Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

Brinjal Farming: જુલાઈમાં કરો રીંગણની આ પાંચ જાતોનું વાવેતર, ઓક્ટોબર સુધી આપશે અઢળક ઉત્પાદન

ભારતમાં રીંગણની ખેતી મોટા પાચે કરવામાં આવે છે. ભારતના વાતાવરણ તેના ઉત્પાદન માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બીજી વાત રીંગણ ભારતના લોકોનું મનગમતુ શાક છે. તમણે જણાવી દઈએ કે રીંગણ લાંબા સમય સુધી ઉપજ આપે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
રીંગણની ખેતી
રીંગણની ખેતી

ભારતમાં રીંગણની ખેતી મોટા પાચે કરવામાં આવે છે. ભારતના વાતાવરણ તેના ઉત્પાદન માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બીજી વાત રીંગણ ભારતના લોકોનું મનગમતુ શાક છે. તમણે જણાવી દઈએ કે રીંગણ લાંબા સમય સુધી ઉપજ આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો તે એક બારામાસી છોડ છે, પરંતુ મોટાભાગના ખેડૂતો તેને વાર્ષિક છોડ તરીકે વાવે છે. ઘણી વખત ખેડૂતો ખેતી કરતી વખતે મુંઝાવણમાં રહે છે કે રીંગણની કઈ જાતની ખેતી કરીને તેઓ વધુ ઉપજ મેળવી શકે છે. આવી સ્થિતિમાં આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ રીંગણની એક એવી જાતની માહિતી જેની ખેતી તમે વરસાદના સિઝનમાં કરશો તો તે તમને ઓક્ટોબરમાં ઉત્પાદન આપી દેશે.

રીંગણની સૌથી શ્રેષ્ઠ જાતો

વરસાદી સિઝનમાં તમે રીંગણની પ્રારંભિક સુધારેલી જાતો જેમ કે પુસા પર્પલ ક્લસ્ટર, પુસા ક્રાંતિ, પુસા શ્યામલા, પીપીસી વિવિધતા, સ્વર્ણ શક્તિ, ગોલ જેવી મુખ્ય સુધારેલી જાતોની વાવણી કરી શકો છો. આ જાતોની ખેતી માટે, સારી સંગ્રહ ક્ષમતાના 400 ગ્રામ બીજ અને પ્રતિ હેક્ટરે 250-300 ગ્રામ સંકર જાતો પર્યાપ્ત છે. રોપણી માટે, પંક્તિથી પંક્તિ અને છોડથી છોડ વચ્ચેનું અંતર 75×60 સેમી રાખવું જોઈએ.

આવી રીતે તૈયાર કરો નર્સરી

ખેડૂત ભાઈયો જો તમે ઉપર જણાવમાં આવેલ રીંગણની ખેતી કરવા ઇચ્છો છો તો તેના માટે તમારે સૌથી પહેલા તેની નર્સરી તૈયાર કરવી પડશે,. નર્સરી માટે તમારે લો ટનલ પોલીહાઉસમાંથી સારી ગુણવત્તાના રોપા તૈયાર કરવાનું રહેશે. આ માટે સંકર જાતના 100 થી 120 ગ્રામ બીજ અને સામાન્ય જાતોના 160 થી 180 ગ્રામ બિયારણ પ્રતિ એકર તૈયાર કરો. તે જ સમય, વાવણી પહેલા બીજને 4 ગ્રામ ટ્રાઇકોડમાં અથવા 2 ગ્રામ થિરામ પ્રતિ કિલો સાથે સારવાર કરો. આ પછી બીજ વાવો. જો તમે જુલાઈમાં રીંગણની નર્સરી વાવો છો, તો તમને ઓક્ટોબરમાં શાકભાજી મળવાનું શરૂ થશે,

રીંગણની પાંચ સૌથી શ્રેષ્ઠ જાતો

પીપીસી વિવિધતા: રીંગણની ઘણી જાતો છે, પરંતુ વરસાદની સિઝનમાં ખેડૂતોએ પીપીસી જાતના રીંગણની ખેતી કરવી જોઈએ. આ જાતની વિશેષતા એ છે કે તેના છોડમાં કાંટા હોતા નથી. તેનો છોડ 10 થી 12 સેમી ઊંચો હોય છે. તેનો રંગ ઘેરો જાંબુડિયા હોય છે તેમ જ તેના છોડમાંથી એક ટોળામાં 4 થી 9 ફળો મળે છે. તેની પ્રથમ લણણી ટ્રાન્સપ્લાન્ટેશનના 60 થી 65 દિવસ પછી શરૂ થાય છે.

પુસા ક્રાંતિ: પુસા ક્રાંતિએ રીંગણની સુધારેલી જાતોમાંથી એક છે. તેના ફળો સરેરાશ 15 થી 20 સેમી લાંબા હોય છે. તેના ફળોનો રંગ ચળકતો જાંબલી હોય છે. તેના ફળો સામાન્ય શાકભાજી અને ભરતા બંને માટે ઉપયોગી છે. તમે જુલાઈ મહિનામાં રીંગણની આ જાતની ખેતી કરી શકો છો.

પુસા શ્યામલા: રીંગણની પુસા શ્યામલા જાતનું ફળ લાંબુ, ચળકતું અને આકર્ષક ઘેરા જાંબલી રંગનું હોય છે. દરેક ફળનું વજન 80 થી 90 ગ્રામ હોય છે. તેની પ્રથમ લણણી ટ્રાન્સપ્લાન્ટેશનના 50 થી 55 દિવસ પછી થાય છે. તેની સરેરાશ ઉપજ 39 ટન પ્રતિ હેક્ટર હોય છે. રીંગણની આ જાત આઈએઆરઆઈ, નવી દિલ્લી દ્વારા વિકસાવવામાં આવી છે.

પર્પલ ક્લસ્ટર: રીંગણી જાંબલી કલ્સ્ટર વિવધ પ્રકારના લંબચોરસ આકારની હોય છે, જે ક્લસ્ટરોમાં ઉગાડવામાં આવે છે. આ ફળોનું કદ મધ્યમ હોય છે, પરંતુ તેમની લંબાઈ 10 થી 12 સેમી સુધી હોય છે. જણાવી દઈએ તેને વિલ્ટ રેઝિસ્ટન્ટ વેરાયટી પણ કહેવામાં આવે છે,જે ઉત્પાદનની દ્રષ્ટિએ ધણી જાતોને પાછળ છોડી રહી છે.

સ્વર્ણ શક્તિ: સ્વર્ણ શક્તિ જાતે રીંગણની સંકર જાત છે જો કે સારી ઉપજ આપે છે તેના છોડ લગભગ 70 થી 85 સેમી ઊંચા હોય છે. તેના ફળો મધ્યમ કદના અને ચળકતા જાંબલી રંગના હોય છે. એક રીંગણનું વજન લગભગ 150 થી 200 ગ્રામ હોય છે. આનાથી પ્રતિ હેક્ટર આશરે 700 થી 750 ક્વિન્ટલ ઉત્પાદન મળી શકે છે અને તેનો પાક 55 થી 60 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More