Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

આંબાના છોડમાં દેખાતા ડાયબેક રોગથી થતુ નુકસાન તેમજ તેના પર નિયંત્રણ મેળવવાની વૈજ્ઞાનિક રીત

ડાયબેક મુખ્યત્વે ગુજરાત, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા તેમજ તમિલનાડુમાં જોવા મળે છે. આ રોગને પરિણામે ઝાડ ઉપરથી નીચે તરફ સુકાતુ જતુ હોવાથી મહત્તમ નુકશાન થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
આંબાના  વૃક્ષોની સારવાર માટે મુલાકાત
આંબાના વૃક્ષોની સારવાર માટે મુલાકાત

દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં જુલાઈ-અક્ટુબરના મહિનામાં આંબામાં અવરોહ મૃત્યુ (ડાયબેક) રોગનું ઉપદ્રવ જોવા મળે છે. ખેડૂતો દ્વારા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, પરીયા ખાતેની મુલાકાત તેમજ આ કેંદ્ર ખાતે ચાલતી “અખિલ ભારતીય સંકલિત ફળ સંશોધન યોજના” અંતર્ગત ફરજ બજાવતા વૈજ્ઞાનિકોની ખેડૂતના ખેતર પર મુલાકાત દરમ્યાન ઘણી આંબાવાડીઓમાં અવરોહ મૃત્યુ (ડાયબેક) રોગનું ઉપદ્રવ જોવા મળેલ છે. આ રોગના ઉપદ્રવથી થતું નુકશાન ધ્યાનમાં રાખી, આ રોગ વિશે વધુ માહિતી જેમ કે રોગની ઓળખ, લક્ષણો, સાનુકુળ પરિબળો, નુકસાન વગેરે વિશેની માહિતી ઉપરાંત આ રોગના નુકસાનથી આંબાના ઝાડને બચાવવા તેમજ ઉપદ્રવને અટકાવવા માટેના પગલાં આ લેખ દ્વારા પ્રસારીત કરવામાં આવે છે.

રોગની ઓળખ અને લક્ષણો:

 આ રોગ શરૂઆતની અવસ્થાએ ઝાડની ટોચ પરની કુમળી ડાળીઓ પર જોવા મળે છે, ત્યારબાદ પરિપકવ ડાળી પર જોવા મળે છે. રોગની શરૂઆતમાં ડાળીમાંથી સફેદ રંગના દુધ જેવું રસ નીચેની તરફ ઝરતું જોવા મળે છે. જે સમય જતા સંપૂર્ણ કાળો રંગ ધારણ કરે છે. ડાળીઓના જોડાણના ભાગે વધુ સ્પષ્ટ રીતે આ રોગના ચિન્હો જોવા મળે છે. રોગની વધુ તીવ્રતાથી ઝાડની કુમળી ડાળીઓ કાળી થઈને સુકાઈ જાય છે. રોગિષ્ટ ડાળીઓને ફાડતા વચ્ચેના ભાગમાં બદામી રંગના પટૃા જોવા મળે છે. ડાળીઓ સુકાતા પહેલા તેમના પર ફાટ જોવા મળે છે. જેમાંથી ગુંદર બહાર નીકળતો દેખાય છે. વધુ ઉપદ્રવના કારણે ડાળીઓ ઉપરથી નીચે તરફ સુકાતી જતી હોવાથી મહત્તમ નુકશાન થાય છે.ઉપદ્રવ વાળા ઝાડ નીચે લીલા પાંદડા ખરી પડેલા જોવા મળે છે.  

નિયંત્રણ મેળવવાનું પ્રોસેસ
નિયંત્રણ મેળવવાનું પ્રોસેસ

સાનુકૂળ પરિબળો : ભારે વરસાદ, ગરમ અને ભેજવાળુ વાતાવરણ. જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમ્યાન આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે.પાણી ભરાઇ રહેતી હોય તેવી જગ્યા, દક્ષિણ ગુજરાતમાં જોવા મળતી કાળી માટીમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધુ હોવાને કારણે આવી માટીમાં રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે.

નિયંત્રણ : વરસાદ સતત ચાલુ હોય તો સૌપ્રથમ ઝાડ ઉપર છંટકાવને બદલે નીચે જમીનમાં ફુગનાશક દવા રેડવું હિતાવહ છે. તે માટે કાર્બેન્ડેઝીમ 50 % વે.પા. 2 ગ્રામ અને કોપર સલ્ફેટ (મોરથુથુ) 10 ગ્રામ/ લીટર પાણીમાં ઓગાળી ઝાડનાં ફરતે થડથી 1.5 મી. દુર જમીનમાં અર્ધા ફુટ ઉંડે 7 થી 8 ખાડા કરી રેડવું. 15 થી 20 વર્ષ કરતા વધારે ઉમરના ઝાડ માટે 40 થી 50 લી. દ્રાવણ જરૂરી છે. વરસાદી વાતાવરણ ન હોય અને આંબાવાડીમાં છંટકાવ કરી શકતા હોય તો કાર્બેન્ડેઝીમ 50 % વે.પા. ફુગનાશકનું 1 ગ્રામ/ લી. પાણી મુજબ છંટકાવ કરી શકાય. વધુ ઉપદ્રવ હોય તો આંબાની રોગિષ્ટ ડાળીઓ કાપી બોર્ડો પેસ્ટ લગાડવો (૧ કિ. ગ્રા મોરથુથુ + ૧ કિ. ગ્રા  કળી ચૂનો + ૧૦ લિટર પાણી).

સૌજન્ય: 

ડો. સચિન.એમ.ચવ્હાણ, ડો. આશિષ એચ.પટેલ અને ડો.ચિરાગ આર.પટેલ

અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના- ફળ (એ.આઈ.સી.આર.પી.-ફ્રૂટ્સ),

કૃષિ  પ્રાયોગિક કેન્દ્ર,નવસારી કૃષિ યુનિવર્સિટી,પરીયા, તા. પારડી, જી. વલસાડ

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More