને કારણે ઘણુજ આર્થિક નુકશાન ખેડૂતોએ વેઠવું પડે છે. આંબા-કેરીના ઉત્પાદનને અસર કરતા વિવિધ પરિબળોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવએ ઘણુ અગત્યનું પરિબળ છે, નવસારી કૃષિ યુનિવર્સિટીના પરીયા કેન્દ્ર દ્વારા થયેલ સંશોધન મુજબ આંબાવાડિયામાં જીવાતોના ઉપદ્રવથી રપ થી ૬૦ ટકા કેરીનું ઉત્પાદન ઘટે છે. આંબાના પાકમાં વિશ્વભરમાંથી કુલ ૪૯ર જેટલા કીટકો, ૧૭ પ્રકારની કથીરીઓ અને ર૬ પ્રકારના કૃમિ વધુ કે ઓછે અંશે નુકસાન કરતાં નોંધાયેલ છે જેમાંથી ભારતમાંથી ૧૮૮ જેટલા કીટકો અને કથીરી નોંધાયેલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં મધિયા અથવા ડેગા જીવાતથી સૌથી વધારે નુકશાન થાય છે.

આંબાના પાન ઉપર નુકશાન કરનાર મધિયાની ત્રણેય પ્રજાતિઓ, જેમ કે, અમરીટોડસ એટકિન્સોની, આઇડિયોસ્કોપસ નિટીડ્યુલસ અને આઇડિયોસ્કોપસ ક્લ્યાયપીએલીસ સમગ્ર ભારતમાં એક ગંભીર સમસ્યા છે. આ જીવાતોની પ્રજાતિઓ હજુ પણ સક્રિય છે અને આંબામાં દરેક તબક્કે નવી પીલવની નિકળવાના સમયથી લઈને ફૂલ અને ફળના સેટિંગ સુધીમાં ૧૦૦% સુધી નુકસાન પહોંચાડે છે.

વિતરણ: આઇડિયોસ્કોપસ ક્લ્યાયપીએલીસ : મધિયાની આ પ્રજાતી મોટાભાગે પાકિસ્તાન, ભારત, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચીન, જાપાન, શ્રીલંકા અને ફિલિપાઇન્સમાંથી નોંધવામા આવેલ છે.

અમરીટોડસ એટકિન્સોની:  મધિયાની આ પ્રજાતી પંજાબ, પાકિસ્તાન અને શ્રીલંકાના સિંધ વિસ્તારો તેમજ ભારતના છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી નોંધાયેલ છે; 

મેંગો હોપર ઈન ગુજરાત
મેંગો હોપર ઈન ગુજરાત

ઓળખ : બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારના અને ઝાંખા રાખોડી રંગના અને ત્રાંસા ચાલતા હોય છે. ઈંડામાંથી સેવાયેલા બચ્ચાં સફેદ રંગના હોય છે જે સમય જતાં ભૂરા રંગમાં પરિવર્તીત થાય છે. અર્ધપારદર્શક ઇંડા પાછળથી પીળા થઈ જાય છે. પુખ્ત કીટકના માથા ઉપર ગાઢા બદામી રંગના ત્રણ ટપકાં અને વચ્ચેના ભાગમાં પટૃો ધરાવતા હોય છે. આંબાના મધિયાની ત્રણેય પ્રજાતિઓનો ઇંડા સેવનનો  સમયગાળો ૫-૬ દિવસનો હોય છે અને બધીજ પ્રજાતિઓના પ્રથમ તબકકાના બચ્ચાઓ ૨-૩ દિવસ રોકે છે. 

અમરીટોડ્સ એટકિન્સોની ના પુખ્ત કિટક કદમાં સૌથી મોટા તેમજ ગાઢા ભૂખરા રંગના ૪.ર થી પ.૧ મીમી જેટલા લાંબા હોય છે. તેમજ છાંયડાવાળી જગ્યામાં સંવર્ધન કરતાં હોય છે. નર કિટકો ૩.૪ થી ૩.૭ મીમી અને માદા ૩.૬ થી ૩.૯ મીમી લંબાઇ ધરાવે છે. પુખ્ત કિટક સામાન્ય રીતે ઘેરા બદામી રંગના હોય છે. આ પ્રજાતી આંબાની કુપળો અને થડમાં પણ રહે છે. અમરીટોડ્સ એટકિન્સોનીના બીજા, ત્રીજા અને ચોથા તબકકાના બચ્ચાઓ અનુક્રમે ૩-૪, ૨-૩ અને ૩-૪ દિવસમાંથી પસાર થાય છે. 

જુદી જુદી અવસ્થાના બચ્ચા
જુદી જુદી અવસ્થાના બચ્ચા

આઇડિયોસ્કોપસ નિટીડ્યુલસ ના પુખ્ત કિટક મધ્યમ કદના ૪.૩ થી પ.૩ મીમી જેટલા લાંબા જ્યારે, આ પ્રજાતિના પ્રથમ, દ્વીતીય અને તૃતીય અવસ્થાના બચ્ચાઓએ અનુક્રમે ૨-૩, ૨-૩ અને ૩-૪ દિવસમાંથી પસાર થાય છે.

આઇડિયોસ્કોપસ ક્લ્યાયપીએલીસ ના પુખ્ત કિટક સાંકડા તેમજ કદમાં નાના ૩.૪ થી ૩.૯મીમી જેટલા લાંબા હોય છે જેમનું સંવર્ધન સૌથી વધુ થતું જોવા મળે છે. પુખ્ત કિટકનો રંગ ઘાટો અને કદ મોટુ હોય છે. નર કિટક ૪.૨ થી ૪.૮ મીમી અને માદા ૪.૭ થી ૫.૧ મીમી લંબાઈ ધરાવે છે. બચ્ચાઓ સફેદ હોય છે જેમાં બે નાની લાલ આંખો હોય છે જે પાછળથી પીળી બને છે. બચ્ચા ૨-૪ દિવસના અંતરાલમાં ચાર વખત મોલ્ટ કરે છે અને કુલ જીવન ચક્ર ૧૫-૧૯ દિવસમાં પુર્ણ કરે છે. ઈંડાંમાથી બચ્ચા  ૭-૧૦ દિવસમાં જન્મે છે. બચ્ચાઓનો સમયગાળો ૨-૪ અઠવાડિયા સુધીનો હોય છે. આ પ્રજાતી આંબાની કુપળો સાથે સંકળાએલ છે. આ પ્રાજાતિના બીજા, ત્રીજા તેમજ ચોથા અવસ્થાનાં બચ્ચાઓ ૩-૪ દિવસમાંથી પસાર થાય છે. ત્રણેય પ્રજાતિઓમાં પુખ્ત અવસ્થા અનુક્રમે ૪-૮, ૪-૭ અને ૩-૬ દિવસની હોય છે.  

બચ્ચા અને પુખ્ત કિટકો દ્વારા રસ ચુસિને નુક્શાન
બચ્ચા અને પુખ્ત કિટકો દ્વારા રસ ચુસિને નુક્શાન

અમરીટોડસ એટકિન્સોની અને આઇડિયોસ્કોપસ નિટીડ્યુલસનું સંવર્ધન કુપળો અથવા પુષ્પવિન્યાસ/મોર પર જ્યારે આઇડિયોસ્કોપસ ક્લ્યાયપીએલીસનું સંવર્ધન પુષ્પવિન્યાસ/મોર પર થાય છે.

નુકશાન: : સામાન્ય રીતે મધિયા જીવાતની માદા પુખ્ત કિટક આંબાના કુમળા પાનની મધ્યનસ, મોરની દાંડીમાં તેમજ નવી કુપળોમાં ઇંડા મુકે છે, પરિણામે છોડના આ દરેક ભાગોની પેશીઓમાં ઇંડા મૂકતી વખતે તેમા શારીરિક ઈજા પણ થાય છે. માદા કીટક પુષ્પવિન્યાસના કુમળા ભાગોમાં વધુ ઈંડા મૂકે ત્યારે આ ભાગો સુકાઈ અને ખરી જાય છે. બચ્ચાં અને પૂખ્ત કીટક કુમળા પાન તેમજ પુષ્પવિન્યાસના જુદા જુદા ભાગોમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. વધુ ઉપદ્રવના કારણે પાન તરડાઈને બેડોળ આકારના થઈ જાય છે. વધુમાં મધિયાના ઉપદ્રવના કારણે ફૂલોની કળીઓ અને ફૂલો સુકાઈ જાય છે. પુષ્પવિન્યાસના કુમળા ભાગો સુકાઈ જવાથી વટાણાથી નાની કેરીઓ સુકાઈને ખરી પડે છે. પરિણામે ફળ ધારણમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત આ કીટકના શરીરમાંથી ઝરતો મધ જેવો ચીકણો પદાર્થ પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે જે પ્રકાશસંશ્લેષણ ક્રીયાને અવરોધે છે. મધિયા દ્વારા થતા નુકસાનને ઘણા વિસ્તારોમાં  "હની ડ્યૂ ડિસીઝ" તરીકે ઓળખવામાં આવે છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે આંબાવાડીમાંથી એક પ્રકારની મધિયાની “ક્લિકિંગ”જેવો અવાજ સાંભળી શકાય છે.

મોરમાં નુક્શાન
મોરમાં નુક્શાન

સાનુકુળ પરિબળો : ઘનિષ્ટ વાવેતર પધ્ધતિ અને ભેજવાળી આબોહવા મધિયાના વિકાસ તેમજ વ્રુધ્ધી માટે અનુકૂળ છે.

જીવનક્રમ: સામાન્ય રીતે ઈંડા મૂકવાની શરૂઆત નવેમ્બર મહિનામાં જોવા મળતી નવી કૂંપળોના પાન ઉપર થાય છે. માદા કીટક પાનની નીચેની બાજુએ, મધ્યનસ તેમજ પુષ્પવિન્યાસનાં કૂમળા ભાગોમાં એકલ દોકલ રીતે ઈંડા મૂકે છે. એક માદા કીટક અંદાજીત ૧૦૦ થી ર૦૦ જેટલા ઈંડા મૂકે છે. ઈંડા અવસ્થા ૪ થી ૭ દિવસની હોય છે.બચ્ચાં અવસ્થા ૧૦ થી ૧પ દિવસની હોય છે. આ રીતે રપ થી ર૯ દિવસમાં જીવનક્રમ પુરો થાય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદના દિવસોમાં મધિયા આંબાના ઝાડની છાલની તિરાડોમાં સુષુપ્ત અવસ્થામાં જોવા મળે છે. ઓક્ટોબર-નવેમ્બરમાં જ્યારે નવી કૂંપળો નિકળવાની શરુઆત થાય ત્યારે  મધિયાની વસ્તીમાં વધારો થાય છે. જાન્યુઆરીમાં જ્યારે મોર નિકળે છે ત્યારે તેની વસ્તીમાં એકાએક વધારો થયેલ જોવા મળે છે પરંતુ જુલાઈ પછી ધીમે ધીમે ઘટાડો થયેલ જોવા મળે છે. આંબાના પાન અને પુષ્પવિન્યાસ અથવા મોર પર પુખ્ત કીટકનો સમયગાળો સૌથી લાંબો (3-4 દિવસ સુધી) હોય છે. ફેબ્રુઆરી, જૂન અને નવેમ્બર સિવાય સમગ્ર વર્ષ દરમિયાન માદા પુખ્ત કિટકોની સંખ્યા નર કરતાં વધુ જોવા મળે છે. એ. એટકિન્સોની પ્રજાતીના નર પુખ્ત કિટકો આંબાના ઝાડના નીચેનો ભાગ પસંદ કરે છે જ્યારે માદા પુખ્ત કિટકો આંબાના ઝાડના ઉપરના ભાગને પસંદ કરે છે. એક અહેવાલ મુજબ મધિયાના માદા પુખ્ત કિટકો સામાન્ય રીતે ફેબ્રુઆરીથી એપ્રિલ અને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં આંબાના ઝાડના ઉપરના ભાગને પસંદ કરે છે. જો કે, નર અને માદા બંને એપ્રિલ, મે, જૂન અને જુલાઈ દરમિયાન નીચેના ભાગમાં એક પ્રકારનું સ્થળાંતર દર્શાવે છે.

શરીરમાંથી ઝરતો મધ જેવો ચીકણો પદાર્થ પાન તથા ફળ પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે
શરીરમાંથી ઝરતો મધ જેવો ચીકણો પદાર્થ પાન તથા ફળ પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે

ક્ષમ્યમાત્રા: કુપળ/પુષ્પવિન્યાસ દીઠ સરેરાશ પાંચ બચ્ચાં અને પુખ્ત.

નિયંત્રણ

  • આંબાના ઝાડ ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છંટણી કરવી જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે
  • આંબાવાડીમાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી.
  • સુષુપ્ત અવસ્થામાં રહેલ માધિયાના પુખ્ત કીટકોના નાશ માટે ઓકટોબર મહિનામાં મેટારીઝીયમ અનિસોપલી  જૈવિક જંતુનાશક ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી ઝાડના થડ તેમજ જાડી ડાળીઓ પર છંટકાવ કરવો.
  • મોર આવવાના સમયે જૈવિક જંતુનાશક-વર્ટિસિલિયમ  લેકેની ૫૦ ગ્રામ અથવા બીવેરિયા બેસીયાના ૧૦ મિલી પ્રતિ ૧૦ લી પાણીમાં ભેળવી છંટકાવ કરવા અને ત્યારબાદ બે વખત સાત દિવસના અંતરે અને ચોથો છંટકાવ કણી અવસ્થા તેમજ પાંચમો છંટકાવ લખોટી અવસ્થા/જરૂરીયાત પ્રમાણે કરવો
  • માધિયાના સંકલિત નિયંત્રણ માટે મોર આવવાના સમયે ઇમિડાકલોપ્રિડ ૧૭.૮ % એસ એલ (૨.૮ મિલી) ત્યારબાદ જરૂરિયાત મુજબ ડેલ્ટામેથ્રીનનો (ર.૮ ટકા ઈસી ૩ મિલી) બીજો છંટકાવ અને ત્રીજો છંટકાવ થાયોમેથોકઝામ રપ જી ૩.૨ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણીમાં ભેળવી કરવું.
  • આંબામાં ફૂલ આવે ત્યારે પરાગનયન કરતા મિત્ર-કીટકોની હાજરી પણ વધુ પ્રમાણમાં હોય છે તેથી તેને બચાવવા જંતુનાશકોનું છંટકાવ ટાળવો.
  • ઈનસેકટીસાઈડ બોર્ડ અને રજીસ્ટ્રેશન કમીટી, ડાયરેકટોરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેકશન, કવારેનટાઈન એન્ડ સ્ટોરેજ સેન્ટ્રલ, કૃષિ અને સહકાર વિભાગ, કૃષિ મંત્રાલય, ભારત સરકાર દ્બારા ભલામણ કરવામાં આવેલ જંતુનાશકો
આંબામાં જરૂર મુજબની છંટણી કરવી
આંબામાં જરૂર મુજબની છંટણી કરવી
  • સેન્ટ્રલ ઈનસેકટીસાઈડ બોર્ડ અને રજીસ્ટ્રેશન કમીટી,ડાયરેકટોરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેકશન, કવારેનટાઈન એન્ડ સ્ટોરેજ, કૃષિ અને સહકાર વિભાગ, કૃષિ મંત્રાલય, ભારત સરકાર દ્બારા આંબા પાક માટે ભલામણ કરવામાં આવેલ જંતુનાશકો નીચે મુજબ છે. જીવાતોના ઉપદ્રવનું સમય અને તીવ્રતા ધ્યાનમાં રાખી વારાફરતી જંતુનાશકૉનું ઉપયોગ કરી શકાય.

અ. ન.

જંતુનાશકનું નામ

(અસલ તત્વ અને તેની માત્રા)

જીવાતનું નામ

(કઈ જીવાત સામે અસરકારક)

જંતુનાશકનું પ્રમાણ  (પ્રતિ હેકટર)

છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો

(દિવસમાં)

સક્રીય તત્વ અને તેની માત્રા(ગ્રામ)

જરૂરી જથ્થો

(ગ્રામ/મીલી)

પાણી(લી.)

બુપરોફેઝીન ૨૫% એસ સી

મધિયા/ડેગા

૦.૦૨૫-૦.૦૫%

૧ થી ૨ મિલી/

લી પાણી

૫-૧૫ લી/ઝાડ  

૨૦

ડેલટામેથ્રીન ૨.૮% ઇસી

મધિયા/ડેગા

૦.૦૩-૦.૦૫%

૦.૩૩- ૦.૫ મિલી/લી

જરૂરિયાત મુજબ

૦૧

 

ઇમિડાકલોપ્રિડ ૧૭.૮% એસએલ

મધિયા/ડેગા

૦.૪૦-૦.૮૦ ગ્રા/ ઝાડ

૨.૦-૪.૦ મિલી/ઝાડ

૧૦ લી

૪૫

લેમડા-સાયહેલોથ્રીન ૫% ઇસી   

મધિયા/ડેગા

૦.૦૦૨૫-૦.૦૦૫%

૦.૫-૧.૦ મિલી/લી પાણી

-

૦૭

થાયમિથોઝામ  ૨૫% ડબ્લુ જી

મધિયા/ડેગા

૨૫.૦

૧૦૦

૧૦૦૦

૩૦

મેલાથિઓન ૫૦% ઇસી

ચિકટો,ભીંગડાંવાળી જીવાત,મધિયા/ડેગા

૦.૦૭૫%

૨૨૫૦-3000

૧૫૦૦-૨૦૦૦

-

મોનોક્રોટોફોસ ૩૬% એસએલ

ગાંઠીયા માખી,મધિયા/ડેગા, ચિકટો, ડૂંખ વેધક

૦.૦૪%

૧૫૦૦-૨૦૦૦

૫૦૦-૨૦૦૦

૨૦ લી/ઝાડ  

ઓક્સિડેમેટોન મિથાઈલ ૨૫%ઇસી 

 

મધિયા/ડેગા

 

૦.૦૨૫%

૧૫૦૦-૨૦૦૦

૧૫૦૦-૨૦૦૦

-

પાયમેટ્રોઝિન ૫૦ ડબલ્યુ જી

મધિયા/ડેગા

 

૧૫૦

૩૦૦

૧૦૦૦

૩૬

૧૦

ટોલફેનપાયરાડ ૧૫ ઇસી

મધિયા/ડેગા

 

૧૫૦

૧૦૦૦

૫૦૦

૧૧

સ્પાયરોટેટ્રામેટ ૧૧. ૦૧% + ઇમિડાકલોપ્રિડ ૧૧.૦૧% એસ. સી.

મીલીબગ

૦.૦૧૮%

૦.૦૭૫%

ઝાડના ઉમર/ કદના આધારે જરૂરીયાત મુજબ પ્રવાહીનો છંટકાવ કરો

 

૧૫

સૌજન્ય: 

ડો. સચિન.એમ.ચવ્હાણ , ડો. આશિષ એચ.પટેલ અને ડો.ચિરાગ આર.પટેલ

અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના- ફળ (એ.આઈ.સી.આર.પી.-ફ્રૂટ્સ),

કૃષિ  પ્રાયોગિક કેન્દ્ર,નવસારી કૃષિ યુનિવર્સિટી,પરીયા, તા. પારડી, જી. વલસાડ

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More