Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

અધિકારિયો સાથે મળીને ખેડૂત કર્યો જામફળનું કૌભાંડ, પૈસા જોઈને ચોંકી ઉઠી વિજિલેન્સની ટીમ

અત્યાર સુધી તમે આગેવાનો અને મોટા વેપારોયોને રેલ્વે, પાણી, વીજળી, દારૂનો કૌંભાડ કરતા જોયું હશે. પરંતુ શું તમે ક્યારે કોઈને જામફળનો કૌભાંડ કરતા જોયું છે. આપણા દેશમાં જેને જગતના તાત કહેવામાં આવે છે એક એવા ખેડૂતેએ 2 અધિકારિયો સાથે મળીને જામફળનું કૌંભાડ કર્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
જામફળ કૌભાંડ આવ્યું સામે
જામફળ કૌભાંડ આવ્યું સામે

અત્યાર સુધી તમે આગેવાનો અને મોટા વેપારોયોને રેલ્વે, પાણી, વીજળી, દારૂનો કૌંભાડ કરતા જોયું હશે. પરંતુ શું તમે ક્યારે કોઈને જામફળનો કૌભાંડ કરતા જોયું છે. આપણા દેશમાં જેને જગતના તાત કહેવામાં આવે છે એક એવા ખેડૂતેએ 2 અધિકારિયો સાથે મળીને જામફળનું કૌંભાડ કર્યો છે. મળતી માહિતી મુજબ વિજિલન્સ બ્યુરોએ ગુરૂવારે પંજાબના 20 સ્થળોએ દરોડા પાડ્યો છે. વિભાગે 2004 બેચના આઈએસ અધિકારી વરુણ રૂજમ અને ફિરોઝપુરના ડેપ્યુટી કમિશનર રાજેશ ધીમાનના ધરો પર મની લોન્ડરિંગના કેસમાં દરોડા પાડ્યો છે.  

જામફળના બગીચાને લગતા મની લોન્ડિરિંગના કેસમાં દરોડા

137 કરોડ રૂપિયાના જામફળના બગીચાને લગતા મની લોન્ડરિંગ કેસમાં પાડવામાં આવેલ દરોડા દરમિયાન 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (GMADA) દ્વારા મોહાલીના બાકરપુર ગામમાં અધિગ્રહિત કરવામાં આવેલી જમીનના બદલામાં 137 કરોડ રૂપિયાના વળતરનો દાવો કરવામાં આવ્યો હતો, જો કે  ખોટો હતો.

કૌભાંડની સંપૂર્ણઁ માહિતી

જો અહેવાલોનું માનીએ તો આ કૌભાંડમાં લગભગ 100 લોકોને ફાયદો થયો છે અને લગભગ 200 એકર જમીન સંડોવાયેલી છે. વિજિલન્સ બ્યુરોએ 2016 અને 2020 વચ્ચે બાકરપુર અને આસપાસના ગામોમાં GMADA દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન માટે બનાવટી દસ્તાવેજોના આધારે વળતર મેળવવા માટે કરોડો રૂપિયાના જામફળના વળતર કેસમાં કેસ નોંધ્યો હતો. આઈપીસીની કલમ 409, 420, 465, 466, 468, 471, 120-બી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13 (1) (એ), 13 (2) હેઠળ વિજિલન્સ બ્યુરોએ 2 મે, 2023ના રોજ પોલીસ સ્ટેશન, ફ્લાઈંગ ખાતે સ્ક્વોડ.-1, મોહાલીમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Tamarind cultivation: આમલીની ખેતી છે નફાકારક સોદો, ઓછા રોકાણમાં આપશે મોટી આવક

વિજિલન્સ બ્યુરોના જણાવ્યા અનુસાર, બાકરપુરના રહેવાસી પ્રોપર્ટી ડીલર ભૂપિન્દર સિંહે GMDA, મહેસૂલ અને બાગાયત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સાથે મળીને મુકેશ જિંદલ અને વિકાસ ભંડારી સહિતના તેના સહયોગીઓ સાથે મળીને ખેતીની જમીન પર જામફળના બગીચાઓ વાવવાનું શરૂ કર્યું હતું. જો કે જનરલ પાવર ઓફ એટર્ની પર જમીન સંપાદન કરીને આ કામગીરી કરવામાં આવી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2019માં આરોપીઓએ હલકા પટવારી બચિતર સિંહ સાથે મળીને નકલી ગિરદાવરી રજિસ્ટર તૈયાર કર્યું હતું. જેમાં તેણે 2016થી પોતાની જમીન પર જામફળના બગીચાની માલિકી બતાવી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાનું વળતર મેળવ્યું હતું.

તપાસ દરમિયાન શું સામે આવ્યું

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય આરોપી ભૂપિન્દર સિંહે પોતાના અને પરિવાર માટે જામફળના વાવેતર માટે લગભગ 24 કરોડ રૂપિયાનું વળતર લીધું હતું. ભટિંડાના રહેવાસી મુકેશ જિંદાલે લગભગ 20 કરોડ રૂપિયાનું વળતર લીધું હતું. 29 જુલાઈ, 2023 ના રોજ, પાંચ આરોપીઓ વિરુદ્ધ મોહાલી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પહેલું ચલણ ભૂપિન્દર સિંહ, બિન્દર સિંહ, વિશાલ ભંડારી, બચિત્તર સિંહ, પટવારી અને મુકેશ જિંદાલ સામે રજૂ કરવામાં આવ્યું હતું.

6000 પાનાનો દસ્તાવેજી રેકોર્ડ

બાગાયત વિકાસ અધિકારી જસપ્રીત સિંહ સિદ્ધુ, જે તે સમયે ખરાર અને ડેરા બસીમાં તૈનાત હતા, આ કેસમાં છેલ્લી ધરપકડ 30 જાન્યુઆરી, 2024ના રોજ થઈ હતી. વિજિલન્સ બ્યુરોના રિપોર્ટમાં આ કેસમાં 33 સાક્ષીઓની જુબાનીના લગભગ 6,000 પાનાનો દસ્તાવેજી રેકોર્ડ છે. વરુણ રુજમની પત્ની ડૉ. સુમનપ્રીત કૌર અને રાજેશ ધીમાનની પત્ની જાસ્મીન કૌર ધીમાનના લાભાર્થીઓની યાદીમાં સામેલ છે જેમણે બકરપુર ગામમાં સંપાદિત કરેલી જમીનના બદલામાં ખોટું વળતર મેળવ્યું હતું.

સુપ્રિમ કોર્ટને કર્યો સંપર્ક

કેટલાક લાભાર્થીઓને વળતરની રકમના 100 ટકા જમા કરવાની ઓફરના બદલામાં હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. બાકીના આરોપીઓએ પણ આનો ફાયદો ઉઠાવ્યો હતો. આ પછી વિજિલન્સ બ્યુરોએ હાઈકોર્ટના જામીનના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તથ્યોને ધ્યાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટે આરોપીઓને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે અનેક આરોપી લાભાર્થીઓને કુલ 72.36 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. તેમાંથી 30 જાન્યુઆરી સુધી 43.72 કરોડ રૂપિયા જમા થયા છે.

કૌભાંડ માટે કેમ કરવામાં આવી જામફળની પસંદગી

અન્ય વૃક્ષોની તુલનામાં, જામફળનું ઝાડ પ્રમાણમાં ઓછા સમયમાં, લગભગ ત્રણથી ચાર વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે. આરોપ છે કે આ કારણોસર આરોપીઓએ જમીન પર જામફળના વૃક્ષો વાવવાનું નક્કી કર્યું હતું, જે બાદમાં જીએમડીએ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. ફળના ઝાડવાળી જમીનનું વળતર સામાન્ય વૃક્ષોવાળી જમીન કરતાં ઘણું વધારે છે.

 એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિ એકર 2000 થી 2500 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જ્યારે PAU પ્રતિ એકર વધુમાં વધુ માત્ર 132 વૃક્ષો વાવવાની ભલામણ કરે છે. તેથી, તે સાબિત કરે છે કે 2016 માં વધુમાં વધુ વળતર મેળવવાના આશયથી વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તેનો હેતુ પરિણામ મેળવવાને બદલે વળતર મેળવવાનો હતો.

Related Topics

Farmer Guava Scam IAS Punjab

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More