Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

Home Gardening: હવે ઘરે ઉગાડો મોંઘી અને પૌષ્ટિક શાકભાજી, ફક્ત ધ્યાનમાં રાખો આ મૂળભૂત બાબતો

કુદરતી ખેતીના ક્રેઝ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ હોમ ગાર્ડનિંગ પણ વધાવા માંડી છે. છેલ્લા 10-15 વર્ષ પહેલા ગામના લોકો જ ખેતરના સાથે જ ઘર આંગણે ફળો, શાકભાજી અને મસાલા ઉગાડતા હતા. પરંતુ હવે શહેરમાં પણ ઘરે શાકભાજી અને ફળો ઉગાડવાનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

કુદરતી ખેતીના ક્રેઝ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ હોમ ગાર્ડનિંગ પણ વધાવા માંડી છે. છેલ્લા 10-15 વર્ષ પહેલા ગામના લોકો જ ખેતરના સાથે જ ઘર આંગણે ફળો, શાકભાજી અને મસાલા ઉગાડતા હતા. પરંતુ હવે શહેરમાં પણ ઘરે શાકભાજી અને ફળો ઉગાડવાનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. શહેરોમાં લોકો પાસે આંગણ તો નથી પણ બાલ્કની છે તેથી કરીને તેઓ ત્યાં જ ટેરેસ પર ખેતી કરવા માંડ્યા છે. આથી જે લોકોએ ધરે ફળો અને શાકભાજી ઉગાડે છે કે પછી હોમ ગાર્ડનિંગ કરવા માંગે છે આ સમાચાર તેઓના માટે છે. આ આર્ટિકલમાં અમે તમને ધરે મોંધા, ટેસ્ટી અને હેલ્ધી શાકભાજી ઉગાડવાની ટિપ્સ આપીશ. જેને કોઈ પણ વાંસણ કે પછી કન્ટેનરમાં સરળતાથી ઉગાડી શકાય છે, આથી તમારા બજેટ પણ નથી ખોરવાશે અને તમને પૌષ્ટિક ભોજન પણ મળશે.

બ્રોકોલી 

તમે બધાએ બ્રોકોલી તો જોઈ જ હશે. આ કોબીની એક પ્રજાતિ છે જેની ગણતરી લીલા શાકભાજીમાં થાય છે. થોડા દિવસો પહેલા સુધી, બ્રોકોલી એક વિદેશી પાક તરીકે ઓળખાતી હતી. પરંતુ હવે ભારતમાં પણ તેથી ખેતી મોટા પાચે થવા માંડી છે. પૌષ્ટિકથી ભરપૂર બ્રોકોલી દરેક જગ્યાએ સરળતાથી ઉગાડી શકયા છે. તેને ઉગાડવા માટે 16 થી 18 ઈંચ ઊડાઈનો પોટ લો, તેમાં માટી સાથે થોડું વર્મી કમ્પોસ્ટ મિક્સ કરો અને નર્સરીમાંથી લાવેલા રોપાને વાવો. વાસણમાં ભેજ તપાસો અને તેને થોડું પાણી આપો, પોટને સૂર્યપ્રકાશનો નિયમિત સંપર્કે મળવો જોઈએ. 45 દિવસ પછી મુઠ્ઠીભર વર્મી કમ્પોસ્ટ ઉમેરો. બ્રોકોલીના ફૂલો 100 દિવસમાં દેખાવા લાગશે.

મશરૂમ

મશરૂમ એ શાકભાજીની ખૂબ જ વિશિષ્ટ જાત છે. પહેલા તે અમીરોની થાળી પુરતી સીમિત હતી પરંતુ હવે તે સામાન્ય શાક બની ગઈ છે. મશરૂમ એક ફૂગ છે જે ઘાસની ગંજીઓમાં ઉગાડવામાં આવે છે. સ્ટ્રોના ઢગલાને ભીના કરીને મશરૂમના બીજ વાવવામાં આવે છે. તે એવી જગ્યાએ ઉગાડવામાં આવે છે જ્યાં અંધકાર હોય અને પવન ન હોય. 15 દિવસ પછી તમે મશરૂમ શેડ પાસે પંખો લગાવી શકો છો. તે માત્ર 1 મહિના પછી ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે. 

કેપ્સીકમ

કેટલાક લોકો માને છે કે શિમલામાં કદાચ કેપ્સિકમની ખેતી થાય છે, એવું બિલકુલ નથી. તે તમારા ઘરે વાસણમાં પણ ઉગશે. કેપ્સીકમ ઉગાડવા માટે એક મધ્યમ કદનું પોટ લો. આ વાસણમાં થોડી કોકો પીટ માટી સાથે મિક્સ કરો અને તેમાં 4-6 કેપ્સિકમના બીજ વાવો અને હળવી સિંચાઈ કરો. હવે પોટને એવી જગ્યાએ રાખો જ્યાં દિવસભર શિયાળામાં હળવો સૂર્યપ્રકાશ આવે. ભેજ તપાસ્યા પછી પિયત આપતા રહો અને 30-45 દિવસ પછી બે ચમચી વર્મી કમ્પોસ્ટ આપો. છોડ ત્રણ મહિનામાં ફળ આપવાનું શરૂ કરશે. 

આદુ 

તમે બધા આદુનો ઉપયોગ સારી રીતે જાણો છો પરંતુ દરેક જગ્યાએ આદુની ખેતી કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે આદુની ખેતી પર્યાવરણ અને આબોહવા પર નિર્ભર કરે છે, પરંતુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે તેને વાસણમાં પણ સરળતાથી ઉગાડી શકો છો. એક મધ્યમ કદનું વાસણ લો અને તેમાં અડધી માટી, અડધી રેતી અને સડેલું ગાયનું છાણ ભરીને સારી રીતે મિક્સ કરો. આ વાસણમાં આદુના કંદને ઊંડે સુધી વાવો, તેને થોડું પાણી આપો અને તેને તડકાવાળી જગ્યાએ રાખો. ભેજ તપાસ્યા પછી થોડું પાણી ઉમેરતા રહો. દર મહિને 1-2 ચમચી વર્મી કમ્પોસ્ટ ઉમેરો. પ્લાન્ટ લગભગ 6 મહિનામાં તૈયાર થઈ જશે. 

ઘરની બાગકામના ફાયદા

હોમ ગાર્ડનિંગ કરવાના ઘણા ફાયદા છે. જો તમે ગૃહિણી છો અથવા નોકરીમાંથી નિવૃત્ત થયા છો, તો આ સમય પસાર કરવાનું ખૂબ જ સારું માધ્યમ છે. હોમ ગાર્ડનિંગ કરીને તમે તમારા ઘરનો ખર્ચ થોડો ઘટાડી શકો છો. આ બધા સિવાય સૌથી મહત્વની વાત એ છે કે તાજા અને મોસમી ફળો અને શાકભાજી ઘરમાં ઉપલબ્ધ છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. ઘરમાં સંપૂર્ણપણે ઓર્ગેનિક ગાર્ડનિંગ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. 

આ પણ વાંચો:ગાયના દૂધ ઉત્પાદનમાં વધારો તો ભેંસના દૂધ ઉત્પાદનમાં થયો મોટા પાચે ઘટાડો:રિપોર્ટ

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More