Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

Infected Mango: બજારમાં મળી રહી છે નકલી કેરી, પોલીસે 7 લાખ ટન કેરી કર્યો જબદ

ઉનાળાના ખૂબ જ સ્વાદિષ્ટ ફળ કેરી બજારમાં મોટા ભાગે વેચાઈ રહ્યું છે. મોટા ભાગના લોકોનું મનગમતો ફળ કેરીને લોકોએ લારી પર જોઈને તરત જ ખરીદી રહ્યા છે. અને ખરીદે પણ કેમ નહીં, કેરી હોચ છે આટલી સ્વાદિષ્ટ અને સૌથી મોટી બાબત તો તે છે કે તેઓ ફળોના રાજા તરીકે ઓળખાયે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ઉનાળાના ખૂબ જ સ્વાદિષ્ટ ફળ કેરી બજારમાં મોટા ભાગે વેચાઈ રહ્યું છે. મોટા ભાગના લોકોનું  મનગમતો ફળ કેરીને લોકોએ લારી પર જોઈને તરત જ ખરીદી રહ્યા છે. અને ખરીદે પણ કેમ નહીં, કેરી હોચ છે આટલી સ્વાદિષ્ટ અને સૌથી મોટી બાબત તો તે છે કે તેઓ ફળોના રાજા તરીકે ઓળખાયે છે. પરંતુ કેટલાક લોકોએ એજ રાજા થકી બીજા લોકોના જીવ સાથે છેડા કરી રહ્યા છે. વાત જાણો એમ છે કે બજારમાં સામાન્ય કેરીના સાથે નકલી કેરી પણ મળી રહી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહ્યો છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલ જવાની ફર્જ પડી રહી છે.

નકલી કેરી કરવામાં આવી જબદ

કેરીના કારણે બીમાર થવાના કેસ સામે આવવાના કારણે ફૂડ અને પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ ચેતી જતા તમિલનાડુથી 7 ટન નકલી આંબા જબદ કર્યો છે. નકલી આંબા જબત થવાના કારણે હવે લોકોના મનમાં આ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે આ નકલી કેરી શું હોય છે અને તેની ઓળખ આપણે કેવી રીતે કરીએ શકીએ છે. જો તમને એવું લાગે છે કે નકલી આંબા મશીનમાં તૈયાર થાય છે તો તમે ગલત છો. નકલી કેરી પણ આંબાના છોડ પરથી જ તોડી પાડવામાં આવે છે, પરંતુ તેને તરત જ પકાયેલા કેરી બનાવવા માટે રાસાયણિક ઇન્જેક્શન આપવામાં આવે છે. જણાવી દઈએ તેને પકાવવા માટે કૈલ્શિયમ કાર્બાઈડનું ઉપયોગ કરવામાં આવે છે, જો કે ભારતમાં કેટલાક વર્ષોથી બૈન છે.

બજારમાં સરળતાથી મળી જાય છે કેલ્શિયમ કાર્બોઈડ

કેલ્શિયમ કાર્બાઈડ બજારમાં સરળતાથી મળી રહે છે, જે એક પ્રકારના પથ્થર જેવું હોય છે અને તેથી જ લોકો તેને લાઈમસ્ટોન પણ કહે છે. કેલ્શિયમ કાર્બાઈડ વડે કેરીને પકવવા માટે, કાર્બાઈડને કાચી કેરીની વચ્ચે એક બંડલમાં રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કેરીની ટોપલીમાં કેલ્શિયમ કાર્બાઈડની આસપાસ કેરી રાખવામાં આવે છે અને પછી તેને બોરીમાં સીલ કરીને રાખવામાં આવે છે. આ કેરીઓને પવન વગરની જગ્યાએ 3-4 દિવસ સુધી રાખવામાં આવે છે, જેના કારણે તે પાકે છે. કેલ્શિયમ કાર્બાઈડને ભેજના સંપર્કમાં લાવવાથી એસીટીલીન ગેસ બને છે અને કોઈપણ પ્રકારના ફળ પાકે છે.

સ્વાસ્થ માટે છે ખતરનાક

કૈલ્શિયમ કાર્બોઈડથી પકાવામાં આવેલ આ આંબા સ્વાસ્થ માટે ખૂબ જ ખતરનાક હોય છે. તેનું સેવન કરવાથી પેટમાં દર્દથી લઈને ડાયરિયા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આટલુ જ નહીં તેના સેવન કરવાથી માથાના દુખાવા, બેભાન થઈ જવાનું અને હાર્ટ એટેક જેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. તેથી કરીને તેની ઓળખાણ કરવી ખૂબ જ જરૂરી છે. તેની ઓળખાણ કરવા માટે તમારે કેરીને સારી રીતે જોવું પડશે, જો કેરી પર નાના-નાના ચાંદા દેખાયે તો સમજી જજો તેને કેમિકલથી પકાવામાં આવેલ છે. અને જો તેઓ ઉપરથી કાળો હોય તો સમજી જજો કે તેને ત્યાંથી ઇન્જેક્શન આપવામાં આવ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More