વાંસ વાતાવરણમાંથી કાર્બનડાયોકસાઈડ શોષીને ઓક્સિજન ભેળવે છે, જો કે પર્યાવરણમાં માટે ઉપયોગી થાય છે. વાતાવરણમાં સૌથી વધુ ઓક્સિજન ભેળવવામાં વાંસનો ફાળો છે.વાંસ અન્ય વનસ્પતિ કરતાં 30 ટકા વધુ ઓક્સિજન છોડે છે. આ ઉપરાંત પણ વાંસ પર્યાવરણ જ નહીં પણ માનવજાત માટે પણ ઉપયોગી છે. વાંસ સૌથી વધુ ઝડપે વિકાસ પામતિ વનસ્પતિ છે. એટલે તેની ઉપજ માટે વધુ મહેનત કરવી પડતી નથી. વાંસના જંગલો થોડા સમયમાં જ વિસ્તાર પામતા હોય છે. વાંસ એકથી પાંચ વર્ષના ગાળામાં જ પુખ્તા બની જાય છે. જ્યારે બીજા વૃક્ષોના લાકડાને પુખ્ત અને સખ્ત બનવામાં 20 થી 25 વર્ષનું ગાળો લાગે છે.
ઠુંઠા મૂળમાંથી ફરી ઉગી આવે છે
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વાંસનું મૂળમંત્ર અજાયબ છે. વાંસને કાપી લીધા પછી તેના ઠુંઠા મુળમાંથી ફરી ઉગી નીકળે છે. વાંસને ખાતર કે અન્ય રસાયણની જરૂર પડતી નથી. વાંસના પાન ખરીને જમીનન પર પડે તો તેના ખાતરથી જ તે ફરી વિકસી જાય છે. વાંસના દરેક અવચવ માણસજાતને વિવિધ રીતે ઉપયોગી થાય છે. વાંસનું જંગલ જમીનનું ઘોવાણ અટકાવે છે. વાંસ બધી ઋતુ અને હવામાનમાં વિકાસ પામે છે.
વાંસ હોય છે સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત
વાંસ વચ્ચેથી પોલા હોય છે અને તે સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત હોય છે. વાંસને ઉધઇ કે અન્ય જીવાત લાગતી નથી એટલે તેઓ ઝડપથી સડતા નથી.વાંસમાં બાંબૂકૂન નામનું એક દ્રવ્ય હોય છે. વાંસમાંથી બનેલા કોલસા પાણી ગાળવાનું ઉત્તમ માધ્યમ છે. તે વાતાવરણમાંથી દુર્ગંધ દૂર કરે છે અને સુગંધ આપે છે. ચીન અને જાપાનમાં તો લોકોએ પોતાના ઘરો અને બેગમાંથી ગંધ દૂર કરવા માટે ડામરની ગોળી નહીં પરંતુ વાંસના કોલસાનો ટૂકડાનું ઉપયોગ કરે છે. વાંસના રેસા ભેજશોષક છે. વાંસની દિવાલે ઘરને ઠંડુ રાખે છે. એશિયાના ઘણા દેશોમાં વાંસનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. જેને કુમળા કહેવામાં આવે છે,જો કે વાંસથી બનાવેલ એક વાનગી છે. જણાવી દઈએ ભારતના ઉત્તરપૂર્વમાં લોકોએ વાંસમાં જ ચોખા અને બીજા શાક મુકીને રાંધે છે. તેઓ તો માંસને પણ રાંઘવા માટે વાંસમાં મુકે છે.
વાંસમાંથી કાગળનું ઉત્પાદન
કાગળ બનાવવા માટે વાંસ ખુબ જ ઉપયોગી સાધન છે, વાંસમાંથી બહુ જ ઓછી દેખભાળની સાથે સાથે અધિક માત્રામાં કાગળનું ઉત્પાદન કરી શકાય છે. આ પ્રક્રિયામાં ઘણી કઠિનાઇઓ ઝીલવી પડતી હોય છે. આમ છતાં પણ વાંસમાંથી કાગળ બનાવવાનો ઉદ્યોગ ચીન તેમજ ભારતનો પ્રાચીન ઉદ્યોગ છે. ચીનમાં વાંસના નાના મોટા દરેક ભાગોમાંથી કાગળ બનાવવામાં આવે છે. આ માટે પાંદડા ને છૂટા પાડી, થડના નાના નાના ટુકડા કરીને તેને પાણી થી ભરેલા પીપળામાં ચૂના સાથે ત્રણ ચાર માહ સડાવવામાં આવે છે, ત્યાર પછી તેને મોટી મોટી ફરતી કુંડીમાં ગોંધી , સાફ કરવામાં આવે છે. આ લુગ્દી ને આવશ્યકતા અનુસાર રસાયણ નાખી સફેદ કે રંગીન બનાવ્યા પછી ગરમ તવા દબાવી ને સુકાવામાં આવે છે
વાંસ એક ઉપયોગ અનેક
જ્યાં ડોક્ટરી ઓજાર ઉપલબ્ધ નથી હોતા ત્યાં વાંસના થડ અને પાંદડાને કાપી ચૂંટી સફાઈ કરી સળીઓ બનાવીને ઉપયોગ કરાવામાં આવે છે. વાંસનો પોલો થડ અપંગ લોકોનો સહારો છે. આના ખુલા ભાગમાં પગ ટેકવી શકાય છે. વાંસની સળીઓની ભાત ભાતની ચટાઇઓ, ખુર્સી, ટેબુલ, પલંગ અને અન્ય વસ્તુઓ બનાવવાના આવે છે. માછલી પકડવાનો કાંટો, ડળિઓ આદિ વાંસ ના જ બનાવાય છે. મકાન બનાવવા તથા પુલ બાંધવા માટે પણ તેઓ ઉપયોગી છે.
વાંસથી ચમચી, ચાકૂ, ચોખા રાંધવાનું વાસણ બનાવામાં આવે છે. નાગાલૈંડમાં પૂજા કે પછી કોઈ પ્રસંગના અવસરે એજ વાસણ વપરાય છે. એજ નહીં તેથી ખેતી ના ઓજાર, ઊન તથા સૂતરાઉ કાપડની તકલી પણ બનાવાય છે. નાની નાની તક્તિઓ પાણીમાં વહાવી, તેને માછલી પકડ઼વાના કામમાં લેવાય છે. વાંસ થી તીર, ધનુષ, ભાલે પણ નાગા લોકોએ તૈયાર કરાતા હોય છે. વાંસથી બનાવેલ પૈનગિસ નામક એક તેજ ધારવાળી નાની વસ્તુ થી કોઈના પણ પ્રાણ લઈ શકાય છે.
Share your comments