ઓછા સમયમાં જો તમે જાંબુથી મોટો લાભ મેળવવા ઈચ્છતા હોય તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં જાંબુના એક ઝાડને તૈયાર થવામાં 8થી 10 વર્ષનો સમય લાગે છે, પણ છત્તિસગઢ કૃષિ યુનિવર્સિટી અને સંશોધન કેન્દ્ર કાંકેરએ જાંબુની જાતો તૈયાર કરી છે. આ સંસ્થા દ્વારા એવી છ જાતોને જીનોટાઈપ કરવામાં આવી છે, જેની મદદથી ફક્ત ત્રણ વર્ષમાં પાક પ્રાપ્ત કરી શકાય છે.
એક વૃક્ષમાંથી 60 કિગ્રા ફળ મેળવી શકાય
સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ છોડમાં ત્રણ વર્ષની અંદર ફળ આવવા લાગેછે, તેમ જ ફળની ઉપજ વધારે રહે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક વૃક્ષથી 50થી 60 કિગ્રા ફળ પ્રાપ્ત કરી શકાય છે. અનુસંધાને કાંકેર, કોડાગાંવ, જગદલપુરના વિવિધ વન ક્ષેત્રોમાં આ પ્રકારના ઝાડનો સરવે કર્યો છે.
શું હોય છે જીનોટાઈપ
કોઈ પણ ઝાડને જીનોટાઈપ કરવાનો અર્થ તેને અનુવાંશિક રીતે સંરચનામાં સુધારો કરી ગુણવત્તા અને ઉપજને વધારવાની હોય છે. આ પ્રક્રિયા દ્વારા કોઈ એક લક્ષણના સંદર્ભમાં કોઈ પણ છોડ અથવા છોડના સમૂહના આનુવાંશિક શ્રૃખલામાં ફેરફાર કરવામાં આવે છે.જીનોટાઈફ છોડના તમામ જીનો અથવા ખાસ જીન સંબંધિત હોય છે. આ ક્રિયા દ્વારા જાંબુના છોડમાં ફેરફાર કરી ફળ જલ્દી લાવવામાં આવે છે.
આરોગ્ય માટે પણ લાભદાયક
જીનોટાઈપ જાંબુ આરોગ્યની દ્રષ્ટીએ શરીર માટે લાભદાયક રહેશે. તેનો સૌથી વધારે લાભ ડાયાબિટીસના રોગિયોને થાય છે. કેટલાક નિષ્ણાતોના મતે જીનોટાઈપ જાંબુ કેન્સર સામે લડવામાં સહાયક હોય છે. આમ પણ જાંબુને એન્ટી કેન્સર ફળની શ્રેણીમાં રાખવામાં આવે છે.
Share your comments