ભારત વિશ્વભરમાં બાગાયતી પાકોનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક દેશ હોવા છતાં, આપણે હજુ પણ ઘણા પાકોની ઉત્પાદકતાની દ્રષ્ટિએ ઘણા દેશો અને વિશ્વની સરેરાશથી ઘણા પાછળ છીએ. સફરજન આમાંથી એક છે. સફરજન લગભગ દરેક દેશમાં ઉગાડવામાં આવે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાયે છે. પરંતુ આબોહવાની પરિસ્થિતિઓ અને ટેક્નોલોજીને લીધે, કેટલાક દેશો અન્ય કરતા વધુ સફરજનનું ઉત્પાદન કરે છે અને કેટલાક ઓછા.
જો આપણે ભારતની વાત કરીએ તો આપણે તેની ઉત્પાદકતામાં ઘણા પાછળ છીએ. વિશ્વમાં સરેરાશની નજીક પણ નથી. પરંતુ હવે શ્રીનગર સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેમ્પરેટ હોર્ટિકલ્ચર (CITH) એ સ્વિટ્ઝર્લેન્ડ સાથે સ્પર્ધા કરવા માટે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે, જે સફરજનની ઉત્પાદકતાના સંદર્ભમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
ભારત કરશે 60 વધું સફરજનના ઉત્પદાન
આ ફોર્મ્યુલાનું પરીક્ષણ CITH કેમ્પસમાં પણ કરવામાં આવ્યું છે, જેમાં ભારતને સફરજનની ખેતીમાં 60 ટન સુધીની ઉત્પાદકતા મળી છે. જો કે તેને અત્યારે સામાન્ય ખેડૂતોના ખેતરોમાં લઈ જવાનો છે, જેથી ઉત્પાદકતામાં પાછળ રહેવાની વાત કરનારા દેશોને જણાવામાં આવી શકાય કે ભારત પણ કોઈથી ઓછં નથી. જણાવી દઈએ આપણી સફરજનની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર માત્ર 8.87 ટન છે, જ્યારે બીજી તરફ, સ્વિટ્ઝર્લેન્ડ આ બાબતમાં વિશ્વમાં 60.05 ટન પ્રતિ હેક્ટર સાથે પ્રથમ ક્રમે છે.
વધુ ઉત્પાદન માટે નવી ફોમર્યુલા તૈયાર
કૃષિ વૈજ્ઞાનિકો સફરજનના ઉત્પાદન વધારવા માટે એક નવી ફોર્મ્યુલા લઈને આવ્યા છે. આ અંતર્ગત વિદેશી જાતોની ઉત્પાદકતા વધારવા માટે સ્વદેશી ઉત્પાદન ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જ કે સફરજનની ખેતીમાં આ સૌથી મોટી ક્રાંતિ હશે, જે આખરે ખેડૂતોને સૌથી મોટો ફાયદો આપશે. જણાવી દઈએ કે ઉત્પાદકતામાં વધારો એટલે ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન કરવું. શ્રીનગરમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેમ્પરેટ હોર્ટિકલ્ચરના ડિરેક્ટર જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ સફરજનની વર્તમાનમાં લોકપ્રિય વિદેશી જાતોની ખેતીની તકનીકમાં ફેરફાર કરીને તેની ઉત્પાદકતા વધારવા માટે કામ કર્યું છે.
તેમણે કહ્યું કે નવી ટેક્નોલોજીમાં અમે સફરજનના ઝાડની ઊંચાઈને યાંત્રિક રીતે નિયંત્રિત કરીએ છીએ. છોડને વાયર અને લાકડાનો ટેકો આપવામાં આવે છે. આ રીતે છોડની ઊંચાઈ 12 થી 14 ફૂટ સુધી પહોંચે છે. આ એક અદભૂત ટેક્નોલોજી છે, જેને કોઈપણ ખેડૂત અપનાવી શકે છે. આ ટેક્નિક વડે અમે પ્રતિ હેક્ટર 60 ટન સુધીની ઉપજ હાંસલ કરી છે. હવે ભારતમાં સફરજનની ખેતી ખેડૂતોને પહેલા કરતા વધુ નફો આપશે.
Share your comments