Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

દેશ કરતાં વિદેશમાં મોંઘી છે ભારતની શાકભાજી, એક કિલો ભારતીય કારેલાની કિંમત છે રૂ. 1000

વિદેશોમાં ઘણા ભારતીયો વસે છે અને ભારતથી તેમના માટે શાકભાજી, ફળ, ચોખા, ઘઉંનું નિકાસ કરવામાં આવે છે. તેથી કરીને આજના આ આર્ટિકલ અમે તમણે જણાવીશું કે ભારતથી નિકાસ કરીને વિદેશ મોકલવામાં આવેલ વસ્તુઓનું ત્યા ભાવ કેટલો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

વિદેશોમાં ઘણા ભારતીયો વસે છે અને ભારતથી તેમના માટે શાકભાજી, ફળ, ચોખા, ઘઉંનું નિકાસ કરવામાં આવે છે. તેથી કરીને આજના આ આર્ટિકલ અમે તમણે જણાવીશું કે ભારતથી નિકાસ કરીને વિદેશ મોકલવામાં આવેલ વસ્તુઓનું ત્યા ભાવ કેટલો છે. તેના માટે અમે ફક્ત લંડનના ઉદહારણ લેવા જઈ રહ્યા છે, ફક્ત તેથી જ તમને ખબર પડી જશે કે ભારતથી આયાત કરવામાં આવેલ વસ્તુઓનું વિદેશોમાં ભાવ કેટલા હશે. એમ તો લંડનમાં મોટી સંખ્યા ભારતીયોની વસ્તી છે, જો જઈએ તો લગભગ 20 લાખ કરતાં ભારતીયો લંડનમાં વસવાટ કરે છે. જેના માટે ભારત કરતા વસ્તુઓ અનેક ગણી મોંઘી છે. ત્યાં સૌથી મહત્વની વાત એવું છે કે તે વસ્તુઓનું નિકાસ ભારત દ્વારા જ કરવામાં આવ્યું છે

જો અમે લંડનમાં વેચાતા ભારતીય શાકભાજીની વાત કરીએ તો ત્યાં બજારમાં ભારતીય ખોરાક સરળતાથી મળી જાય છે. પરંતુ ત્યાં ભારતીય ખાદપદાર્થોના કિંમત અનેક ગણી છે. તમે જે ભીંડા અહી 50 થી 60 રૂપિયા કિલોના ભાવે મેળવો છો તેની કિંમત ત્યાં 600 થી વધુ છે. ફક્ત ભીંડા જ નથી ત્યાં મળતી દરેક ભારતીય શાકભાજીની કિંમત ભારત કરતાં ત્રણ ગણી છે.

મેગીના એખ પેકેટના કિંમત 300 રૂપિયા

મળતી માહિતી મુજબ લંડનમાં 20 રૂપિયાની કિંમતનું ચિપ્સનું પેકેટ ભારતીય રૂપિયામાં 95 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તો, મેગીનું એક પેકેટ લંડનના સ્ટોર્સમાં 300 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત પનીરનું પેકેટ 700 રૂપિયા, ભીંડા 650 રૂપિયા પ્રતિ કિલો, કારેલા 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે 6 આલ્ફોન્સો કેરીની કિંમત 2400 રૂપિયા છે.

આ સિવાય 10 રૂપિયાના બિસ્કિટની કિંમત 100 રૂપિયા છે, એટલે કે અહીં સામાન ભારત કરતા 10 ગણી કિંમતે મળે છે. આ સિવાય લિટલ અહીં 400 ગ્રામ ભુજિયા 100-110 રૂપિયામાં મળે છે, પરંતુ લંડનમાં તેનો રેટ 1000 રૂપિયા છે. કેટલાક અન્ય બિસ્કિટ પણ 10 ગણા દરે વેચાઈ રહ્યા છે. જો ચોખાની વાત કરીએ તો તે 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. તે જ સમયે, પારલે જીનો દર 30 રૂપિયા છે, જે ભારતમાં 5 રૂપિયામાં ઉપલબ્ધ છે.

નોંધ: અમે આ સમાચાર થકી તમને ત્યાં મળતા વસ્તુઓની ફક્ત કિંમત નથી જણાવી રહ્યા. પરંતુ અમે તેના થકી એજ ઇચ્છીએ છે કે આ ભાવ જાણીને આમારા ખેડૂત ભાઈઓ વધુમાં વધુ શાકભાજી અને અન્ય પાકોની ખેતી કરીને તેનું વેચાણ વિદેશો સુધી કરે, જેથી તેઓની કમાણીમાં મોટા ભાગે વધારો થઈ શકાય.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More