ઉનાળાની ઋતુ વજન ઘટાડવા માટેની શ્રેષ્ઠ ઋતુ છે, આ ઋતુમાં એવા ઘણા ફળ છે, જેને ખાવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. ઉનાળામાં હેલ્થી લિકવિડથી આપ સરળતાથી વજન ઘટાડી શકો છો.
ફળનુ કરો સેવન, વજન ઘટશે ઝડપથી
ઉનાળાની ઋતુમાં ફળ ખાવાથી લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી, અને ખૂબ જ આસાનીથી વજન પણ ઉતારી શકાય છે. ડાયટમાં પાણીવાળા ફળો સામેલ કરવાથી ઘણો ફાયદો થાય છે. ઉનાળામાં, આપ આવો આહાર લઈ શકો છો જે વજન ઘટાડવામાં મદદ કરશે. ઉનાળામાં, ખોરાક ખાવા કરતાં વધુ પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવે છે. આપ પુષ્કળ પાણી, શરબત, જ્યુસ અને લીંબુ પાણી પી શકો છો. આ સિવાય આ સિઝનમાં પાણીથી ભરપૂર ફળો અને શાકભાજી પણ આવે છે, જેને પૂરતા પ્રમાણમાં ખાઈને તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.
તરબૂચ Watermelon
તરબૂચ ઉનાળામાં દરેકનું પ્રિય ફળ છે. તે પાણીથી ભરપૂર ફળ છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તરબૂચ ખાવાથી પેટ સરળતાથી ભરાય છે અને શરીરને ખૂબ જ ઓછી કેલરી મળે છે. તરબૂચમાં વિટામિન A, B6, C, એમિનો એસિડ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે
કેરી Mango
ઉનાળો એટલે કેરીની ઋતુ, આ ઋતુમાં ફળોનો રાજા કેરી પણ આવે છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેકને કેરી ખૂબ જ પ્રિય હોય છે. કેરી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કેરી માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ તે ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર છે. કેરીમાં વિટામિન એ, સી અને ડી Vitamin A, C, D મળી આવે છે. કેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.
પાઈનેપલ Pineapple
ઉનાળામાં પાઈનેપલ પણ ભરપૂર માત્રામાં આવે છે, અનાનસમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પાઈનેપલમાં વિટામિન સી Vitamin Cનો સારો સ્ત્રોત રહેલો હોય છે. તેમાં ઘણા બધા એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. પાઈનેપલ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નથી લાગતી.
પીચ Peach
પીચમાં ઘણા બધા વિટામિન Vitamin અને મિનરલ્સ હોય છે, જેના કારણે શરીરને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળે છે. પીચ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, પાચનતંત્ર મજબૂત બને છે, સ્કિન ચમકદાર પણ બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
દ્રાક્ષ Grapes
એવુ કહેવાય છે કે ગરમીમાં દ્રાક્ષનું સેવન કરવુ ખૂબ જ હિતાવહ છે, તમને જણાવી દઈએ કે દ્રાક્ષ માઈગ્રેન અને ઈન્ડાઈજેશનનો ઈલાજ કરવામાં મદદ કરે છે. ઉપરાંત દ્રાક્ષ અસ્થમા જેવી ગંભીર બીમારી તેમજ ત્વચા માટે પણ ખૂબ જ જરૂરી છે, અને સનબર્ન સામે પણ રક્ષણ આપે છે. દ્રાક્ષએ એક એન્ટિ એન્જિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ પણ હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી અને કે Vitamin C, K નો સારો સ્ત્રોત રહેલો હોય છે.
નારંગી Orange
ટેન્જી અને મીઠી નારંગી, શરીરની ઈમ્યૂનિટી વધારવા ઉપરાંત કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, અને નારંગી ખાવાથી ચામડી અને બ્લ્ડપ્રેશર માટે ખૂબ જ લાભદાયી છે. અને તે કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. નારંગીમાં વિટામીન સી Vitamin C નો સમૃદ્ધ સ્ત્રોત છે.
આ પણ વાંચો : શરબતી ઘઉં : શરબતી ઘઉં છે ખુબ જ ખાસ, તેની વિશેષતાઓ તમને બનાવશે ધનવાન
આ પણ વાંચો : Health & Lifestyle: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે ‘તીતા ફૂલ’, જાણો તેના ફાયદા વિશે
Share your comments